વિશ્વની સૌથી મોટી ઓનલાઇન રિટેલર કંપની (Company)એમેઝોન (Amazon)છે. તેના ત્રણ પદાધિકારીઓએ વ્હિસલબ્લોઅર બનીને કંપની પર મોટા આક્ષેપો કર્યા છે. મળતી માહિતી અનુસાર એમેઝોન પર તેના કાયદાકીય પ્રતિનિધિઓ દ્વારા ભારત સરકાર (Indian Government)ના અધિકારીઓને લાંચ (Bribery)આપવાનો આરોપ છે. તે માટે તેમણે કંપની (Company)ની કાનૂની ફી ચુકવણીનો ઉપયોગ કર્યો છે.
એમેઝોન (Amazon)પર આટલી રકમની ચૂકવણી કરવાનો આરોપ
મીડિયા અહેવાલો અનુસાર, ભારતમાં એમેઝોન સાથે સંકળાયેલી કંપનીઓએ નાણાકીય વર્ષ 2018-19 અને 2019-20માં 42 હજાર કરોડ રૂપિયાથી વધુની આવક ઉભી કરી છે. આ કમાણીનો 20 ટકા એટલે કે 8500 કરોડ રૂપિયાથી વધુ રકમ કાનૂની ખર્ચ તરીકે ચૂકવવામાં આવી હતી. અહેવાલો અનુસાર આ કાનૂની ખર્ચનો કેટલોક હિસ્સો લાંચ માટે વપરાયો છે.
કંપનીએ કેટલા ચૂકવ્યા?
એવું કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19 અને 2019-20 માં ભારતમાં એમેઝોનની આવક 24 હજાર કરોડ રૂપિયા અને 18 હજાર કરોડ રૂપિયાથી વધુ હતી. તે દરમિયાન કંપનીએ કાનૂની ફી તરીકે 5100 કરોડ રૂપિયા અને 3400 કરોડ રૂપિયાથી વધુ ચૂકવ્યા.
આ પણ વાંચો: ટેલિકોમ પેકજથી સરકારી તિજોરીને લાગશે ૧૪૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો
મળતી માહિતી મુજબ આ આરોપો બાદ એમેઝોને તેના કાયદાકીય પ્રતિનિધિ (Legal representative)ઓ સામે તપાસ હાથ ધરી છે જેમણે ભારત સરકારના અધિકારી (Officer)ઓને કથિત રીતે લાંચ આપી છે. આ તકે એમેઝોને તેના વરિષ્ઠ કોર્પોરેટ વકીલ (Advocate)રાહુલ સુંદરમને રજા પર મોકલી દીધા છે.
એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે, અમે ભ્રષ્ટાચારને બિલકુલ સહન કરતા નથી. અમે કંપની સામેના અયોગ્ય વ્યવહારના આરોપોને ગંભીરતાથી લઈએ છીએ. તેની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમે હાલમાં કોઈપણ તપાસની સ્થિતિ પર ટિપ્પણી કરી રહ્યા નથી.
સીબીઆઈ (CBI)તપાસની માગ કરી
ઘણી ભારતીય બિઝનેસ સંસ્થાઓ એમેઝોન જેવી વૈશ્વિક ટ્રેડિંગ કંપનીઓના બિઝનેસ (Business)મોડલનો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે, કારણ કે આ ઈ-કોમર્સ (E Commerce)કંપનીઓ અહીંના નાના વેપારીઓ માટે ખતરો છે. હવે જ્યારે એમેઝોન પર સરકારી અધિકારી (Government Officer)ઓને લાંચ આપવા માટે તેના નાણાંનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે, ત્યારે આ સંસ્થાઓમાં હિલચાલ શરુ થઇ છે.
CAIT એટલે કે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ભારતના 7 કરોડ વેપારી (Traders)ઓનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. તેમણે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal)ને પત્ર લખીને આ મામલાની સીબીઆઈ (CBI)તપાસની માગ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે મંત્રાલયની આ માગ અને આ સમગ્ર મામલે શું પ્રતિભાવ છે.
માર્કેટમાં આવ્યું OLA નું ઇલેક્ટ્રિક સ્કુટર જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4