Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeન્યૂઝનોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અખિલેશનો કટાક્ષ, કહ્યું- ભાજપ તેને પણ વેચી મારશે

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અખિલેશનો કટાક્ષ, કહ્યું- ભાજપ તેને પણ વેચી મારશે

akhilesh yadav
Share Now

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં નાના પક્ષો સાથે ગઠબંધન કર્યા બાદ, સપાના વડા અખિલેશ યાદવ હવે સાથી પક્ષોની મદદથી  ચૂંટણીનો માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુરુવારે પીએમ મોદી જેવરમાં એરપોર્ટની ભેટ આપી રહ્યા હતા, તે જ સમયે અખિલેશ લખનૌથી હુંકાર કરતાં જોવા મળ્યા હતા. અખિલેશે કહ્યું કે એક તરફ એરપોર્ટ વેચાઈ રહ્યા છે અને બીજા એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. આ ભાજપની કમાણીની રમત છે.

લખનૌમાં યોજાઇ હતી રેલી 

જેવરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ભૂમિપૂજન કરીને પીએમ મોદી વિકાસની ભેટ આપી રહ્યા હતા, તે જ સમયે અખિલેશ યાદવ તેમના પર નિશાન સાધતા જોવા મળ્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે લખનૌનું અમોસી એરપોર્ટ હવે સરકારનું નથી. સરકારે તેને વેચી દીધૂ છે. આજે, જેવર એરપોર્ટ માટે 90 હજારથી વધુ ખુરશીઓ મૂકવામાં આવી હતી અને સમગ્ર સ્ટાફ ભીડને એકત્ર કરવા માટે રોકાયેલ છે.

આ પણ વાંચો:પીએમ મોદીએ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કર્યું, કહ્યું- કરોડો લોકોને મળશે ફાયદો

પહેલા એરપોર્ટ બનાવશે પછી તે એરપોર્ટને વેચશે 

અખિલેશે કહ્યું કે એક તરફ તેઓ એરપોર્ટ વેચી રહ્યા છે અને બીજી તરફ નવું બનાવી રહ્યા છે. શું હવાઈ ચપ્પલ પહેરનાર ગરીબ હવાઈ જહાજ સુધી પહોંચ્યો છે? તેમણે કહ્યું કે દેશના તમામ એરપોર્ટ ખોટમાં છે અને એરલાઈન્સ 60 હજાર કરોડની ખોટમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં એરપોર્ટ બનાવવું એ ભાજપ માટે નફો કરવાનું ગણિત છે, કારણ કે જ્યારે એરપોર્ટ બનશે ત્યારે ભાજપ તેને પણ વેચી દેશે.

ભાજપ હટાઓ દેશ બચાઓના નર લગાવ્યા 

અખિલેશ યાદવે લખનૌમાં પીપલ્સ સોશ્યલિસ્ટ પાર્ટીની જનક્રાંતિ મહારેલીમાં ‘ભાજપ હટાવો, રાજ્ય બચાવો’ ના નારા લગાવ્યા . આ સાથે જ તેમણે પછાત જાતિઓને 2022ની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એક થવાનું આહ્વાન કર્યું હતું.

કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા અખિલેશ યાદવ 

પીપલ્સ સોશ્યલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ સંજય ચૌહાણ સાથે મંચ શેર કરતા અખિલેશ યાદવે કહ્યું કે કાર્યકરોનો ઉત્સાહ જોઈને લાગે છે કે આવનારા સમયમાં ભાજપનો ખાત્મો નિશ્ચિત છે. તેમણે કહ્યું કે દરેક વર્ગ અને સમાજના લોકો ભાજપથી નાખુશ છે. આ પહેલા પણ રાજ્યમાં ઘણી સરકારો બની, પરંતુ કોઈ સરકારે જનતાને આટલી તકલીફ આપી નથી.

akhilesh yadav

પીપલ્સ સોશ્યલિસ્ટ પાર્ટીની રેલી દ્વારા અખિલેશ યાદવ પણ સપાના જાતિ સમીકરણને સુધારતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે જનતાને હેરાન કરવાની સાથે ભાજપે ચૌહાણ સમાજ સાથે પણ વિશ્વાસઘાત કરવાનું કામ કર્યું છે. ભાજપે તમારા અધિકારો છીનવી લીધા છે, તેને સત્તા પરથી ઉખેડી નાખવાનું કામ કરો. આ રીતે, અખિલેશે પશ્ચિમ યુપીના મૌ, ગાઝીપુર, આઝમગઢ સહિતના જિલ્લાઓમાં અસરકારક નોનિયા અને પાસી સમાજને સાધવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપે પર કર્યો હુમલો 

ખાનગીકરણનો મુદ્દો ઉઠાવતા અખિલેશે કહ્યું કે જો આવી જ રીતે સરકારી સંસ્થાઓ અને મિલકતો વેચવામાં આવશે તો દલિતો અને પછાતોને અનામત ક્યાંથી મળશે. તેમજ જણાવ્યું હતું કે ખેડૂતોની હાલત ખરાબ છે, ડાંગરનો પાક ઉભો થઈ રહ્યો છે. વીજળી, ખાતર, ડીઝલ બધું મોંઘું થયું. અખિલેશે કહ્યું કે આ લોકો ઉદ્યોગપતિઓ માટે મોંઘવારી વધારી રહ્યા છે. શિક્ષણનો બરબાદ થઈ રહી છે અને યુવાની વ્યર્થ ફરે છે. જનતાને વીજ બિલમાંથી કરંટ મળી રહ્યો છે.

અખિલેશે કહ્યું કે 2022ની ચૂંટણી નજીક છે. સપા તમામ પક્ષોને જોડવાનું કામ કરી રહી છે. ઓમપ્રકાશ રાજભર, મહાન દળ, ક્રિષ્ના પટેલ સાથે આવ્યા અને હવે તમે પણ આવો અને જોડાઓ. આ એક રંગવાળા લોકો ખુશહાલી લાવી શકતા નથી. અત્યાર સુધી ભાજપે પોતાનું કોઈ કામ કર્યું નથી, માત્ર નામ બદલીને બીજાના કામ માટે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી રહી છે.

જાતી આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો 

કૃષિ કાયદો પાછો ખેંચવા પર અખિલેશ યાદવે કહ્યું કે મોદી સરકારે વોટ નહીં મળવાના ડરથી ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લીધા છે. તેઓ ખેડૂતોનું કલ્યાણ ઈચ્છતા નથી. એમ પણ કહ્યું કે, ભાજપ જાતિગત વસ્તી ગણતરી કરાવવા માંગતી નથી, પરંતુ સપાની સરકાર આવતાં જ જાતિના આધારે વસ્તીગણતરી કરીને દરેકને અધિકાર અપાશે. અખિલેશે ઓબીસી જાતિઓ સુધી પહોંચવા માટે જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment