સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)એ યૂપી વિધાનસભા ચૂંટણી (UP Assembly elections)પહેલા એક મોટી જાહેરાત કરી છે. સપા અધ્યક્ષે જણાવ્યું છે કે, તેઓ આગામી એટલે કે 2022ની વિધાનસભા ચૂંટણી લડશે નહીં. જણાવી દઈએ કે યૂપીમાં આગામી વર્ષની શરૂઆતમાં જ વિધાનસભા ચૂંટણી (Assembly elections)યોજાનારી છે, જેને લઇને તમામ પાર્ટીઓ તૈયારીઓ લાગી ગઈ છે.
Akhilesh Yadav એ વધુમાં કહ્યું કે…
ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા અખિલેશ યાદવે વધુમાં જણાવ્યું કે, યુપી ચૂંટણી 2022 માટે તેમની અને રાષ્ટ્રીય લોકદળ (RLD) વચ્ચે ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે. માત્ર બેઠકો વિશે વાત કરવાની બાકી છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, RLD સાથે અમારું ગઠબંધન નિશ્ચિત થઈ ગયું છે. તમામ સીટ શેરિંગ થવી જોઈએ. અખિલેશનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે RLDના જયંત ચૌધરીએ રવિવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress General Secretary Priyanka Gandhi)સાથે મુલાકાત કરી હતી. જેના કારણે યુપીમાં ગઠબંધનના સમીકરણ બદલવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: મહિલાઓ માટે કોંગ્રેસનો અલગથી ચૂંટણી ઢંઢેરો, ફ્રીમાં સિલિન્ડર સહિત કરી આ મોટી જાહેરાત
Akhilesh Yadav ક્યા નિવેદનને લઇને ચર્ચામાં રહ્યાં હતા
ઉલ્લેખનિય છે કે, સપા (Samajwadi Party)અધ્યક્ષ અખિલેશ યાદવ હાલમાં આઝમગઢ સીટથી સાંસદ છે. આ સાથે તેઓ UPમાં સમાજવાદી પાર્ટીના CM તરીકેનો ચહેરો પણ છે. જણાવી દઇએ કે, અખિલેશ યાદવે ગઇકાલે રવિવારે આપેલા પોતાના એક નિવેદનને લઇને ચર્ચામાં છે. જેમાં તેમણે મોહમ્મદ અલી ઝીણાને ગાંધી-નેહરુ અને પટેલની જેમ સ્વતંત્રતા સેનાની ગણાવ્યા હતા. તો આ નિવેદનને લઇને સપા અધ્યક્ષને ભાજપે ઘેર્યા હતા.
કોંગ્રેસ યુપી વિધાનસભા ચૂંટણી માટે 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4