Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeહેલ્થAlzheimer’s નું નિવારણ ઓક્સિજન થેરાપીથી લાવી શકાશે

Alzheimer’s નું નિવારણ ઓક્સિજન થેરાપીથી લાવી શકાશે

Alzheimer's
Share Now

ઈઝરાયલમાં તેલ અવીવ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં અલ્ઝાઈમર્સ (Alzheimer’s )ના નિવારણની દિશામાં એક મુખ્ય જાણકારી સામે આવી છે. ઉંદરો પર કરવામાં આવેલા આ રિસર્ચ માં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યુ છે કે, શુદ્ધ ઓક્સિજનને એક ચેમ્બરના માધ્યમથી દબાણની સાથે શ્વાસ લેવામાં આવે તો તેનાથી મગજની કાર્યક્ષમતા વધે છે. લોકોની કોગ્નેટિવ ક્ષમતા વધારે સારી થાય છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયલમાં છપાયેલી એક રિપોર્ટ અનુસાર, પશુઓમાંથી જાણવા મળ્યુ છે કે, ઓક્સિજન થેરાપી પ્લેક (પરત) નિર્માણ રોકવામાં મદદ કરી શકે છે. રિસર્ચ અનુસાર, આ શોધના પ્રમુખ લેખક પ્રોફેસર ઉરી એશર જણાવે છે કે, હું એમ નથી કહેતો કે, અલ્ઝાઈમર્સનું કાયમી નિવારણ થઈ શકે છે.

પરંતુ આ થેરાપીની મદદથી અલ્ઝાઈમર્સની ગંભીરતા તથા તેની વધવાની ગતિને ધીમે કરી શકાય છે. જોકે, આ દિશામાં હાલ અન્ય રિસર્ચની જરૂર છે. કેટલાક વર્ષોમાં જ લોકો આ થેરાપીથી લાભ થવાના શરૂ થઈ જશે.

Alzheimer’s ના રિસર્ચમાં ઉંદરો પર કરવામાં આવ્યા પ્રયોગો

  • આ રિસર્ચમાં પશુ પ્રયોગમાં ઉંદરોને સામેલ કરવામાં આવ્યા હતા. પ્રયોગ દરમિયાન અલ્ઝાઈમર્સ(Alzheimer’s) ની બીમારીમાં ચેતાતંતુઓમાં થતા નુકસાન જેવા કે, લક્ષણો, આનુવંશિક રૂપથી સંશોધિત 15 ઉંદરોને સામેલ કરવામાં આવ્યા હતા.
  • તેના પર ઓક્સિજન થેરાપીનો ઉપયોગ કરવા પર આ થેરાપી મસ્તિષ્કમાં એમિલાઈન નિર્માણ પર પ્રતિબંધ મૂકે છે. તે સાથે જ પહેલાથી રહેલા એમિલાઈડની પરતને પણ હટાવે છે. જોકે, એમિલાઈડનું એક પ્રકાર ‘મિશ્રિત ન થતુ પ્રોટિન’ હોય છે.
Alzheimer's

IMAGE CREDIT: GOOGLE

  • જેનાથી અલ્ઝાઈમર્સના રોગમાં નસોમાં થતા નુકસાનની ગંભીરતાને વધારનાકા કારકો પૈકી એક માનવામાં આવે છે. પ્રયોગ ઉપરાંત થેરાપી પ્રાપ્ત કરનારા ઉંદરોમાં એમિલાઈડના પરતનું પ્રમાણ એક તૃતિયાંશ જેટલો વધારો જોવા મળ્યો. મસ્તિષ્કમાં રહેલા એમિલાઈડની પરતનો આકાર સરેરાસ અડધાથી ઓછુ થઈ ગયુ છે.
  • નોંધનિય છે કે, અલ્ઝાઈમર્સ થવાથી મસ્તિષ્કમાં લોહિનું પ્રવાહ ઓછુ થઈ જાય છે, પણ શોધકર્તાઓએ થેરાપી પ્રાપ્ત કરેલા ઉંદરોના મગજમાં લોહિના પ્રવાહમાં સુધારાની સૂચના આપી.

આ પણ વાંચોઃ- Dyspraxia એટલે શું?? શું તમારા બાળકોમાં તો તેના લક્ષણો નથી ને?

રિસર્ચમાં કેટલાક ઉંદરોને એક કંટ્રોલ ગ્રૂપમાં રાખવામાં આવ્યા હતા, જેને ઓક્સિજન થેરાપી આપવામાં નહોતી આવી. એ ઉંદરોમાં થેરાપી આપેલા ઉંદરો કરતા ઘણી વધારે એમિલાઈડની પરત જોવા મળી છે.

શોધમાં ટીમે 60 વર્ષથી વધારે ઉંમરના છ લોકોને ભેગા કર્યા હતા, જેમાં અલ્ઝાઈમર્સ બીમારીના કોગ્નેટિ લક્ષણો હતા. રિપોર્ટ અનુસાર, 90 દિવસોમા ઓક્સિજન થેરાપીના 60 સત્રો બાદ, બધા લોકોના મસ્તિષ્કમાં તેમનું લોહિના પ્રવાહમાં સરેરાશ 20 ટકા સુધાર આવ્યો અને સ્મૃતિ પરીક્ષણોમાં સરેરાશ 16.5 ટકાનો સુધાર આવ્યો.

જોકે વિષયના રૂપમાં ઓછા માનવીઓને પ્રયોગમાં સામેલ કર્યાં હતા, પણ તેમાં ઓક્સિજન થેરાપી લાભ પ્રત્યક્ષ રીતે જોવા મળ્યા. ઉંદરોમાં પણ આ થેરાપીના લાભ મનુષ્યો પ્રમાણે જ જોવા મળ્યા છે.

હજુ ઘણાં રિસર્ચ કરવાની જરૂર છે. વધારે રિસર્ચ કરવાથી વધારે લાભ થઈ શકે છે. જેના લીધે એ લોકોની મદદ થઈ શકે છે જે અલ્ઝાઈમર્સની શરૂઆતથી પહેલા કે તે દરમિયાન કોગ્નેટિવ ક્ષમતાઓ ગુમાવી દે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment