Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝએમેઝોન-ગુજરાત સરકાર ડીલથી નારાજ વેપારી સંગઠન, CAITએ કરી રૂપાણી સરકારની ટીકા

એમેઝોન-ગુજરાત સરકાર ડીલથી નારાજ વેપારી સંગઠન, CAITએ કરી રૂપાણી સરકારની ટીકા

Amazon-Gujarat Government Deal : CAIT criticizes Gujarat government for tying up with Amazon
Share Now

નવી દિલ્હી: એમેઝોન ઈન્ડિયાએ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે એક કરાર (Amazon-Gujarat Government Deal) પર હસ્તાક્ષરો કર્યા છે. આ હેઠળ તે રાજ્ય બહાર ઈ-કોમર્સ નિકાસમાં મદદ કરશે. કરાર પ્રમાણે, એમેઝોન રાજ્યમાંથી લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ (MSMEs)ને તાલિમ આપશે અને તેણે એમેઝોન ગ્લોબલ સેલિંગના બોર્ડ પર લાવવામાં આવશે જેથી ભારતમા નિર્મિત પોતાના અદ્ભુત ઉત્પાદનોને 200થી વધુ દેશો અને ક્ષેત્રોમાં કરોડોની સંખ્યામાં એમેઝોન ગ્રાહકો વચ્ચે વેચવામાં મદદ મળશે. ત્યારે દેશભરના વેપારી સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ મંગળવારે ઈ-કોમર્સ કંપની એમેઝોન સાથે એક સહમતિ પત્ર (MoU) પર હસ્તાક્ષર કરવા અંગે ગુજરાત સરકારની ટીકા કરી છે. કેટે આરોપ લગાવ્યો છે કે અમેરિકાની ઈ-કોમર્સ કંપની પ્રતિસ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓમાં શામેલ છે.

Amazon-Gujarat Government Deal : CAIT criticizes Gujarat government for tying up with Amazon

ડીલથી કેટ નારાજ

કેટે એક નિવેદનમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા એક કાયદો તોડનાર કંપની સાથે હાથ મેળવીને ગુજરાતના વેપારીઓ સિવાય સમગ્ર દેશભરના વેપારીઓને ફ્રોડ થતું હોય તેવું લાગી રહ્યું છે. કેટ આ રીતના એમઓયુ(MoU)નો વિરોધ કરશે. વ્યાપારી સંગઠને કહ્યું કે, એક તરફ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI) અને પ્રવર્તન નિદેશાલય (ED) જેવી કેન્દ્રીય એજન્સીઓ એમેઝોન વિરુદ્ધ પ્રતિસ્પર્ધા વિરોધી વ્યવહારો અને ઈ-કોમર્સ નિયમોના ભંગ બદલ તપાસ કરી રહી છે અને બીજી તરફ ગુજરાત સરકાર તેની સાથે હાથ મિલાવી રહી છે. કેટે કહ્યું કે, તે આ મુદ્દે ભાજપા ચેરમેન જેપી નડ્ડા અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ સામે ઉઠાવશે.

આ પણ વાંચો : મોંઘવારી: દેશની આ દિગ્ગજ કંપનીએ વધાર્યા રોજીંદી જરૂરીયાતની ચીજ-વસ્તુના ભાવ

ડીલ અંગે એમેઝોનનું નિવેદન

એમેઝોન ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં ગુજરાત સરકાર સાથે કરાર (Amazon-Gujarat Government Deal) અંગેની જાહેરાત કરી છે, જે હેઠળ તે રાજ્યના નાના અને મધ્યમ વેપારીઓને એમેઝોન ગ્લોબલ સેલિંગ માટે તાલીમ આપશે. તેનાથી આ કારોબારી 200થી વધુ દેશો અને વિસ્તારોમાં કરોડો એમેઝોન ગ્રાહકોને પોતાના ઉત્પાદનો વેચી શકશે. એમેઝોન ગ્લોબલ સેલિંગ (Amazon Global Selling) કંપનીઓને તેના ઈ-કોમર્સ પ્લેટફોર્મ (E Commerce Platform)નો ઉપયોગ કરીને વૈશ્વિક સ્તરે પોતાની બ્રાન્ડ રજૂ કરવામાં મદદ કરે છે. નિવેદનમાં જણાવાયું છે કે, એમેઝોન અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ અને રાજકોટ જેવા શહેરોના નાના અને મધ્યમ નિકાસકારો માટે તાલીમ, વેબિનાર અને ઓનબોર્ડિંગ કાર્યશાળાઓ આયોજીત કરવામાં આવશે. એમેઝોને કહ્યું કે, આ પહેલથી ગુજરાતના નિકાસકારોને તેના 17 વિદેશી બજારોના માધ્યમથી દુનિયાભરમાં 30 કરોડથી વધુ ગ્રાહકો સુધી પહોંચ મળશે.

Amazon-Gujarat Government Deal : CAIT criticizes Gujarat government for tying up with Amazon

વેપારીઓને મળશે આ લાભ

એમેઝોન ગ્લોબલ સેલિંગ ઉત્સાહિત ભારતીય MSMEs માટે તેમના વેપારનો વિસ્તાર વધારવા અને ભારતમાં ગમે ત્યાંથી તેમની બ્રાન્ડ્સ વૈશ્વિક સ્તરે શરૂ કરવા માટે પ્રારંભિક અવરોધને હળવા કરશે. આ કાર્યક્રમ દ્વારા, સ્થાનિક વેપારીઓને પ્રથમ દિવસથી વૈશ્વિક બજારોમાં ત્વરિત પ્રવેશ આપવામાં આવશે. એમેઝોનની વિતરણ ક્ષમતા અને વૈશ્વિક હાજરીને આભારી, તેમને ઝડપથી વૃદ્ધિ કરવામાં અને ટકાઉ નિકાસ વ્યવસાય બનાવવામાં મદદ કરશે.

No comments

leave a comment