Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝપંજાબના રાજકારણમાં દખલ ન કરો, નહીં તો ભારે નુકસાન થશે , કેપ્ટ્નનો સોનિયા ગાંધીને પત્ર

પંજાબના રાજકારણમાં દખલ ન કરો, નહીં તો ભારે નુકસાન થશે , કેપ્ટ્નનો સોનિયા ગાંધીને પત્ર

CAPTAIN WRITES LETTER TO SONIYA
Share Now

પંજાબ કોંગ્રેસ (Punjab Congress) માં આંતરિક વિખવાદ અટકવાનું નામ લેતો નથી. છેલ્લા ઘણા સમયથી પંજાબનું રાજકારણ ગરમાયુ છે અને કેપ્ટ્ન અને નવજોત સીધું વચ્ચે મતભેદ વધી રહ્યા છે અને એ પણ સતાને લઈને….સતત બેઠકો થઇ રહી છે…એમાં જ આંતરિક વિખવાદ થમવાની જગ્યાએ વધુ થઇ રહ્યો છે… હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સોનિયા ગાંધીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. અમરિન્દર સિંહે પત્ર લખીને કહ્યું છે કે હાઈ કમાન જબરદસ્તીથી પંજાબ સરકાર અને પંજાબ કોંગ્રેસના રાજકારણમાં હસ્તક્ષેપ કરી રહી છે અને કોંગ્રેસ હાઈ કમાને પંજાબ રાજ્યને સમજવું જોઈએ.

કેપ્ટ્નનો સોનિયા ગાંધીને પત્ર

કેપ્ટ્નની નારાઝગી પંજાબની ધરતી પર પણ જોવા મળી.. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘પંજાબમાં હાલાત એટલા અનુકૂળ નથી અને પાર્ટીમાં હાઈ કમાન દ્વારા કરવામાં આવી રહેલા હસ્તક્ષેપ અને નિર્ણયોનું નુકસાન આવનારા દિવસોમાં પાર્ટી અને સરકાર બંનેને ઉઠાવવું પડી શકે છે.’ કેપ્ટનના આ પત્રના કારણે નવજોત સિંહ સિદ્ધુની પંજાબ કોંગ્રેસ અધ્યક્ષની તાજપોશી અદ્ધરતાલે જતી રહી છે.

સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ ન બનાવવા પર અડ્યા છે અમરિન્દર

CONFLICT OF SIDHU AND CAPTAIN

REPUBLIC WORLD

છેલ્લા ઘણા દિવસોથી સોનિયા ગાંધીની નવજોત સિંહ સીધું સાથે મુલાકાત થઇ રહી છે …મુલાકાતમાં શું ચર્ચા થઇ આ તો બહાર નથી આવ્યું પરંતુ સૂત્રોના માટે મુજબ નવજોત સિંહ સિંધુને પ્રદેશ અધ્યક્ષ ની જવાબદારી સોંપાઈ શકે છે … મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને તેમના સમર્થક નેતાઓ પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવવાની વિરુદ્ધમાં છે. અમરિન્દર સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને અપીલ પણ કરી કે સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતની સંભાવના પર પ્રતિકૂળ પ્રભાવ પડશે. તેમણે આ પત્ર એવા સમયે લખ્યો છે કે જ્યારે એવી ચર્ચા છે કે કોંગ્રેસ હાઈકમાન સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ અને કોઈ અન્ય મહત્વપૂર્ણ ભૂમિકા આપી શકે છે. આ બધા વચ્ચે સિદ્ધુએ શુક્રવારે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી.

આ પણ વાંચો : બૂસ્ટર ડોઝ કેટલો જરૂરી છે?

હરીશ રાવત કેપ્ટનને મનાવશે

આ બાજુ સૂત્રોનું એ પણ કહેવું છે કે પંજાબ પ્રભારી હરીશ રાવત અમરિન્દર સિંહ સાથે શનિવારે મુલાકાત કરી શકે છે. જેથી કરીને તેમને મનાવી શકાય અને સમાધાનના ફોર્મ્યૂલાને અંતિમ સ્વરૂપ આપી શકાય. આ બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પાર્ટીની પંજાબ શાખાના અધ્યક્ષ પદ માટે સિદ્ધુના નામની ચર્ચા વચ્ચે શુક્રવારે પ્રદેશની વસ્તીના ધાર્મિક અને જાતિગત આંકડા રજુ કરતા પરોક્ષ રીતે એ વાતનું સમર્થન કર્યું કે આ પદની જવાબદારી હિન્દુ સમુદાયના કોઈ નેતાને મળવી જોઈએ. પંજાબ કોંગ્રેસના નેતા પવન દીવાને પણ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ બનાવવાની સ્થિતિમાં મંત્રી વિજય ઈન્દર સિંઘલા અને સાંસદ સંતોષ ચૌધરીને કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવી શકે છે.

મનીષ તિવારીએ ઈશારાઓમાં પણ સિદ્ધુનો વિરોધ કર્યો હતો

બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પાર્ટીના પંજાબ એકમના અધ્યક્ષપદ માટે સિદ્ધુના નામની ચર્ચા વચ્ચે શુક્રવારે રાજ્યની વસતિના ધાર્મિક અને જાતિના આંકડા રજૂ કરતાં પરોક્ષ રીતે આ મુદ્દાને સમર્થન આપ્યું હતું કે આ પદની જવાબદારી હિન્દુ સમુદાયના કોઈ નેતાને આપવી જોઈએ.

પંજાબ કોંગ્રેસમાં કેપ્ટન વિરુદ્ધ મોરચો

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પંજાબ કોંગ્રેસમાં ખુલીને આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને અન્ય કેટલાક નેતાઓએ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. પાર્ટીમાં કલેહ દૂર કરવા માટે કોંગ્રેસ હાઈકમાને રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં 3 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ મુખ્યમંત્રી સમેત પંજાબ કોંગ્રેસના 100થી વધુ નેતાઓના પ્રતિભાવ જાણ્યા અને પછી પોતાનો રિપોર્ટ હાઈ કમાનને સોંપ્યો. તાજેતરમાં અમરિન્દર સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત કરી હતી. સિદ્ધુ પણ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા.

PUNJAB POLITICS

HINDUSTAN TIMES

એક મ્યાન એમાં ૨ તલવાર જેવી પરિસ્થિતિ પંજાબમાં

કહી શકાય કે પંજાબમાં આ કહેવત લાગુ પડે છે કે ” એક મ્યાન છે અને એમાં ૨ તલવાર નાખવાની છે” જેવી રીતે પંજાબમાં ૨ ચહેરાઓ સામે સામે લડી રહ્યા છે ..એક તરફ અમરિન્દર સિંહ અને બીજી તરફ નવજોત સિંહ સીધું…કેપ્ટ્ન સાથે બધા જ મંત્રીઓ છે જયારે સિદ્ધુ પાસે દિલ્હી દરબારના અઘ્યક્ષ છે..સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળે છે કે જો નજોત સિદ્ધુને જવાબદારી આપીએ તો પંજાબમાં પાર્ટી તૂટી શકે છે જેને લઇ મોટું નુકસાન થઇ શકે …અને એટલે જ આજ હરીશ રાવતને ચંદીગઢ પાંચ મોકલવામાં આવ્યા. તો જોવાનું રહ્યું કે શું પાર્ટી હાઇકમાન નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી આપે છે કે પછી સસ્પેન્સ યથાવત રહે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment