Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝગુજરાતન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિખ્યાત અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

ગુજરાતન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિખ્યાત અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

Akshardham
Share Now

તાજેતરમાં ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજીનામું આપ્યા બાદ ગુજરાતની ભાગદોડ હવે વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંભાળી છે. તાજેતરમાં જ શપથ વિધિનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આજે 18મી સપ્ટેમ્બર 2021 શનિવારના રોજ સવારે 9:50 એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ (Akshardham) મંદિરની મુલાકાત લીધી હતી.  

Akshardham ની મુલાકાતે ગુજરાતના સીએમ

ગાંધીનગરના સર્વશ્રેષ્ઠ મંદિર પૈકી એક એવા અક્ષરધામના દર્શન કરવા એક સૌભાગ્ય સમાન છે. ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મના ધામ એવા વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરના મહંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ ભગવાનનું પ્રાસાદિક પુષ્પહાર પહેરાવી તેઓનું અભિવાદન કરી આશિર્વાદ પાઠવ્યા હતા.   

આ સાથે જ  શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ મુલાકાતની જાણકારી આપી છે. તથા હોંશભેર તમામ મંહત સાથેની મુલાકાતનું વર્ણન કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘પ્રાગટ્ય બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ દ્વારા સ્થાપિત શ્રી અક્ષરધામ મંદિર,ગાંધીનગરની દર્શનીય મુલાકાત લીધી હતી. પ્રાંગણમાં ભગવાન નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો તેમજ મહંત શ્રી પૂજ્ય આનંદસ્વરુપ સ્વામીજી તથા કોઠારી શ્રી પૂજ્ય વિશ્વવિહારી સ્વામીજીના આશિષ મેળવ્યા હતાં.’ આ સાથે તેમણે તસવીરો પણ ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ પર મૂકી હતી.

Akshardham

IMAGE CREDIT: TWITTER @Bhupendrapbjp

ત્યારબાદ તેઓએ ભવ્ય અક્ષરધામ (Akshardham) મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી. ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. નીલકંઠ અભિષેક મંડપમાં વૈદિક શાંતિપાઠના મંત્રોચ્ચાર સહિત તેઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણના તપોમય સ્વરૂપ શ્રી નીલકંઠવર્ણી પર પવિત્ર જળાભિષેક કર્યો હતો.

ત્યારબાદ અક્ષરધામના મંદિરના મહંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી તથા કોઠારી સંત પૂજ્ય વિશ્વવિહારી સ્વામી સાથે આધ્યાત્મિક વાર્તાલાપમાં જોડાયા હતા. માનનીય મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે અક્ષરધામના રચયિતા અને વિશ્વવિખ્યાત સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરી તેઓ પ્રત્યે આદર પ્રગટ કર્યો હતો.

આ પણ વાંચોઃ-જાણો સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના આ મંત્રીઓ વિશે

બીએપીએસ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વંદન પાઠવ્યા હતા. સંતોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આશિર્વાદ અને ભગવાનનો પ્રસાદ પણ અર્પણ કર્યો હતો. અત્યંત વ્યસ્ત દૈનિક ક્રમ છતાં અક્ષરધામ (Akshardham) મંદિરની યાત્રા દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ પ્રસન્નતા, હળવાશ અને ભગવાનની દિવ્ય કૃપાનો અનુભવ કર્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment