ઉત્તર પ્રદેશ (Uttar prasdesh)ના અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad high court) એક અહમ નિર્ણય લીધો છે. હાઇકોર્ટે (high court) ગઇકાલે ગુરૂવારે એક કેસને લઇને સુનાવણી હાથ ધરતા કહ્યું છે કે 15 વર્ષથી મોટી ઉંમરની પત્ની સાથેના શારીરિક સંબંધએ દુષ્કર્મ ગણાશે નહીં.
પતિની હાઇકોર્ટમાં અરજી
હાઇકોર્ટે (high court) પત્ની દ્વારા કરાયેલી અરજીની સુનાવણી હાથ ધરતા આરોપી પતિની જામીન અરજીને મંજુર કરી છે. આ કેસમાં પતિ પર દહેજ મામલે હેરાન ગતિ કરવા અને શારીરિક સંબંધનો આરોપ લગાવ્યો હતો. આ મામલાને લઇને કોર્ટે ઉલ્લેખ કર્યો છે કે આઇપીસીની કલમ 375 માં 2013 ના વર્ષના રોજ એક સુધારો કરવામાં આવ્યો છે જેમાં આ કેસને દુષ્કર્મ કેસમાં ગણવામાં આવતો નથી.
પતિ વિરુદ્ધ કેસ ફાઇલ
આ તકે જો કેસની વિગત વાર વાત કરીએ તો મુરાદાબાદમાં પત્નીએ પતિ વિરુદ્ધ દહેજ, મારપીટ અને જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધવાને લઇને કેસ ફાઇલ કર્યો હતો. તો આ જ મામલે પતિએ પણ અલ્હાબાદ હાઇકોર્ટ માં અરજી દાખલ કરી હતી.
ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ એક કેસ મામલે અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad high court) કહ્યું હતુ કે લગ્ન કરાવાનું વચન આપીને શારીરિક સંબંધ રાખવો તેને દુષ્કર્મ ગણવામાં આવે છે. હાઇકોર્ટે (high court) આ મામલાને લઇને કાયદો બનાવવા અંગેનું પણ સુચન કર્યુ હતુ.
અલ્હાબાદ હાઇકોર્ટે પહેલા પણ મહત્વના ચુકાદા આપ્યા
આ પહેલા પણ અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad high court) અનેક મામલે મહત્વની સુનાવણી હાથ ધરી છે. લગ્ન માટે પણ ધર્મપરિવર્તનને લઇ મહત્વની સુનાવણી હાથ ધરી હતી. જેમાં એક યુગલે લગ્ન કર્યા હતા, પરંતુ છોકરી હિન્દુ હોય અને મુસ્લિમ છોકરા સાથે કરેલા લગ્નને પગલે છોકરીના પરિવારને પસંદ ન હોય તેથી બંનેના જીવનમાં દરમિયાનગીરી કરતા હતાં. આ કેસને લઇને પરિવારજનોને જાણવા મળ્યુ હતુ કે તેની દીકરીનું લગ્નના એક મહિના પહેલા જ ધર્મપરિવર્તન કરવામાં આવ્યુ હતું. જેથી પરિવાર નાખુશ હતો. છોકરાના પરિવારે પહેલા ધર્મપરિવર્તન કરાવી અને બાદમાં લગ્ન કર્યા હતા. આ મામલાને ટાંકતા અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad high court) ઉલ્લેખ કર્યો હતો કે માત્ર લગ્નના ઉદેશ્યથી ધર્મ પરિવર્તન અસ્વીકાર્ય છે.
આ કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad high court) અરજીને ફગાવી દીધી હતી. આ મામલામાં યુવતી હિન્દુ હતી અને તેને ઇસ્લામ ધર્મનો સ્વિકાર કર્યા બાદ જ લગ્ન કર્યા હતા. આ મામલે કોર્ટે (court) પૃચ્છા કરી કે મુસ્લિમ છોકરાના ઇશારે માત્ર લગ્ન કરવાના હેતુથી કોઇ પણ યુવતીનું ધર્મપરિવર્તન કરવું તે કાયદેસર છે? કોર્ટે આ મામલોનો ટાંકીને ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો : CM કેપ્ટને પ્રશાંત કિશોરનું રાજીનામું કર્યું મંજૂર, ક્લિક કરી જાણો પંજાબથી હટી જવા પાછળનું કારણ
Android: http://bit.ly/3ajxBk4