Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝNarendra Giri Last Rites: મહંત નરેન્દ્ર ગિરીને આપવામાં આવી ભુ-સમાધિ

Narendra Giri Last Rites: મહંત નરેન્દ્ર ગિરીને આપવામાં આવી ભુ-સમાધિ

Narendra Giri
Share Now

અખિલ ભારતીય અખાડા પરિષદ અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાધંબરી મઠમાં જ ફાંસી ખાધેલી હાલતમાં મળેલા મહંત નરેન્દ્ર ગિરી  (Narendra Giri) બુધવારે ભુ સમાધિ આપવામાં આવી હતી. ગિરીએ પોતાના સુસાઇડ નોટમાં આ ઇચ્છા જતાવી હતી કે, તેમણે બાંહેધરી મઠમાં ગુરુની સમાધિ પાસે ભુ સમાધિ આપવામાં આવી હતી. તેમના નિર્દેશન મુજબ દિવંગત મહંતનો અંતિમ સંસ્કાર બાંહેધરી મઠમાં નીંબુની નીચે સમાધિ દેકર આપવામાં આવ્યુ હતુ.

નરેન્દ્ર ગીરી થયા બ્રહ્મલિન

નરેન્દ્ર ગીરીને (Narendra Giri) ભુ સમાધિ આપતા પહેલાં ફુલોથી સજાયેલા રથ પર તેમને ગંગા, યમુના, સરસ્વતી, ના સંગમ તટ પર લાવવામાં આવ્યા હતા, ત્યાં તેમણે સ્નાન કરીને સંગમ પર હનુમાન જીના મંદિરનાં દર્શન કરાવીને લાવવામાં આવ્યા હતા. જે બાદ વિધિ વિધાન સાથે પુજા કરીને તેમણે સમાધિ આપવામાં આવી હતી.

 

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી (Narendra Giri)નું ગઇકાલે સોમવારે નિધન થયું છે. અહેવાલો અનુસાર નરેન્દ્ર ગિરિ (Narendra Giri)નો મૃતદેહ પ્રયાગરાજના પર્યાગરાજ સ્થિત બાધંબરી મઠમાં જ ફાંસી ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે આત્મહત્યાની શક્યતા વ્યક્ત કરી છે. ઘટનાસ્થળ પરથી એક સ્યુસાઇડ (Suicide)નોટ પણ મળી આવી છે. જણાવી દઇએ કે પીએમ મોદી (PM Modi)થી લઈને સીએમ યોગી (CM Yogi)એ મહંત નરેન્દ્ર ગિરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પોલીસે (Police)પણ કાર્યવાહી હાથ ધરતા મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરી (Anand Giri)સહિત ત્રણ લોકોની કસ્ટડી લીધી છે. જોકે આનંદ ગિરી પોતાને નિર્દોષ ગણાવી રહ્યાં છે.

महंत नरेंद्र गिरि की मौत पर कांग्रेस के 10 सवाल: कहा- योगी राज में हो चुकी 21 साधु-संतो की हत्या - i7 News

નરેન્દ્ર ગિરીએ મૃત્યુ પહેલા વીડિયો બનાવ્યો હતો?

મહંત નરેન્દ્ર ગિરીના નજીકના શિષ્ય નિર્ભય દ્વિવેદીએ સ્યુસાઈડ નોટને લઈને ઉભા થઈ રહેલા સવાલો પર અલગ જ દાવો કર્યો છે. નિર્ભય દ્વિવેદી કહે છે કે આત્મહત્યા કરતા પહેલા મહંત નરેન્દ્ર ગિરીએ સ્યુસાઈડ નોટ લખવા સિવાય એક વીડિયો પણ બનાવ્યો હતો. તેણે આ વીડિયો પોતાના મોબાઈલ ફોન પર બનાવ્યો હતો. નિર્ભય દ્વિવેદીના જણાવ્યા અનુસાર, આ વિડીયોમાં મહંત નરેન્દ્ર ગિરીએ સ્યુસાઇડ નોટમાં લખેલી બાબતોને વિગતવાર સમજાવી છે. તેમનું કહેવું છે કે આ વીડિયો હાલમાં પોલીસ પાસે છે. નિર્ભય દ્વિવેદીએ એમ પણ કહ્યું કે મહંત નરેન્દ્ર ગિરી મોટા અક્ષરોમાં લખતા હતા. તેની ભાષા ચોક્કસપણે તૂટી ફુટી હતી, પરંતુ તે લખી શકતા હતા. તેણે લખેલી સ્યુસાઈડ નોટ એક કવરમાં બંધ હતી.

મહંતે જીવન સમેટવાનો નિર્ણય કર્યો

Deputy chief minister

Image Curtsey : (HT)

મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો બાદ પ્રયાગરાજ પોલીસે (Prayagraj Police)મહંત નરેન્દ્ર ગિરીના મોત અંગે નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગુનાના સ્થળેથી 6-7 પાનાનો પત્ર મળ્યી આવ્યો છે. જેમાં મહંત નરેન્દ્ર ગિરીએ આનંદ ગિરી અને અન્ય શિષ્યોના નામનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં મહંત નરેન્દ્ર ગિરીએ સ્વીકાર્યું છે કે, તેઓ કેટલાક કારણોસર પરેશાન હતા. તેથી તેણે પોતાનું જીવન સમેટવાનો નિર્ણય કર્યો. તેમણે લખ્યું છે કે તે હંમેશા ગર્વ સાથે જીવતા હતા અને હવે તે તેના વગર જીવી શકશે નહીં. મહંત નરેન્દ્ર ગિરીએ પત્રમાં લખ્યું છે કે તેમના બાદ આશ્રમનું શું કરવું. તેમણે પત્રમાં જ પોતાની વિલ પણ લખી છે. કોની કાળજી લેવાની છે તે વિલમાં લખેલુ છે.

આ પણ વાંચો: નરેન્દ્ર ગિરી કથિત આત્મહત્યા કેસ: સ્થળ પરથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાંથી કઈ બાબતો જાણવા મળી?

કોને શું આપવાનું છે. તેમાં તેણે સ્પષ્ટ પણે લખ્યું છે કે મેં આત્મહત્યા કરી છે. કારણ કે તે પોતાના શિષ્યથી નાખુશ હતા. પ્રયાગરાજ આઈજી કેપી સિંહે કહ્યું કે, 7 પાનાની સ્યુસાઈડ નોટ (Suicide Note)મળી આવી છે જે વિલની જેમ લખવામાં આવી છે. આ સ્યુસાઇડ નોટમાં આનંદ ગિરીનું નામ પણ છે. તેમણે કહ્યું કે જે લોકો મહંત નરેન્દ્ર ગિરીને ઓળખે છે તેઓ કહી રહ્યા છે કે અક્ષર તેમના જ છે. કેપી સિંહે (KP Singh)એમ પણ કહ્યું છે કે ફોરેન્સિક તપાસ બાદ જ પત્રને જાહેર કરવામાં આવશે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment