Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝઅમદવાદમાં સૌ પ્રથમ વાર ૪૦ ફૂટ ઉચા હીચકા પર ઠાકોરજીને ઝુલાવવામાં આવ્યા!

અમદવાદમાં સૌ પ્રથમ વાર ૪૦ ફૂટ ઉચા હીચકા પર ઠાકોરજીને ઝુલાવવામાં આવ્યા!

Share Now

વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે…

આ ઉક્તિ આપણે બધાએ સાંભળી છે. જેનો અર્થ થાય છે ખરા અર્થમાં વૈષ્ણવ (vaishnav) તેને કહેવાય જે બીજી વ્યક્તિનું દુખ સમજે. ત્યારે આ ઉક્તિને સાર્થક કરી છે. વૈષ્ણવ સમાજના લોકોએ અને સાથે જ કલ્યાણ પુષ્ટી હવેલીના દ્વારકેશલાલજી મહારાજએ…

વૈષ્ણવ ઇન્નરફેટ પુષ્ટીમાર્ગીય ઓર્ગેનૈઝેશન (vaishnav 

અમદવાદના વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણ પુષ્ટી હવેલી એ, તમામ વૈષ્ણવ જનો માટે અસ્થાનું પ્રતિક છે. ઘણા બધા વૈષણવોની (vaishnav) તો સવાર જ શ્રીનાથજીના અદભુત મુખારવિંદના દર્શનથી થાય છે. અહીનું ભક્તિમય વાતાવરણ કોઈને પણ ભક્તિમાં ભાવ વિભોર કરવા માટે પુરતું છે. હવેલીના ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 ધ્વારકેશલાલજી મહારાજ દ્વારા એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યમ વર્ગીય પરિવારોને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પુષ્ટિભક્તિ માર્ગના આ દિવ્ય માર્ગ પર, જગદગુરુ શ્રી મદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દ્રષ્ટિકોણને સમાજ સુધી પહોચાડવા, અને સાથે જ આજથી સાડા પાંચસો વર્ષ પૂર્વની શ્રીમદ વલ્લભની જે આખી વિચારધારા છે. એ આજના એકવીસમી સદીના યુવાનોને પ્રેક્ટીકલી સ્પર્શ કરે તેવી છે. તેમાં એક જીવને બીજા જીવ તરફથી કઈ રીતે સહયતા મળી શકે. તેનું શ્રી વલ્લભે ખુબ ધ્યાન આપ્યું છે. જ્યાં સુધી કોઈ એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને પ્રસાદ ના જમાડે ત્યાં સુધી પોતે પણ ના જમવું…એવો પુષ્ટિ માર્ગનો પ્રાચીન નિયમ છે. ત્યારે આ નિયમને ધ્યાનમાં રાખતા, અને સાથે જ હાલની પરિસ્થિતિને જોવામાં આવે તો એવા ઘણા પરિવારો છે, જેમણે પોતાના સ્વજનોને કોવીડમાં ગુમાવ્યા છે. ત્યારે અંતે કોઈ પણ જીવનો આધાર એ અન્ન છે. તો એમની કેવી રીતે મદદ કરી શકાય?

જુઓ આ વિડીયો: 40 ફૂટ ઉંચો “હિંડોળા-ઉત્સવ”

ત્યારે મહારાજ શ્રીને વિચાર આવ્યો કે આવું તો એક ઉદાહરણ આપણી સમક્ષ આવ્યું છે. આવા તો કેટલાય લોકો પીડાતા હશે. અને તેમને નક્કી કર્યું કે આવા વૈષ્ણવ (vaishnav) સુધી અન્ન પહોંચડવું. વૈષ્ણવ ઇન્નરફેટ પુષ્ટીમાર્ગીય ઓર્ગેનૈઝેશન, એટલે વીપોના માધ્યમથી આ અન્ન વિતરણ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો. વડોદરામાં છેલ્લા ચાર મહિનાથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં અત્યારસુધીમાં 500થી વધુ પરિવારોને આ અન્ન કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આ કાર્યક્રમની શરૂઆત અમદાવાદમાં પણ કરવામાં આવી છે. હાલ ૧૦૦ જેટલા પરિવારોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પરિવારોને દર મહીને આ રાશન કીટો આપવામાં આવશે.

હવેલીમાં હિંડોળાનો ઉત્સવ શરુ…

અષાઢ વદ એકમથી શ્રાવણ માસ સુધી મંદિરો અને હવેલીમાં હિંડોળાનો ઉત્સવ શરુ થાય છે. હિંડોળાનો પર્વ ભક્તો માટે ખાસ હોય છે. મંદિરોમાં થતા આ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યમાં ભક્તો ઉમટી પડતા હોય છે. હિંડોળાનો લાભ લેવા માટે ભક્તોમાં પણ અનેરો થનગનાટ હોય છે. આ દિવસો દરમિયાન ભગવાનના હિંડોળાને અલગ અલગ રીતે શણગારવામાં પણ આવે છે.  

કલ્યાણ પુષ્ટિ હવેલીમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ ખુબ ધામ-ધૂમ અને ઉલ્લાસપૂર્વકથી ઉજવવામાં આવી રહ્યો છે. શ્રાવણ માસના હિંડોળામાં અલગ અલગ ઘટા થતી હોય, અલગ અલગ નિયમો લેવાતા હોય છે. દરેક વૈષ્ણવ જે વૈષ્ણવ સંપ્રદાયને જાણે છે, માણે છે, એ પોતાના ઘરે, ઠાકોરજીને ખુબ પ્રેમથી હિંડોળા જુલાવે છે. કલ્યાણ પુષ્ટિ હવેલીની વિશેષતા એ છે કે અહિયાં દર વર્ષે અલગ અલગ પ્રકારના વૈવિધ્યપૂર્ણ હિંડોળાઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ ભાદો મનોરથની સાથે સાથે સૌ પ્રથમ વાર ૪૩ ફિટની ઉંચાઈ ધરાવતા ઝૂલા પર ઠાકોરજીને ઝૂલાવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં પહેલી વાર આટલા ઉચા ઝૂલા પર ઠાકોરજીને ઝુલાવવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: ગણેશોત્સવની તૈયારીઓ શરુ

વરસતા વરસાદ વચ્ચે શ્રીનાથજી બાવા મનમોહક  

આ સિવાય શ્રીનાથજીને પણ અત્યંત મોહનીય વસ્ત્રો અને આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. શ્રાવણ  ભાદોમાં વરસતા વરસાદ વચ્ચે શ્રીનાથજી બાવા મનમોહક લાગી રહ્યા હતા. સમગ્ર વાતવરણ કીર્તન અને ધૂનના નાદથી ખુબ ભક્તિમય બની ગયું હતું. ભક્તો જાણે સમગ્ર ભક્તિમય વાતવરણમાં તરબોળ થઇ ગયા હતા. હિંડોળાત્સ્વ પૂરો થયા બાદ કલ્યાણ પુષ્ટી હવેલીની ભૂગર્ભમાં આવેલ યમુનાજીની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં ભકતો ભાવિભોર બનીને હર્ષ સાથે માં યમુના માટે આરતીની થાળી શણગારી હતી. યમુનાજી મહારાણી સુંદર વસ્ત્રોમાં અન્યંત સુંદર લાગી રહ્યા હતા. તેમની આરતી ભક્તોએ ભાવપૂર્વક ગાઈ હતી. અને ત્યારબાદ અંતમાં ગોવર્ધનજીની આરતી ઉતારવામાં આવી હતી.

ott indiaની ટીમ જયારે કલ્યાણ પુષ્ટી હવેલીએ પહોચી ત્યારે લોકોની જે શ્રધ્ધા હતી, ઠાકોરજી પ્રત્યે વૈષણવોની(vaishnav) જે અસ્ત્થા હતી, તે જોઇને એક વાત ચોક્કસથી કહી શકાય, કે અહી આવેલા તમામ લોકોની મનોકામના ઠાકોરજીએ પૂરી કરી જ હશે. ott india તરફથી તમામ વૈષ્ણવજનને જય શ્રી ક્રિષ્ના.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment