Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeનેચર & વાઈલ્ડ લાઈફહવાના નામે આપણે લઈ રહ્યાં છે ઝેર, વિશ્વમાં વાયુ પ્રદૂષણથી એક મિનિટમાં 13 લોકોના થાય છે મોત

હવાના નામે આપણે લઈ રહ્યાં છે ઝેર, વિશ્વમાં વાયુ પ્રદૂષણથી એક મિનિટમાં 13 લોકોના થાય છે મોત

Air Pollution
Share Now

દુનિયાભરમાં (Air Pollution) વાયુ પ્રદુષણના કારણે થઈ રહેલા મોતને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. વિશ્વમાં વાયુ પ્રદૂષણ રોજે-રોજ વધી રહ્યું છે. રોજ (Air Pollution) વાયુ પ્રદૂષણના આંકડા આવે છે. લોકો એર ક્વોલિટી ઈન્ડેક્સના આ આંકડાને ગણકારતા પણ નથી. નેતાઓ પણ વાયદા કરીને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે, કોઈ પણ પ્રકારના પગલાં લેતા નથી. અને જનતા પણ ભૂલી જાય છે.

 Air Pollution

હાલમાં જ એક રિપોર્ટ આવ્યો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, દુનિયાની હવા ઝેરીલી બનતી જાય છે. સમગ્ર દુનિયામાં દર મિનિટે 13 લોકોના મોત થાય છે. લોકોએ હવે ચેતવાની જરૂર છે. જો લોકો હજુ પણ નહીં ચેતે તો અત્યંત ભયંકર પરિણામ ભોગવવા લોકોએ તૈયાર રહેવું પડશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ વિશ્વભરમાં વાયુ પ્રદૂષણને કારણે થતા મૃત્યુ અંગે એક ભયાનક અહેવાલ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વમાં (Air Pollution) વાયુ પ્રદૂષણને કારણે દર મિનિટે 13 લોકો મૃત્યુ પામી રહ્યા છે. ડબ્લ્યુએચઓએ યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26)ના નેતૃત્વમાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં શરૂ થયેલી બેઠકમાં પોતાનો વિશેષ અહેવાલ બહાર પાડતી વખતે ચેતવણી આપી છે. જો લોકો આગામી સમયમાં સાવચેતી નહીં રાખે તો ભયંકર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : Air Pollution: હવા પ્રદુષણના કારણે 70 લાખ લોકોનો જીવ જાય છે

તેમણે કહ્યુ હતુ કે, લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનની જરૂર છે. જેમાં ઉર્જા, પરિવહન, ખાતર પ્રણાલી સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ રિપોર્ટ આવ્યાં બાદ એક વીડિયો જાહેર કરીને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રદૂષણ કરવા માટે અપીલ કરી. લોકોને પ્રદૂષણ ન કરવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment