Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝઆ તો જોરદાર કે’વાય! અહી ક્યારેય વરસાદ જ નથી પડતો બોલો

આ તો જોરદાર કે’વાય! અહી ક્યારેય વરસાદ જ નથી પડતો બોલો

Share Now

અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે. ચારે તરફ એકદમ ભેજયુકત અને ઠંડુ વાતાવરણ છે. પહેલા વરસાદની તો વાત જ કઈક અલગ છે. ઉનાળાના તાપથી કંટાળેલા માનવો અને પ્રાણીઓ જયારે ધરતી પર છમ છમ બુંદો પડે છે, એટલે જાણે આખું જન-જીવન ખરા અર્થમાં જીવંત બની જાય છે. ખાસ કરીને ગુજરાતીઓના ઘરમાં તો પહેલા વરસાદમાં એક જ વસ્તુ બને છે એ છે ભજીયા. સાથે જ ઠંડા ઠંડા વરસાદમાં દાળવડા અને ચા પીવાની મજા પણ કઈક અલગ જ છે. ત્યારે ગુજરાતમાં તો માત્તર ચોમાસામાં જ વરસાદ પડતો હોય છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એવા પણ ગામડાઓ છે, જ્યાં બસ બારે મહિના ચોમાસું હોય છે. અને એવું પણ ગામ છે જ્યાં ક્યારેય વરસાદ જ નથી પડતો.

અલ-હુતૈબ (al hutaib) : જ્યાં ક્યારેય વરસાદ નથી પડતો!

al hutaib unique village where never rains

અલ-હુતૈબ (image credits- google image)

સૌ પ્રથમ વાત કરીએ મેઘાલયના માસિનરામ ગાંમની. આ ગામમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. અહિયાં બારે માસ ધુમ્મસછાયું વાતાવરણ હોય છે. જો વાર્ષિક રીતે વાત કરીએ તો અહી વર્ષ દમિયાન 1,871 મીમી વરસાદ પડે છે. એટલે તમે અંદાજો લગાવી શકો છો કે અહિયાં કેટલો જોરદાર વરસાદ પડતો હશે. મેઘાલયનું આ ગામમાં પર્વતીય વિસ્તારમાં આવેલું છે. જેના કારણે હિમાલયના શિખરો બંગાળની ખાડીમાંથી આવતા વાદળોને રોકી લે છે. આ વાદળો અહીં વરસી પડે છે.

હવે વાત કરીએ એક એવા ગામ વિશે જ્યાં ક્યારેય વરસાદ જ નથી પડતો. ના ના આ કોઈ રણપ્રદેશની વાત નથી. આ વાત છે એક સામાન્ય ગામની કે જ્યાં અત્યારે લોકો પણ વસવાટ કરે છે. આ ગામનું નામ છે અલ-હુતૈબ (al hutaib). આ ગામ એ યમનની રાજધાની સનાના પશ્ચિમમાં આવેલું છે. 

આ પણ વાંચો: શું આ ગામમાં પૈસાના ઝાડ છે? વિશ્વનું સૌથી અમીર ગામ: માધાપર 

al hutaib unique village where never rains

image credits- google image

આ ગામ એ પૃથ્વીની સપાટીથી 3,200 મીટરની ઊંચાઈ પર આવેલુ છે. આ સ્થળ પર દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. અને અહીનો સુંદર નજારાનો આનંદ માણે છે. પહાડો પર રહેતા લોકોના ઘર પણ ખુબ અદભુત છે. એ પણ એક રોમાંચક વિષય છે. અલ-હુતૈબની આસપાસનું વાતાવરણ ખૂબ જ ગરમ રહે છે. પણ શિયાળા દરમિયાન અહિયાં વહેલી સવારે વાતાવરણ ખૂબ જ ઠંડું હોય છે. પણ દિવસ શરુ થતા જ એટલે કે સૂર્યનું આગમન થતા જ અહી ખુબ ગરમી પડે છે. 

વરસાદ કેમ નથી પડતો?

al hutaib unique village where never rains

image credits- google image

અલ-હુતૈબની (al hutaib) બીજી વિશેસતા એ છે કે અહીં પ્રાચીન અને આધુનિક એટલે કે ગામ અને શહેરનો એકસાથે સુમેળ જોવા મળે છે. અહિયાં વસવાટ કરતા મોટા ભાગના લોકો યમની સમુદાયના છે, એટલે આ ગામને ‘અલ-બોહરા અથવા અલ-મુકરમા’ લોકોનો ગઢ કહેવામાં આવે છે.

આ સમુદાયના લોકો મુહમ્મદ બુરહાનુદ્દીનના નેતૃત્વવાળા ઈસ્માઈલી (મુસ્લિમ) સંપ્રદાયમાંથી આવે છે. મુહમ્મદ બુરહાનુદ્દીન પહેલા મુંબઈમાં રહેતા હતા. જેમનું ૨૦૧૪માં મૃત્યુ થયું હતું. તેની પહેલા તેઓ દર ત્રણ વર્ષે આ ગામની ચોક્કસપણે મુલાકાત લેતા હતા. 

આપણને સવાલ થાય કે આ ગામમાં વરસાદ કેમ નથી પડતો? તેનું કારણ એ છે કે આ ગામ પૃથ્વીની સમાન્ય સપાટી કરતા ઘણી ઉંચી સપાટી પર આવેલુ છે. એટલે કે આ ગામ વાદળોની પણ ઉપર આવેલું છે. વાદળો આ ગામની નીચે બને છે, અને ત્યાં જ વરસી જાય છે. જેના કારણે આ વાદળો એટલી ઉચાઇ પર ક્યારેય પહોચતા જ નથી. ખરેખર જવ્વલે જ જોવા મળતી આ એક વિશેષ ઘટના છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment