Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeએન્ટરટેઈન્મેન્ટAkshay Kumar ની માતાનું 78 વર્ષની ઉંમરે નિધન

Akshay Kumar ની માતાનું 78 વર્ષની ઉંમરે નિધન

Akshay Kumar
Share Now

બોલિવૂડમાં અક્ષય કુમાર (Akshay Kumar)ને ખિલાડી તરીકે સૌ કોઈ ઓળખે છે. આ ખિલાડીએ તેમના જીવનમાં ઘણા બધા સંઘર્ષ કર્યાં છે. તેને એક ફેમિલી મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય કુમારને તેમના પરિવાર પ્રત્યે અત્યંત પ્રેમ છે. તે સૌથી વધારે તેમની માતાની સાથે વધારે નજીક હતો. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેમની માતા સાથે પોસ્ટ શેર કરતા હતા.

તાજેતરમાં જ અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે તેની માતાના નિધન વિશેની જાણકારી આપી છે.  તેની માતા લાંબા સમયથી બીમાર હતા. ફિલ્મ પ્રોડ્યૂસર અરુણા હરિઓમ ભાટિયા 78 વર્ષના હતા. અક્ષય કુમારે શોકાકૂલ થઈને માતને સમર્પિત એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

માતાને સમર્પિત Akshay Kumar ની પોસ્ટ

Akshay Kumar

IMAGE CREDIT: GOOGLE

અક્ષય કુમારે પોસ્ટમાં લખ્યું, તે મારા જીવનનો અભિન્ન અંગ હતી. આજે હું અત્યંત દુઃખ અનુભવી રહ્યો છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાનું આજે સવારે સ્વર્ગવાસ થયુ છે. તે બીજી દુનિયામાં આજે મારા પિતાને મળશે. હું તમારી દુઆનું સન્માન કરુ છુ કેમકે હું અને મારો પરિવાર અત્યંત શોકાકૂલ છીએ. આ મુશ્કેલીની વેળામાં અમને સાથ આપવા બદલ આભાર. ઓમ શાંતિ.

 

અક્ષય કુમાર (Akshay Kumar)ની આ પોસ્ટને જોયા બાદ ફેન્સ તેમના માતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સે કમેન્ટ કરીને અક્ષય કુમારને સાંત્વના આપી રહ્યાં છે. અક્ષય કુમાર તેમની માતાના ઘણા જ નજીક હતા. તે તેમની માતાની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરતા હતા.

આ પણ વાંચોઃ- કુછ દિન તો ગુજારો ગુજરાત મેં: ફિલ્મ ‘રામ સેતુ’ની શુટીંગ થશે ગુજરાતમાં…

લંડનમાં ફિલ્મનું શૂટિંગ છોડીને મુંબઈ પાછો ફર્યો અક્ષય

Akshay kumar

IMAGE CREDIT: GOOGLE

અક્ષય કુમારની માતાની તબિયત ઘણા સમયથી ઠીક નથી. 3 સપ્ટેમ્બરે અરુણા ભાટિયાને મુંબઈના હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે આઈસીયૂમાં હતી. તેમની હાલત ઘણી ક્રિટિકલ હતી. માતાની તબિયત ખરાબ થવાની વાત જ્યારે અક્ષય કુમારને ખબર પડી તે લંડનથી તરત જ મુંબઈ પાછો ફર્યો. એક્ટર લંડનમાં તેની ફિલ્મ સિંડરેલાનું શૂટિંગ કરી રહ્યો હતો.

અક્ષયે ફેન્સનો આભાર વ્યક્ત કર્યો

7 સપ્ટેમ્બરે અક્ષય કુમારે તેમની માતા માટે દુઆ કરનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એક્ટરે ઈન્સ્ટ પોસ્ટમાં લખ્યું હતુ. શબ્દોથી વધારે હું તમારા બધાના પ્રેમ અને દુઆઓથી ખુશ છુ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મારી માતાની હેલ્થ વિશે પૂછવા માટે. મારા પરિવાર માટે આ અત્યંત દુઃખદ સમય છે. તમારા બધાની પ્રત્યેક દુઆ મારા માટે ઘણી મહત્વ ધરાવે છે. મદદ માટે આભાર”

 

 

No comments

leave a comment