Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝભાજપના કિસાન સંમેલન પર અખિલક્ષ યાદવનો કટાક્ષ, જાણો શું કહ્યું?

ભાજપના કિસાન સંમેલન પર અખિલક્ષ યાદવનો કટાક્ષ, જાણો શું કહ્યું?

akhilesh yadav,news in gujarati,big news,lattest news
Share Now

ઉત્તર પ્રદેશમાં ભાજપ(BJP) ખેડૂતોને આકર્ષવા માટે કિસાન સંમેલન યોજવા જઈ રહ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશના(UTTARPRADESH) પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે(Akhilesh Yadav) ખેડૂતોના મુદ્દાઓને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો છે. અખિલેશે કહ્યુ છે કે વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી હોવાથી ભાજપને હવે ખેડૂતો યાદ આવી રહ્યા છે.

ખેડૂતો ભાજપ વિરુદ્ધ કરશે મતદાન 

અખિલેશ યાદવે(Akhilesh Yadav) એક ટ્વિટમાં કહ્યું હતું કે, “સાંભળ્યું છે કે વાતોની ખેતી કરનારી ભાજપ સરકાર યુપીમાં ‘કિસાન સંમેલન’ કરશે. તેમણે કહ્યું કે, ચૂંટણી નજીક આવી રહી છે. અને અન્નદાતા હવે મતદાતા બનવાના છે. ત્યારે ભાજપ ખેડૂતોને યાદ કરી રહ્યું છે. પરંતુ ખેડૂતો ભાજપની કોઈ પણ વાતમાં આવશે નહીં. તેમણે કહ્યું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો એક થઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.

akhilesh yadav,news in gujarati,big news,lattest news

ખેડુત આંદોલનથી ભાજપ ચિંતિત 

કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે ત્રણ નવા કૃષિ કાયદા લાગુ કરવામાં આવ્યા હતા. જેને રદ્દ કરવાની માંગણીને લઈને ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે આગામી વર્ષ 2022 માં સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. અને ખેડૂત આંદોલનથી ભાજપને ખૂબ મોટો ફટકો પડી શકે એમ છે. એમ પણ ઉત્તરપ્રદેશમાં ખેડૂત આંદોલનનો જોરદાર પ્રભાવ જોવા મળી રહ્યો છે. અને યુપીમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે ખેડૂત આંદોલનને લઈને ભાજપની ચિંતામાં વધારો થયો છે.  

16 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન

કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે લાગુ કરેલ ત્રણ કૃષિ કેદાઓને રદ્દ કરવાની માંગણીને લઈને ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. અને ઉત્તરપ્રદેશમાં ખેડૂત આંદોલનનો ખૂબ પ્રભાવ જોવા મળી રહ્યો છે. અને યુપીમાં આગામી વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ખેડૂતોને પોતાની તરફ આકર્ષવા માટે ભાજપ દ્વારા 16 ઓગસ્ટથી કિસાન સંમેલન શરૂ કરવામાં આવશે. આ સંમેલનની જવાબદારી કિસાન મોરચાના પ્રમુખ કામેશ્વર સિંહને સોંપવામાં આવી છે. આ સંમેલન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતો માટે કરેલ કામો વિશે ખેડૂતોને જણાવવામાં આવશે. તેમજ નવા કૃષિ કાયદાઓના લાભો વિષે પણ જનવામાં આવશે.

અખલેશ યાદવ સતત ભાજપ પર કરે છે પ્રહાર 

તમને જણાવી દઈએ કે, અખિલેશ યાદવ(Akhilesh Yadav) સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. તેમણે ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ નિમિત્તે ભજપ પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે ભાજપ અને તેની મૂળ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સ્વતંત્રતા આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે લોકસભામાં ઓબીસી અનામત સંબંધિત બિલ પર ચર્ચા દરમ્યાન કહ્યું કે ભાજપે દલિતોને ગેરમાર્ગે દોર્યા છે. તેમજ તેમણે કહ્યુંકે અમે આશા રાખીએ છીએ કે દેશમાં અનામત બચશે.  અખિલેશ યાદવે અનામતની મર્યાદા 50 ટકાથી વધારવાની વાત પણ કરી હતી. તેમજ કહ્યું હતું કે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. આમ અખલેશ યાદવ અવારનવાર ભાજપ સરકાર પર પ્રહાર કરતાં હોય છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment