વશુ ભગનાની અને રણજીત એમ તિવારીની ફિલ્મ બેલ બોટમ(Bell Bottom) ગયા વર્ષે ફિલ્મ બન્યા થયા બાદથી જ ચર્ચામાં હતી. અને ફિલ્મ રિલીઝ થયા બાદ જબરદસ્ત પ્રશંસા મેળવી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમારે(Akshay Kumar) મુખ્ય ભૂમિકા ભજવી છે. અક્ષય કુમાર સિવાય લારા દત્તા, હુમા કુરેશી અને વાણી કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. અક્ષય કુમારના અભિનયની પ્રશંસા થઈ રહી છે, તેમજ ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં લારા દત્તાએ પણ દરેકનું દિલ જીતી લીધું છે.
આ દેશોમાં બેલબોટમ પર છે પ્રતિબંધ
કોરોના(Corona) મહામરીની બીજી લહેર બાદ પ્રથમ વખત મોટા બજેટની કોઈ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને દર્શકો પણ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. જોકે આ ફિલ્મ પર સાઉદી અરેબિયા, કતર અને કુવૈતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મના પ્રતિબંધ પાછળનું કારણ આ ફિલ્મનું અમુક કન્ટેન્ટ છે.
આ પણ વાંચો: આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીને મળી રાહત
મધ્ય પૂર્વના દેશોમાં સેન્સર બોર્ડે ઉઠાવ્યો વાંધો
વાસ્તવમાં, ફિલ્મના બીજા ભાગમાં, હાઇજેકર્સ વિમાનને લાહોરથી દુબઇ સુધી લઈ જતાં બતાવવામાં આવ્યા છે. 1984 માં થયેલી વાસ્તવિક ઘટનામાં, યુએઈના સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે વ્યક્તિગત રીતે આ મામલો સંભાળ્યો હતો અને યુએઈના સત્તાવાળાઓએ અપહરણકર્તાઓને પકડ્યા હતા. બેલબોટમ ફિલ્મમાં આ ઘટના દ્વારા ભારતીય અધિકારીઓને નાયક તરીકે બતાવવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર એક હીરોની ભૂમિકામાં જોવા મળે છે જે યુએઈના સંરક્ષણ મંત્રીને પણ આ ઓપરેશન અંગે અંધારામાં રાખે છે. આવી સ્થિતિમાં, જો સમાચાર પત્રોના અહેવાલ પર વિશ્વાસ કરીએ તો, મધ્ય પૂર્વના દેશોમાં સેન્સર બોર્ડે આ અંગે વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારત સિવાય અન્ય દેશોમાં પણ થઈ રીલીઝ
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ભારત સિવાય અન્ય દેશોમાં પણ રિલીઝ થઈ છે. જો કે, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળના સિનેમાઘરોમાં હાલ લોકડાઉન પ્રતિબંધોને કારણે આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવી નથી. એક રિપોર્ટ અનુસાર, અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ 1600 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. આવી સ્થિતિમાં, જો આપણે સરેરાશ જોઈએ, તો એક દિવસમાં દરેક સ્ક્રીન પર ત્રણ શો થશે.
ફિલ્મ સ્ટાર્સ પણ કરી રહ્યા છે પ્રશંસા
અક્ષય કુમાર અને લારા દત્તાની આ ફિલ્મને દર્શકોની સાથે સાથે ફિલ્મ સ્ટાર્સ તરફથી પણ જબરદસ્ત પ્રશંસા મળી રહી છે. અજય દેવગને લખ્યું કે, ‘હું બેલબોટમના સારા રિવ્યુ સાંભળી રહ્યો છું. શુભેચ્છાઓ. ઉપરાંત, થિયેટરોમાં ફિલ્મ રજૂ કરવાનો તમારો નિર્ણય ખુબ જ પ્રશંસનીય છે. હું તમારી સાથે છું. તેમજ અક્ષય કુમાર અને તેની ટીમને સલામ કરતા કરણ જોહરે લખ્યું કે,’ બેલબોટમની ટીમ ટ્રેલબ્લેઝર બની ગઈ છે. હું ફિલ્મ જોવા માટે ખૂબ આતુર છું. ફિલ્મના કલાકારો અને ક્રૂને ખૂબ પ્રેમ. કંગનાએ ફિલ્મ વિષે ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, ‘આજે થિયેટરોમાં બ્લોકબસ્ટર બેલબોટમ જુઓ. પ્રથમ પગલું ભરવા માટે સમગ્ર ટીમનો આભાર. તમે પહેલેથી જ વિજેતા બની ગયા છો. આમ અક્ષયકુમારની બોલબેટમ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4