દેશના સૌથી અમીર વ્યક્તિ રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી છે, જેમણે સોલર પાવર ક્ષેત્રમાં ( Solar domination ) 10 અરબ ડોલર નિવેશ કરવાનો પ્લાન બનાવ્યો છે, પણ સાથે સાથે સોલર પાવર ક્ષેત્રમાં ( Solar domination) નિવેશમાં સામે અદાણીમાં પણ રેશમાં છે. ટ્વીસ્ટની વાત એ છે કે, અદાણી ગૃપના માલિક ગૌતમ અદાણી પહેલાંથી આ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી રહ્યાં છે. મુકેશ અંબાણીના બિઝનેસની જો વાત કરીએ તો તેમણે પોતાનું એક અલગ જ સામ્રાજ્ય વસાવ્યુ છે, તેમણે રિટેલ અને ટેલિકોમ બિઝનેસ, પેટ્રોકેમિક્લસ બિઝનેસ એક રીતે તેમના ઔધોગિક સામ્રાજ્ય ઉભુ કરી લીધુ છે.
શું અંબાણી હવે અદાણીના રસ્તે ચાલશે?
Image Courtesy : Bloomberg
અંબાણીએ અત્યાર સુધી તેના બિઝનેસમાં રિટેલ અને ટેલિકોમ જેવાં ક્ષેત્રોમાં પોતાનો પરચમ લહેરાયો છે, જ્યારે અંદાણીએ ઇફ્રા અને યુટીલિટીઝ ક્ષેત્રમાં સફળતા મેળવી છે, તો સવાલ એ છે કે, શું અંબાણી હવે અદાણીના રસ્તે ચાલશે? બંને પોત પોતાની રીતે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે. ગૌતમ અદાણી અને અંબાણી બંને પોતપોતાના કામમાં કુશળ છે. ત્યારે કોણ બાજી મારી જાય છે તો જોવાનુ રહ્યુ.
- પાંચ વર્ષમાં ટેલિકોમ ક્ષેત્રમાં નંબર વન સ્થાન
- જીયોમાં પણ કંપની 42 કરોડ ગ્રાહકો સાથે જોડાયેલી છે
- અદાણીએ વિજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, પોર્ટસ અને એરપોર્ટસ ના બિઝનેસ પર ફોકસ
- ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વધારીને 2030 સુધી 450 ગિગાવાટ (GW) કરવાનો લક્ષ્યાંક
- ભારતમાં 2030 સુધીમાં સોલર ટેરિફ પાવર ઘટી શકે
મુકેશ અંબાણી હોય કે ગૌતમ અદાણી બંને ગુજરાતી છે અને આપણા ગુજરાતના છે, સાથે સાથે બંને જ અબજોપતિઓની લિસ્ટમાં સામેલ છે, એકબીજાને ટક્કર આપતા રહે છે. બિઝનેસ કરતો તે તેમની આવડતમાં જ છે, કોઇ પણ મોટા પ્રોજેક્ટ હાંસલ કરવા માટે તે આક્રમક બોલીઓ પણ લગાવે છે.
Image Courtesy : Rediff.com
અંબાણી અને અદાણીની જંગમાં સીધો ફાયદો આમ આદમીને?
જ્યારે પણ દેશના PM કોઇ અનાઉસમેન્ટ કરે છે તેમાં કોઇ વસ્તુ પર ભાર આપતા હોય છે, અથવા તો તે વસ્તુને બઢાવો આપતા હોય ઠે, ત્યારે PM મોદીએ દેશમાં હવે ગ્રીન એનર્જીની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ભાર આપી રહ્યાં છે, સરકારનું માનીએ તો સરકારને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વધારીને 2030 સુધી 450 ગિગાવાટ (GW) કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રિલાયન્સ ઇન્ડ્ર્સ્ટીના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગૃપના પ્રમુખ ગૌતમ અદાણી વચ્ચે સોલર પાવર ક્ષેત્રને લઇને જંગ થાય છે તો આનો ફાયદો સીધો જ આમ આદમીને મળશે, આ જંગથી સોલર પાવરની કિંમતમાં ઘટાડો જોવા મળશે. જેનો સીધો ફાયદો આમ આદમીને મળશે.
Image Courtesy : ©flucas/Fotolia
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીના જો બિઝનેસની વાત કરીએ તો, વિજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, પોર્ટસ અને એરપોર્ટસ ના બિઝનેસ પર ફોકસ કર્યું છે.
સોલર પાવર ક્ષેત્રમાં ભારત
ભારત દેશની વાત કરીએ તો, આપણા દેશમાં સોલર પાવર ઉત્પાદનમાં દુનિયામાં સૌથી પાછળ આપણે છીએ, જેમાં વાત કરીએ જો ગુજરાતની તો ગુજરાતમાં થયેલી હરાજીમાં દર પ્રતિ કિલોવોટ કલાકના 2 રુપિયાથી પણ ઓછા છે. ભારતમાં 2030 સુધીમાં સોલર ટેરિફ પાવર ઘટી શકે છે, તેવી આશાઓ છે, ઇન્સ્ટીટ્યુટ ઓફ એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાઇનેશિયલ એનાલિસિસની ટીમ બકલેએ જમાવ્યુ હતુ કે 2030 સુધીમા ભારતમાં સોલર ટેરિફ ઘટીને એક રુપિયા પ્રતિ કિલોવોટ થઇ જશે.
આ પણ વાંચો: બિલ ગેટ્સ કે Warren Buffett નહી, પણ આ ભારતીય છે સદીના સૌથી મોટા દાનવીર
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4