Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝપાટીદાર CM બનાવવાની માંગ સામે અલ્પેશ ઠાકોરનો પડકાર

પાટીદાર CM બનાવવાની માંગ સામે અલ્પેશ ઠાકોરનો પડકાર

ALPESH THAKOR
Share Now

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. તેવામાં ગઈકાલે ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર(PATIDAR) આગેવાનોની એક બેઠક થઇ હતી. બેઠક પત્યા બાદ પાટીદાર આગેવાન નરેશ પટેલે જણાવ્યું હતુંકે પાટીદારો સાથે ખુબ અન્યાય થઇ રહ્યો છે. તેમજ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારનું નેતૃત્વ વધે અને પાટીદાર મુખ્યમંત્રી બને તેવી અમારી માંગ છે. તો બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોરે નરેશ પટેલની વાતને લઈને વળતો પ્રહાર કરતા કહ્યું કે ઓબીસી,દલિત અથવા આદિવાસી સમાજમાંથી મુખ્યમંત્રી બનવો જોઈએ. જેને લીધે હાલ ગુજરાતના રાજકારણ ગરમાવો આવ્યો છે.

વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે 6 મંત્રીઓ, 1નાયબ મુખ્યમંત્રી અને 44 જેટલા ધારાભ્યો પાટીદાર સમાજના છે તો પાટીદાર સમાજને અન્યાય કઈ રીતે થયો? પાટીદાર સમાજ એ ગુજરાતના બીજા સમાજ કરતા સુખી અને સમૃદ્ધ સમાજ છે ખુબજ ભણેલો ગણેલો સમાજ છે તેઓ આ રીતે જાતિવાદી વાત કઈ રીતે કરી શકે? અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે ગુજરાતના દલિત,આદિવાસી અને ઓબીસી જેવા ગરીબ સમાજમાંથી કોઈને મુખ્યમંત્રી(CHIEF MINISTER) બનાવવો જોઈએ. અગાઉ પણ પાટીદાર અનામત આંદોલન વખતે અલ્પેશ ઠાકોરે પાટીદારોની માંગણીનો વિરોધ કર્યો હતો પછી પાછળથી તેઓ હાર્દિક પટેલ સાથે સ્ટેજ પર આવ્યા હતા.

IMAGE CREDIT- ALPESH THAKOR FACEBOOK

 

અલ્પેશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ તેઓ ચૂંટણી હારી ગયા હતા. હાલ તેઓ ભાજપમાં છે અને પોતાનું OSS(ઓબીસી,એસ.સી, એસ.ટી) એકતા મંચ નામનું સંગઠન ચલાવે છે. ગુજરાતમાં પટેલ સમાજ પછી વસ્તીની દ્રષ્ટિએ ઠાકોર ખુબજ મોટી સંખ્યામાં છે. પરંતુ ઠાકોર સમાજ એ પાટીદાર સમાજ જેટલું વર્ચસ્વ રાજકારણમાં નથી ધરાવતો.આમ ગુજરાતના રાજકારણમાં પાટીદારોની મુખ્યમંત્રીની માંગણીના લીધે થઈને પાટીદાર VS. ઓલ એવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભાની ચૂંટણીપૂર્વે પાટીદાર પાવર કેટલો અસરકારક?

ગુજરાતના રાજકારણની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને વાત કરીએ તો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાનો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે રાજકીય જંગ થવાનો છે. અને આ ત્રણેય પક્ષોમાં મુખ્યત્વે પાટીદાર સમાજનું વર્ચસ્વ રહેલું છે. તેમજ ત્રણેય પાર્ટીમાં મહત્વના હોદ્દાઓ પર પણ પાટીદાર સમાજનું વર્ચસ્વ જોવા મળે છે.ભાજપમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, કોંગ્રેસમાં ગુજરાતના કાર્યકરી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલ અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા. અને બીજી બાજુ ઠાકોર સમાજની વાત કરીએ તો હાલ ગુજરાતના ઠાકોર સમાજમાં કોઈ કદ્દાવર નેતા નથી અને ઠાકોર સમાજનું આ ત્રણ મુખ્ય પક્ષોમાં એટલું વર્ચસ્વ પણ દેખાતું નથી. આમ હાલની દ્રષ્ટિએ પાટીદાર સમાજ એ સૌથી મજબૂત રાજકીય વગ ધરાવે છે. માટે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ચાહે કોઈ પણ પક્ષ જીતે પણ મુખ્યમંત્રી પાટીદાર સમાજનોજ હશે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી એવું હાલની પરિસ્થિતિએ લાગી રહ્યું છે. હવે જોવું રહ્યું કે અલ્પેશ ઠાકોર આટલા સક્ષમ સમાજ સામે એમના સમાજના મુખ્યમંત્રી બનાવવા માટે શું કરે છે?

No comments

leave a comment