Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝAfghanistan Crises: અજિત ડોભાલને મળશે રશિયાના NSA નિકોલે પેત્રુશેવ

Afghanistan Crises: અજિત ડોભાલને મળશે રશિયાના NSA નિકોલે પેત્રુશેવ

AJIT DOBHAL MEETS RUSSIAN NSA
Share Now

 (Russian counterpart Nikolai Patrushev)અફઘાનિસ્તાનને લઇ આખો દેશ ચિંતામાં મુકાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અફઘાનિસ્તાન પર પરામર્શ માટે કાયમી દ્વિપક્ષીય ચેનલ બનાવવા માટે સંમત થયાના બે સપ્તાહ બાદ ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલે પેત્રુશેવ ભારત પ્રવાસે છે.

અમેરિકન પ્રતિનિધિમંડળે મંગળવારે અજીત ડોભાલની સાથે બેઠક કરી

અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ભારત વોશિંગ્ટન અને મોસ્કોની સાથે સંપર્કમાં છે. સત્તાવાર હવાલાથી એક ન્યૂઝ પેપર લખે છે કે આ અઠવાડિએ દિલ્હીમાં બે ઉચ્ચ સ્તરીય ઈન્ટેલિઝેન્સ પ્રતિનિધિમંડળ પોતાના ભારતીય સમકક્ષોની સાથે બેઠક કરશે. રિપોર્ટ મુજબ અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએના પ્રમુખ વિલિયમ બર્ન્સની આગેવાનીમાં ઈન્ટેલિજેન્સિ અને સિક્યોરિટી અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કરશે. અમેરિકન પ્રતિનિધિમંડળે મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલની સાથે બેઠક કરી, જેમાં અફઘાનિસ્તાનથી લોકોની નિકાસીની સાથે તાલિબાન સરકારને લઈને ઘણી મહત્વની ચર્ચા થઈ.

તેમના સમકક્ષ અજીત ડોભાલ (Ajit Doval) ઉપરાંત, પેત્રુશેવ વિદેશ મંત્રી એસ જયશંકર અને પ્રધાનમંત્રીને મળવાની અપેક્ષા છે. અગાઉ એપ્રિલમાં રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા, પરંતુ વડાપ્રધાનને મળ્યા નહોતા.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મળશે રશિયન સમકક્ષ જનરલ નિકોલે પેત્રુશેવને

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ બુધવારે નવી દિલ્હીમાં તેમના રશિયન સમકક્ષ જનરલ નિકોલે પેત્રુશેવને (Nikolay Petrushev) મળશે. આ દરમિયાન બંને અધિકારીઓ અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા કરશે. રશિયાની સુરક્ષા પરિષદના મહાસચિવ નિકોલે પેત્રુશેવ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના આમંત્રણ પર ભારતની મુલાકાતે છે.અમેરિકા અને રશિયાના અધિકારીઓની સાથે સાઉથ બ્લોકની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે તાલિબાને મોહમ્મદ હસન અખુંદની આગેવાનીમાં સરકારનું એલન કર્યુ છે. આ બેઠક એટલા માટે અગત્યની છે કેમ કે પીએમ નરેન્દ્ર મોદી એસસીઓ અને ક્વાર્ડ ગ્રુપની બેઠકમાં સામેલ હશે. જ્યાં અમેરિકા અને રશિયા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને બન્ને દેશો આવનારા દિવસોમાં અફઘાન પર નજર રાખવાની આશા છે.

આ પણ વાંચો : Afghanistan: તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ કમાન

ભારત-રશિયા બે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ સમિટમાં પણ ભાગ લેશે

આ ઉપરાંત, ભારત અને રશિયા આગામી 10 દિવસમાં બે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે. બ્રિક્સ (BRICS- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO), જ્યાં અફઘાનિસ્તાન સંવાદમાં પ્રભુત્વ ધરાવે તેવી અપેક્ષા છે. 9 સપ્ટેમ્બરે મોદી બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન કરશે, જેમાં પુતિન ભાગ લે તેવી અપેક્ષા છે. આ પછી 16-17 સપ્ટેમ્બરે એસસીઓ સમિટ થશે, જ્યારે મોદી ફરી એક વખત રશિયન નેતાને મળવાની ધારણા છે.

જનરલ પત્રરુશેવ રશિયાન સિક્યોરિટી કાઉન્સિલના સૌથી મોટા અધિકારી

ઉલ્લેખનીય છે કે જનરલ પત્રરુશેવ રશિયાન સિક્યોરિટી કાઉન્સિલના સૌથી મોટા અધિકારી છે અને આ પદ પર 2008માં બનેલા છે. આ પહેલા રશિયાની ઈન્ટેલિજેન્સ એજન્સી એફએસબીના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. જનરલ પત્રરુશેવનો આ પ્રવાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સાથે 24 ઓગસ્ટે થયેલા ફોન પર વાતચીત બાદ થઈ રહી છે. બન્ને નેતા કાબુલ પર તાલિબાનના કબ્જા અને અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી હતી.

શી જિનપિંગ પણ સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે

તાલિબાનને મદદ કરવામાં પાકિસ્તાનની સક્રિય ભૂમિકાને કારણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બંને સમિટમાં હાજરી આપે તેવી શક્યતા છે, કારણ કે તેમનો દેશ અફઘાનિસ્તાનમાં પણ મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન એનએસએ સંબંધિત ચર્ચાઓ 24 ઓગસ્ટના રોજ મોદી અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીતનું અનુસરણ છે. બંને નેતાઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે બંને વ્યૂહાત્મક ભાગીદારોએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. ઉપરાંત, તેમના વરિષ્ઠ અધિકારીઓને અફઘાનિસ્તાન પર સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment