Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeન્યૂઝગુનો કર્યા વિના જ પોલીસે 3 દિવસમાં 5 વખત વ્યક્તિની ધરપકડ કરી, કારણ જાણી તમે પણ ચોંકી જશો

ગુનો કર્યા વિના જ પોલીસે 3 દિવસમાં 5 વખત વ્યક્તિની ધરપકડ કરી, કારણ જાણી તમે પણ ચોંકી જશો

criminal
Share Now

એવું કહેવાય છે કે, એક ચહેરો ધરાવતા લગભગ 5 લોકો પૃથ્વી પર છે. પરંતુ આપણને ખબર જ નથી હોતી કે, આપણા ચહેરા જેવા લોકો ક્યાં છે? જો કે, ચીન (China)માં રહેતા એક વ્યક્તિનો ચહેરો ધરાવતો એક ગુનેગાર (criminal)તેની નજીક જ ક્યાંક હાજર હતો, જેના કારણે આ વ્યક્તિને માર સહન કરવો પડ્યો હતો.

criminal જેવા ચહેરાના પગલે વ્યક્તિ માટે અઠવાડીયુ ખરાબ રહ્યુ

ચીનના જિલિન પ્રાંતમાં રહેતા એક વ્યક્તિ માટે એક આખુ અઠવાડીયુ એટલું ખરાબ રહ્યું કે તે જિંદગી ભર તેને ભૂલી શકશે નહીં. મજેદાર વાત એ છે કે, તેમાં પેલા બિચારાનો કોઈ વાંક નહોતો, પરંતુ કુદરતે તેની સાથે એવી મજાક કરી કે તેને ગુના વગર જ જેલમાં જવું પડ્યું.

આ પણ વાંચો: બુટલેગર બન્યા બેફામ: મોડાસામાં નશામાં ધૂત બુટલેગરે હાઈવે પર બેફામ કાર હંકારી આતંક મચાવ્યો, ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો

આ વિચિત્ર ઘટના ઓક્ટોબર, 2021માં બની હતી. જિલિન પ્રાંતની પોલીસે (Police) 3 દિવસમાં 5 વખત એક જ વ્યક્તિની ધરપકડ કરી અને તેને છોડી મૂક્યો હતો. વાસ્તવમાં, તેનો ચહેરો વિસ્તારનો ગુનેગાર કે જેના પર ઇનામ લાગ્યુ છે તેની સાથે મળતો આવે છે, જે હાલમાં જેલ (Jail)માંથી ફરાર છે. આવી સ્થિતિમાં તેનું સરનામું આપનારા અલગ-અલગ લોકોએ 5 વખત એક જ વ્યક્તિનું સરનામું આપી દીધુ, જેનો ચહેરો લગભગ સંપૂર્ણપણે ગુનેગાર (criminal)ના ચહેરા સાથે મળતો આવે છે. જેણે પણ તેને જોયો, તેણે ઈનામ માટે તેનું સરનામું પોલીસને આપી દીધું અને પોલીસે તેને 5 વખત પકડ્યો. એક ખાનગી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ વ્યક્તિને કોઈ પણ ગુના વિના પોલીસે વારંવાર શોધી અને પકડ્યો હતો.

criminal જેવો જ ચહેરો

ગુનેગાર (criminal)જેલમાંથી ભાગી ગયા બાદ તેની તસવીર સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે પકડેલા શખ્સનો દેખાવ અને તેના વાળ પણ ગુનેગાર જેવા જ હતા. આવી સ્થિતિમાં, પોલીસ પણ તેને ગુનેગાર હોવાની ભૂલ કરી બેસતા હતા. આ સિલસિલો ત્યાં સુધી ચાલુ રહ્યો, જ્યાં સુધી 28 નવેમ્બરના રોજ અસલી ગુનેગાર પકડાયો નહીં. જો કે, ત્યાં સુધીમાં આ વ્યક્તિની ચર્ચા ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી. લોકોએ તેને સલાહ આપી કે, આગામી સમયે તે ગળામાં આઈડી કાર્ડ પહેરીને જ બહાર નિકળે જેથી કરીને આવી કોઇ પણ પરિસ્થિતિમાં સામનો ન કરવો પડે.

વિજય સુવાડાની ધરપકડ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment