Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeએન્ટરટેઈન્મેન્ટOMG 2 First Look: શિવની ભક્તિમાં લીન થયા અક્ષય કુમાર

OMG 2 First Look: શિવની ભક્તિમાં લીન થયા અક્ષય કુમાર

Akashay kumar
Share Now

અક્ષય કુમાર ની નવી ફિલ્મોનો ભંડાર આવી રહ્યો છે, ત્યારે અક્ષય એક પછી એક નવી ફિલ્મો સાઇન કરી રહ્યો છે, અને સાથે જ તેમના ફિલ્મના લુક્સ પણ ફેન્સ સાથે શેર કરી રહ્યાં છે, ફેન્સને યાદ જ હશે 2012 માં આવેલી OMG ફિલ્મ, જેમાં અક્ષય કુમારે ભગવાન શ્રી કૃષ્ણનો રોલ કર્યો હતો. ફિલ્મમાં પરેશ રાવલ પણ હતા. હવે ફિલ્મનો બીજો પાર્ટ આવવાની તૈયારી માં છે, ત્યારે અક્ષય કુમારે ફિલ્મનું પોસ્ટર ફેન્સને શેર કર્યું છે.

Image

@akshaykumar

અક્ષય કુમારે શેર કરેલાં ટ્વીટમાં ભગવાન શિવના રુપમાં જોવા મળ્યા છે. અક્ષય કુમારે ફર્સ્ટ લુક શેર કરતાં જ ટ્વીટર પર થોડા જ સમયમાં OMG 2 ટ્રેન્ડ કરવા લાગ્યુ હતુ.

સોશિયલ મીડિયા પર શેર કર્યો લુક

 

બોલિવુડ ખેલાડી અક્ષય કુમારે શેર કરેલાં પોસ્ટરમાં પોસ્ટ કરતાં લખ્યુ કે, કર્તા કરે ન કરે શિવ કરે સો હોય. OMG 2 ને તમારી દુઆઓ અને પ્રાર્થાનાઓ તેમજ શુભકામનાઓની જરુર છે. આ એક સોશિયલ મેસેજ આપવાની આપણો ઇમાનદાર પ્રયત્ન છે.

ખેલાડી ઉજ્જેન પહોચ્યા

 

OMG 2 માટે અક્ષય કુમાર  ઉજ્જેન પહોંચી ગયા હતા, 23 ઓક્ટોબરનાં રોજ પોતાની ટીંમ સાથે અ7ય કુમાર ઉજ્જેન પહોંચ્યા હતા. અહીં તેમણે મહાકાલ મંદિર જઇને ભગવાન મહાકાલના દર્શન કર્યા.

ફિલ્મ OMG 2 ના થોડા સીનની શુટીંગ આ મંદિરમાં પણ થવાની છે. આ શુટીંગ માટે 2 મહિનાની શેડ્યુલિંગ છે. આ દરમિયાન ઉજ્જેનની અલગ અલગ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ વાળી જગ્યાઓ માં પણ શુંટિંગ કરવામાં આવશે. ઉજ્જેનના મંદિરો અને રામઘાટ પર પણ શુટીંગ થવાનું છે, અક્ષય સંગ પંકડ ત્રિપાઠી પણ ઉજ્જેન પહોંચ્યા હતા.

જુઓ વીડિયો

 

ફિલ્મમાં કોણ હશે?

અમિત રાય ફિલ્મ OMG 2 ને ડાયરેક્ટ કરી રહ્યાં છે, અક્ષય કુમારની સાથે ફિલ્મમાં યામી ગૌતમ પણ જોવા મળશે, તેમજ પંકજ ત્રિપાઠી હશે. OMG માં એક નાસ્તિકનાં રોલમાં પરેશ રાવલ જોવા મળ્યા હતા,.જે ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી હતી. અક્ષય કુમાર આ ફિલ્મ સિવાય રામસેતુ, પૃથ્વીરાજ,બચ્ચન પાંડે,રક્ષાબંધન, અતરંગી રે,ગોરખા ,સુર્યવંશી અને મિશન સિંડરેલા માં કામ કરવાના છે.

             

આ પણ વાંચો : ‘સબ જાનતા હૈ વિક્રમાદિત્ય, લેકિન કુછ ભી બતાને કો તૈયાર નહી’ ક્યું? 

No comments

leave a comment