પંજાબમાં સિદ્ધુ અને અમરિન્દર સિંહ વચ્ચે સતત વિવાદો થતા રહે છે. પંજાબમાં ચૂંટણી હમણાં જ છે અને એમાં પણ કોંગ્રેસમાં ઘમાસાણ. હાલમાં પણ પંજાબમાં રાજનીતિ ગરમાઈ છે. પંજાબ કોંગ્રેસના સાત નેતાઓએ પ્રદેશ પ્રભારી હરીશ રાવતને દહેરાદૂન મળીને કેપ્ટનની ફરિયાદ કરી હતી. પરંતુ રાવતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજ્યમાં મુખ્યમંત્રી પદે કોઈ ફેરફાર થશે નહીં. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી અમરિન્દર સિંહના નેતૃત્વમાં લડવામાં આવશે. બીજી તરફ કેપ્ટન અમરિન્દર સિંહની પત્ની પરનીત કૌરે નવજોત સિંહ સિદ્ધુની સામે બળવો પોકારી કહ્યું હતું કે, પંજાબમાં સીએમ બદલવામાં આવશે નહીં. પંજાબમાં અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તેના માટે સિદ્ધૂ જવાબદાર છે.
We will contest 2022 Punjab elections under the leadership of Captain Amrinder Singh: AICC in-charge of Punjab, Harish Rawat pic.twitter.com/iQqE8u4f3V
— ANI (@ANI) August 25, 2021
નવજોત સિંહ સિદ્ધૂ પર પ્રહાર કર્યા
કેપ્ટન અમરિન્દર સિંહની પત્ની અને લોકસભા સાંસદ પરનીત કૌરે પંજાબમાં ચાલતા રાજકીય ઘમાસાણને લઈને પાર્ટી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લાં સાડા ચાર વર્ષથી પંજાબ કોંગ્રેસમાં બધુ યોગ્ય ચાલતુ હતું. પરંતુ છેલ્લાં બે મહિનાથી એવુ શું થયુ કે કેપ્ટન અમરિન્દર સિંહને લઈ સવાલ ઉભા થવા લાગ્યાં. પરનીત કૌરે કહ્યું કે, અત્યારે જે કંઈ કોંગ્રેસમાં થઈ રહ્યું છે તેની પાછળ સિદ્ધૂ જવાબદાર છે. સિદ્ધૂ પોતાના એડવાઈઝરો પર અંકુશ રાખી રહ્યાં નથી. તેમણે કહ્યું કે, કોઈના કહેવાથી પંજાબમાં મુખ્યમંત્રીમાં ફેરફાર કરાશે નહીં. સીએમ કોને બનાવવા તે કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરશે.
આ પણ વાંચો : રાણે ના પુત્રએ મનોજ બાજપેયીની ક્લિપ શેર કરીને ફિલ્મી અંદાજમાં Shiv Sena ને આપ્યો કડક સંદેશ
30 ધારાસભ્યોએ કેપ્ટનને હટાવવાની મોટી માંગ કરી
ગઈ કાલે કેપ્ટનની સામે 30 ધારસભ્યોએ મોરચો ખોલી દીધો છે જેમાં કેટલાક તો કેબિનેટ મંત્રી પણ સામેલ છે. 30 ધારાસભ્યોએ કેપ્ટનને હટાવવાની મોટી માગ કરી છે. કેબિનેટ મંત્રી તૃપ્ત રાજેન્દર બાજવાના ઘેર તમામ અસંતુષ્ટ ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ બાજવાએ જણાવ્યું કે સીએમ સાહેબ કોંગ્રેસમાં ભાગલા પડાવવા માગે છે તેથી મારા સહિત બધાની માગ છે કે સીએમને બદલી નાખવા જોઈએ અને તો જ કોંગ્રેસ બચી શકશે.બેઠકમા હાજર રહેલા કેબિનેટ મંત્રી સુખવિન્દર રંધવા અને ચરણજીત સિંહ ચન્નીએ પણ કેપ્ટન પર સવાલ ઉઠાવીને તેમને બદલવાની માગ કરી હતી. મંત્રી ચરણસિંહ ચન્નીએ કહ્યું કે ચૂંટણી સમયના ઘણા વાયદાઓ હજુ અધૂરા છે. શરાબ, રેત અને કેબલ માફિયા હજુ પણ મોજૂદ છે. સિંહ સિદ્ધુની સાથેની બેઠકમાં હાજર હતા તે તમામ ધારાસભ્યો આ વખતની બેઠકમાં પણ હાજર રહ્યાં છે. જે ધારાસભ્યોએ સિદ્ધુ માટે કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની લડાઈમાં સાથ આપ્યો હતો તેઓ તમામ હવે કેપ્ટન અમરિન્દરને હટાવવાની માગ કરી છે.
સિદ્ધૂ અને અમરિન્દર સિંહ વચ્ચે મતભેદ નથી
ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધૂ અને કેપ્ટન અમરિન્દર સિંહની વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને રાવતે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમરિન્દર સિંહે જાતે કોંગ્રેસ પ્રમુખ નવજોત સિદ્ધૂનું સ્વાગત કર્યુ હતું અને હાઈકમાન્ડના નિર્ણયનું સ્વાગત કર્યુ હતું. હું આ મામલાને ઉકેલવાની કોશિશ કરીશ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt