બોલીવુડ: બોલિવુડ સ્ટાર અને ખેલાડી અક્ષય કુમાર હાલ લંડનમાં ફિલ્મની શુટીંગ કરી રહ્યાં હતા, પણ તે હવે ભારત આવી ગયા છે, અક્ષય કુમારની માતાની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા, જેથી અક્ષય કુમાર પાછા આવી ગયા હતા.
Image Courtsey: @Akshay Kumar
રામ સેતુની શુટીંગ ઓક્ટોબર મહિનામાં શરુ
રિપોર્ટસની માનિએ તો, અક્ષય કુમાર તેમની બીજી ફિલ્મ રામ સેતુની શુટીંગ ઓક્ટોબર મહિનામાં શરુ કરવાના છે,જેમાં જેક્લિન ફર્નાડિઝ(Jacqueline Fernandez) , નુસરત ભરુચા (Nushratt Bharucha) પણ જોવા મળશે. ઓક્ટોબરથી શરુ થતા આ ફિલ્મની શુટીંગ 3 મહિના સુધી સતત ચાલુ રહેવાની છે. કોરોનાના કારણે ઘણી ફિલ્મોના શુટીંગ રુકી ગયા હતા, પણ જ કોરોનાની અસરના કારણે જ રામ સેતુ ફિલ્મના સેટનું લોકેશન પણ ચેન્જ થઇ ગયુ છે.
ફિલ્મની શુટીંગ શ્રીલંકામાં થવાની હતી
હવે રામ સેતુ ફિલ્મની શુટીંગ ગુજરાતમાં કરવામાં આવશે, પહેલા ફિલ્મની શુટીંગ શ્રીલંકામાં થવાની હતી, જે બાદ કોરોનાના કારણે તેને બદલીને કેરલમાં કરવાની પ્લાનિંગ કરવામાં આવી હતી, પણ હવે કોરોનાના કેસ કેરલમાં પણ વધી રહ્યાં છે, અને હાલત, પરિસ્થિતિને જોતા ફિલ્મની લોકેશનને ફરી એકવાર ચેન્જ કરી દેવામાં આવી છે. હવે ફિલ્મની સુટીંગ ગુજરાત (Gujarat)માં કરવામાં આવશે.
- ફિલ્મ એક ઐતિહાસિક સ્ટોરી દર્શાવવામાં આવશે
- ફિલ્મ રામ સેતુની શુટીંગ ગુજરાતમાં થશે
- અક્ષય કુમાર એક આર્કિયોલોજીસ્ટની ભુમિકામાં જોવા મળશે
- ફિલ્મની શુટીંગ શ્રીલંકામાં થવાની હતી
- ફિલ્મ ભારત સહિત 240 થી વધુ દેશમાં ઉપલબ્ધ થશે
ફિલ્મની શુટીંગ હવે ગુજરાતમાં થશે, રામ સેતુ ફિલ્મના સ્ટાર્સ હવે ગુજરાત આવશે. ફિલ્મમાં અક્ષય કુમાર પુરાત્ત્વ ના કિરદાર નિભાની રહ્યાં છે. રામ સેતુની વાત કરીએ તો તે એકઅતીત, વર્તમાનઅને ભવિષ્ય વચ્ચેનો સેતુ છે. આ સાથે જ ફિલ્મે અમેજોન પ્રાઇમ વિડીયોએ ભારતમાં ફિલ્મ નિર્માણમાં પહેલું પગલું માંડ્યુ છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની છે.
ફિલ્મમાં અક્ષય કુમાર એક આર્કિયોલોજીસ્ટની ભુમિકામાં જોવા મળશે, થિયેટર બાદ ફિલ્મ રામ સેતુ અમેઝોન પર રિલીઝ થશે, ભારત સહિત 240 થી વધુ દેશમાં ઉપલબ્ધ થશે.
ફિલ્મની સ્ટોરી ની વાત કરીએ તો નામ પરથી લાગી શકાય છે, ફિલ્મ એક ઐતિહાસિક સ્ટોરી દર્શાવવામાં આવી છે , વર્ષો થી ભારતીયોના એક ભરોસા પર આધારિત આ ફિલ્મ હશે. રામસેતુ ફિલ્મમાં અભિનેત્રી જેકર્લીન ફર્નાડીઝ અને નુસરત જહાં જોવા મળશે, જે પોતાના કેરેક્ટરમાં પણ મજબુત મહિલાઓનો પાર્ટ નિભાવતી જોવા મળશે, તેમના લુકને સીક્રેટ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સલમાન, શાહરુખ, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ સહિત 38 સ્ટાર્સ પર કોર્ટમાં કેસ
Android: http://bit.ly/3ajxBk4