અક્ષય કુમાર તેની અતરંગી રે કો-સ્ટાર ધનુષની પ્રતિભાથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. દક્ષિણના સ્ટાર ધનુષે તેની બોલિવૂડની ડેબ્યૂ ફિલ્મ ‘રાંઝણા’થી અભિનેતા તરીકેની પોતાની ક્ષમતા સાબિત કરી હતી, આજ સુધી તે ફિલ્મ તેના શ્રેષ્ઠ અભિનયમાંની એક ગણાય છે. અને હવે તે બીજી બોલિવૂડ ફિલ્મ માટે તૈયાર છે અને આ વખતે સુપરસ્ટાર અક્ષય કુમાર અને યુવા સેન્સેશન સારા અલી ખાન સાથે તેઓ ધમાલ મચાવશે.
કલાકારોએ તેમની ફિલ્મના પ્રમોશન પહેલાથી જ શરૂ કરી દીધા છે, જ્યારે ફિલ્મમાં ખાસ ભૂમિકા ભજવનાર અક્ષય એ ધનુષ સાથેની સેલ્ફી મોમેન્ટ્સ શેર કરી તેની અદભૂત પ્રતિભાની પ્રશંસા કરી. તેણે તેના ટ્વિટર પર જઈને લખ્યું, ‘ ધનુષ, હું તમારી અદભૂત પ્રતિભાની સરાહના કરું છું.’
Today my #AtrangiRe co-star @dhanushkraja came calling. ‘Sir, I always look up to you,’ he said. I replied, ‘I look up to your amazing talent.’ Then we both looked up. And this happened 😊 pic.twitter.com/1BwnZli7Zh
— Akshay Kumar (@akshaykumar) December 12, 2021
અક્ષય નહીં, સારા અને ધનુષની છે આ ફિલ્મ
પીટીઆઈ સાથેની વાતચીતમાં, અક્ષય કુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ફિલ્મ સારા અને ધનુષની છે, તેમની નહીં. અક્ષયે કહ્યું “આ ફિલ્મ મૂળભૂત રીતે ધનુષ અને સારાની છે. તેઓ મુખ્ય લીડ છે. આ ફિલ્મમાં મારી ખાસ ભૂમિકા છે. આ ફિલ્મ સારા અને ધનુષના કારણે જ કામ કરશે. સારા ખૂબ જ પ્રોફેશનલ છે અને તે એક દિગ્દર્શકની અભિનેતા છે. હું માનું છું કે તેણે અત્યાર સુધી કરેલા શ્રેષ્ઠ રોલમાં આ એક છે. ધનુષ એક પોલિશ્ડ એક્ટર અને અસાધારણ કલાકાર છે. તેણે ઘણી ફિલ્મો કરી છે. અને તેની પ્રથમ હિન્દી ફિલ્મ ‘રાંઝણા’ એક સીમાચિહ્નરૂપ ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેણે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે.”
આ પણ વાંચો: કલાકારો માટે અભિવ્યક્તિની આઝાદીનું કાળું રહસ્ય ખોલ્યું આશુતોષ રાણા એ
પોતાના નાના રોલને લઈને શું કહ્યું અક્ષય એ?
અક્ષયે એ પણ ખુલાસો કર્યો કે આનંદ એલ રાય તેને અતરંગી રોલ ઑફર કરવા માટે બહુ આત્મવિશ્વાસ ધરાવતા ન હતા કારણ કે તે એક નાનો રોલ હતો. તેઓએ આ વાત જણાવતા કહ્યું કે, “રાયને પહેલા વિશ્વાસ હતો કે હું ફિલ્મ માટે ના કહીશ કારણ કે તે એક નાનો રોલ હતો. પરંતુ મને સ્ટોરી ગમી હતી. તે ખરેખર એક અતરંગી (અસાધારણ) વાર્તા છે. મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે કોઈ આ રીતે પ્રેમ કથા કહી શકે છે. તેથી જ્યારે મેં આ માટે હા પાડી ત્યારે રાય આશ્ચર્યચકિત થઈ ગયા”.
ફિલ્મનું ટ્રેલર અને ગીતો રીલીઝ થઈ ચૂક્યા છે, અને આનંદ એલ રાયે ચાહકોને પ્રભાવિત કર્યા છે.
આ પણ વાંચો: ઓહો! આખરે મળી ગયો જેઠાલાલની દીકરીના લગ્નનો સિક્રેટ વિડીયો, તમે જોયો?