પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી (Delhi)-NCRમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જાહેરનામામાં કહેવામાં આવ્યુ છે કે, નવો આદેશ ન મળે ત્યાં સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેશે. આજે બુધવારથી ઓનલાઈન અભ્યાસ થશે. મંગળવાર રાત્રે CAQM (કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટ)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
CAQMએ Delhi અને અન્ય રાજ્યો સાથે બેઠક કરી
પ્રદૂષણને લઈને સુપ્રીમકોર્ટે લાલ આંખ કર્યા બાદ CAQMએ દિલ્હી અને તેનાં પાડોશી રાજ્યો સાથે બેઠક કરી હતી, જેમાં આ ઉપાયોની જાહેરાત કરી હતી. આ બેઠકમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અધિકારી હાજર હતા. NCRના મુખ્ય સચિવોને આ જવાબદારી સોંપાઈ છે.
વાહનો સામે પણ કડક પગલા ભરવા આદેશ
CAQMએ કહ્યું હતું કે ઓછામાં ઓછા 50 ટકા અધિકારીઓને વર્ક ફ્રોમ હોમની મંજૂરી મળવી જોઈએ. ખાનગી ઓફિસોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. 21 નવેમ્બર સુધી દિલ્હીમાં તમામ ટ્રકોની એન્ટ્રી પર પણ બેન લગાવાયો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, જીવન જરૂરી વસ્તુઓને લઈને આવતી ટ્રકોને જ એન્ટ્રી મળશે. આ ઉપરાંત મેટ્રો, એરપોર્ટને બાદ કરીને તમામ બાંધકામનાં કામો 21 નવેમ્બર સુધી બંધ રહેશે. 10 વર્ષ જૂના ડિઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો (Vehicles)સામે પણ કડક પગલા ભરવા પણ આદેશ અપાયો છે.
આ પણ વાંચો: દિલ્હીની પરિસ્થિતિ ખરાબ, સરકારની સંપૂર્ણ લોકડાઉન લગાવવા તૈયારી
Delhi નો AQI ખરાબ સ્થિતિમાં
ગઇકાલે મંગળવારે દિલ્હીનો AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) ગંભીર શ્રેણીમાં જતો રહ્યો હતો. 24 કલાકની સરેરાશ વાયુગુણવત્તા 403 નોંધાઈ હતી, જે આજે સવારે 379 નોંધાયો હતો.
કોણ અટકાવશે પ્રદૂષણ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4