Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝએમાઝોન ભારતમાં ખોલશે નોકરીનો પિટારો, 1 લાખ 10 હજાર લોકોને આપશે રોજગારી

એમાઝોન ભારતમાં ખોલશે નોકરીનો પિટારો, 1 લાખ 10 હજાર લોકોને આપશે રોજગારી

Amazon India Job Vacancy : E Commerce Giant to Employee 1.10 Lakh Before Festive Season
Share Now
  • ફેસ્ટિવ સીઝન પૂર્વે એમાઝોને કમરી કસી
  • એમાઝોન ભારતમાં ખોલશે નોકરીનો પિટારો, 1 લાખ 10 હજાર લોકોને આપશે રોજગારી

અમદાવાદ : જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. એમેઝોન ઈન્ડિયાએ તહેવારોની સીઝન પહેલા ભારતમાં નોકરીઓ(Amazon India Job Vacancy)નો પીટારો ખોલ્યો છે. ખરેખર એમેઝોન ભારતમાં 110,000 લોકોને નોકરી આપવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત ઈ-કોમર્સ કંપની દેશના કુલ 35 શહેરોમાં કોર્પોરેટ, ટેકનોલોજી, કસ્ટમર કેર સર્વિસ અને ઓપરેશન સેક્ટરમાં ભરતી થશે.

 

Amazon India Job Vacancy

Amazon India Job Vacancy

એમેઝોન ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તેણે તહેવારોની સીઝન પહેલા તેના ઓપરેશન્સ નેટવર્કમાં 1,10,000 થી સીઝનલ નોકરી (seasonal job)ની તકો ઉભી કરી છે. એમેઝોન ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ ભરતીમાં મુંબઈ, દિલ્હી, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ અને ચેન્નઈ જેવા શહેરોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો  : ..તો પછી એક જ ચાર્જરથી થશે દુનિયાના તમામ ફોન ચાર્જ ? i-Phone ધારકો માટે માઠાં સમાચાર

અત્રે ઉલ્લેખનીય છે કે આ નવી નોકરીઓ એમેઝોને તાજેતરમાં જાહેર કરેલી 8,000 નોકરીઓ ઉપરાંત છે. કંપનીએ તાજેતરમાં જ કહ્યું હતું કે તે આ વર્ષે 8000 જગ્યાઓ માટે ભરતી(Amazon India Job Vacancy) કરવા જઈ રહી છે. 8000 જગ્યાઓ માટે ઉમેદવારોની સીધી ભરતી થશે. આ 8000 નોકરીઓ ઉપરાંત, ઈ-કોમર્સ દિગ્ગજે 2025 સુધીમાં દેશભરમાં 10 લાખ નવી રોજગારીની તકો ઉભી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

E Commerce Giant Amazon to Employee 1.10 Lakh in India Before Festive Season

 

અમે શારીરિક અશક્ત માણસો, પૂર્વ સૈનિકો અને ખાસ કરીને મહિલાઓ પર વધુ ફોક્સ કરી રહ્યાં છીએ અને તેમને રોજગાર આપવા શક્યતાઓ શોધી રહ્યાં છીએ તેમ એમેઝોનના ટોચના પદાધિકારી અખિલ સક્સેનાએ કહ્યું છે.

આ નવા કર્મચારીઓમાંથી મોટા ભાગના કર્મચારીઓ એમેઝોનના હાલના સપોર્ટિંગ નેટવર્કમાં જોડાશે અને ગ્રાહકોને અને અન્ય સ્ટાફને સલામત તથા અસરકારક રીતે ઓર્ડર લેવા, પેક કરવા, શિપ કરવા અને પહોંચાડવા માટે મદદ કરશે. નવી ભરતીમાં ગ્રાહક સેવા સહયોગીઓનો પણ સમાવેશ થશે, જેમાંથી કેટલાક વર્ચ્યુઅલ ગ્રાહક સેવા મોડેલનો ભાગ છે જે ઘરે બેઠા આરામથી કામ કરવાની સુવિધા આપે છે.

આ પણ વાંચો  : 3 દાયકા અગાઉ 1000 અને આજે 60,000ને પાર નીકળેલ બોમ્બે સ્ટોક એક્સચેન્જની અત્યારસુધીની સફર પર એક નજર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment