Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝઅંબાણીની બિગ ડીલ પર સુપ્રિમની બ્રેક: એમાઝોનના તરફેણમાં આપ્યો ચુકાદો

અંબાણીની બિગ ડીલ પર સુપ્રિમની બ્રેક: એમાઝોનના તરફેણમાં આપ્યો ચુકાદો

Supreme Court Halts Ambani’s BIG Deal: Uphold Singapore order against Reliance-Future Retail deal
Share Now

નવી દિલ્હી : ભારતીય કોર્પોરેટ જગતના સૌથી ચર્ચિત કેસોમાંના એક રિલાયન્સ-બિગબજાર-એમાઝોન કેસ(Ambani BIG Bazaar)માં અંતે આજે ભારતીય સુપ્રિમ કોર્ટે સુપ્રિમ ચુકાદો આપ્યો છે. કોર્ટે એમાઝોનની અંબાણીની 24 હજાર કરોડની બિગ ડીલ સામે કરેલ અરજીના કેસમાં વિદેશી ઈ-કોમર્સ કંપની એમાઝોનના તરફેણમાં નિર્ણય આપ્યો છે.

Ambani BIG Bazaar Deal

આ કેસ દેશની એક સમયની સૌથી મોટી રીટેલ સ્ટોર ચેન બિગ બજારની માલિકીનો છે. દેશભરમાં 1700 સ્ટોર ધરાવતા બિગ બજારે ફ્યુચર ગ્રુપનો જ હિસ્સો છે. 2019માં રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપમાં રીટેલ માર્કેટને લઈ સૌથી મોટી (Ambani BIG Bazaar)સમજૂતી થઈ હતી અને 24,713 કરોડની ડીલ બાદ રિલાયન્સ પાસે ફ્યુચર ગ્રુપના માલિકી હક આવી ગયા હતા.

આ ડીલ-Ambani BIG Bazaarને લઈ એમેઝોને વિરોધ કર્યો હતો કારણ કે ફ્યુચર ગ્રુપની એક સબસિડયરી કંપનીમાં એમાઝોનનો 49 ટકા હિસ્સો છે. એમાઝોનની ડીલ અંબાણી પહેલાં થઈ હતી અને તે નાની ડીલ પ્રમાણે પણ જો ફ્યુચર ગૃપ કંપની વેચે તો તેને ખરીદવાનો પહેલો અધિકાર એમાઝોનને જ મળે. પરંતુ રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલમાં તેનું પાલન નહોતું કરવામાં આવ્યું તેવો વિરોધ એમાઝોને કર્યો હતો.

આ પણ વાંચો : ખોટનો પહાડ બનતી એર ઈન્ડિયા: 31મી માર્ચ, 2020 સુધી 70,820 કરોડની ખોટ

તબક્કાવાર જોઇએ શું છે સમગ્ર મામલો………….

Ambani BIG Bazaar

2019

 

ઓગસ્ટ 2019: એમેઝોને ફ્યુચર ગ્રુપના પ્રમોટર યુનિટ ફ્યુચર કૂપન્સ સાથે રૂ. 1500 કરોડમાં 49% હિસ્સો ખરીદવા માટે કરાર કર્યા હતા. ફ્યુચર કૂપન્સની ફ્યુચર રીટેલમાં 7.3% હિસ્સેદારી છે અને આ સોદાને કારણે એમાઝોનને ફ્યુચર કૂપન્સ સાથેના સોદા પછી ફ્યુચર રીટેલમાં 3.58% નો પરોક્ષ હિસ્સો મળ્યો હતો.

ડિસેમ્બર 2019 : ફ્યુચર કૂપન્સને Amazon પાસેથી 1,500 કરોડ રૂપિયા મળ્યા

 

2020

 

29 ઓગસ્ટ: ફ્યુચર રીટેલના બોર્ડે રિલાયન્સ રીટેલ ડીલ(Ambani BIG Bazaar)ને મંજૂરી આપી. રિલાયન્સ રીટેલ ફ્યુચર ગ્રુપના રીટેલ, હોલસેલ અને લોજિસ્ટિક્સ બિઝનેસને રૂ. 24,713 કરોડમાં બેરિશ સેલ-ઓફ દ્વારા હસ્તગત કરવાનો નિર્ણય

9 ઓક્ટોબર: ફ્યુચર-રિલાયન્સ રીટેલ ડીલ સામે વાંધો ઉઠાવતા એમાઝોન સિંગાપોર આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટર પહોંચ્યું

25 ઓક્ટોબર: સિંગાપોર ઇમર્જન્સી આર્બિટ્રેટર વચગાળાના ફ્યુચર રીટેલ-રિલાયન્સ ગ્રુપ(Ambani BIG Bazaar) ડીલ પર રોક લગાવે છે

7 નવેમ્બર: ફ્યુચર રીટેલે એમાઝોનના હસ્તક્ષેપના આરોપ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી

20 નવેમ્બર: ડીલને CCI ની મંજૂરી મળી

21 ડિસેમ્બર: દિલ્હી હાઈકોર્ટની સિંગલ બેચે ડીલ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો, FRLના 29 ઓગસ્ટના બોર્ડના ઠરાવને સમર્થન આપ્યું, પરંતુ એમાઝોનને માર્કેટ રેગ્યુલેટરોને અપીલ કરવાની મંજૂરી આપી. આ સાથે કોર્ટે એમાઝોનના હસ્તક્ષેપના ફ્યુચર રીટેલના દાવાને પણ સમર્થન આપ્યું હતું

આ પણ વાંચો : બિલ ગેટ્સ અને મેલિંડા ફ્રેંચના 27 વર્ષના લગ્નજીવના અંત બાદ સંપત્તિની વહેંચણી કેમની થશે ?

2021

 

જાન્યુઆરી 2021: SICએ અંતિમ ચુકાદો આપવા માટે 3 સભ્યોની પેનલ બનાવી

13 જાન્યુઆરી: દિલ્હી હાઇકોર્ટની બેચે 21 ડિસેમ્બર, 2019ના ઓર્ડર સામે એમાઝોનની અરજી પર ફ્યુચર રીટેલને નોટિસ જારી કરી, જેમાં નિયમનકારોને નિર્ણય લેવાની મંજૂરી આપવામાં આવી હતી

20 જાન્યુઆરી: સેબીએ Ambani BIG Bazaarની ડીલને મંજૂરી આપી

2 ફેબ્રુઆરી: દિલ્હી હાઇકોર્ટની સિંગલ બેંચે ફ્યુચર રીટેલ-રિલાયન્સ ગ્રુપ ડીલ પર યથાસ્થિતિનો આદેશ આપ્યો

3 ફેબ્રુઆરી: ફ્યુચર રીટેલ દિલ્હી હાઈકોર્ટમાં 2 જજોની બેન્ચ સમક્ષ યથાસ્થિતિના આદેશનો વિરોધ કરે છે

આ પણ વાંચો મફત-મફત: વોડા-આઈડિયામાં પોતાનો 45% હિસ્સો મફતમાં વેચવા તૈયાર વોડાફોન Plc

8 ફેબ્રુઆરી: બે ન્યાયાધીશોની બેચે FRL-રિલાયન્સ રીટેલ ડીલ પર સિંગલ બેન્ચનો યથાવત્ આદેશ રદ કરે છે

11 ફેબ્રુઆરી: એમેઝોને દિલ્હી હાઈકોર્ટના “યથાવત્” પાછી ખેંચવાના આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

12 ફેબ્રુઆરી: એનસીએલટીએ રિલાયન્સ સાથેના સોદાને મંજૂર કરવા માટે શેરધારકોની બેઠક બોલાવવા ફ્યુચર ગ્રુપની અરજી ઉપર સુનાવણી કરે છે અને ચુકાદો અનામત રાખે છે

22 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે ફ્યુચર રીટેલને એનસીએલટી સમક્ષ પિટિશન આગળ વધારવાની મંજૂરી આપી પરંતુ એનસીએલટીને ફ્યુચર રીટેલ સ્કીમને મંજૂરી આપતા ઓર્ડરને અંતિમ સ્વરૂપ આપવા આગોતરી રોક લગાવે છે. સુપ્રીમ કોર્ટે એમાઝોનની અરજી પર એફઆરએલને નોટિસ ફટકારી

18 માર્ચ: દિલ્હી હાઇકોર્ટે એફઆરએલ-રિલાયન્સ રીટેલ ડીલ પર રોક લગાવી. કોર્ટે કહ્યું કે FRL, કિશોર બિયાનીએ ઈરાદાપૂર્વક કોર્ટના આદેશનો અનાદર કર્યો છે તેમની સામે હવે સિવિલ પ્રોસિજર કોડ હેઠળ કાર્યવાહી થશે

Supreme Court Halts Ambani’s BIG Deal: Uphold Singapore order against Reliance-Future Retail deal

કોર્ટે કિશોર બિયાની, ફ્યુચર પ્રમોટર ડાયરેક્ટર્સની સંપત્તિને ટાંચમાં લેવાનો આદેશ કરે છે. ડીલ ક્લિયરન્સની મંજૂરી પાછી ખેંચવા માટે તમામ નિયમનકારોનો સંપર્ક કરવા કહ્યું એફઆરએલ અને એફસીપીએલને કહેવામાં આવ્યું

18 માર્ચ: SCએ કહ્યું કે કોર્ટ એમાઝોનની અરજીની સુનાવણી એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં કરશે

20 માર્ચ: ફ્યુચર ગ્રુપે ફ્યુચર પ્રમોટર ડાયરેક્ટર કિશોર બિયાનીની સંપત્તિની જપ્તીના આદેશને પડકારે છે

22 માર્ચ: દિલ્હી હાઈકોર્ટે યથા સ્થિતિ જાળવી રાખતા સિંગલ બેન્ચના ઓર્ડર પર રોક લગાવી. બિયાનીની મિલકતને જપ્ત કરવાના આદેશ પર પણ સ્ટે આપ્યો

17 એપ્રિલ: ફ્યુચર રીટેલ બોર્ડે આરબીઆઈના 6 ઓગસ્ટ, 2020ના પરિપત્ર અનુસાર દેવાના રીસ્ટ્રકચરિંગ માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી

19 મે: રિલાયન્સ રીટેલ વેન્ચર્સે એનસીએલટી તરફ દોટ મુકી, શેરધારકોની બેઠક બોલાવવાની પરવાનગી માંગી

જુલાઈ 12-17: ડીલ સામે એમાઝોનની અરજી પર SIACની અંતિમ સુનાવણી. એક મહિના પછી નિર્ણયની અપેક્ષા

Ambani’s BIG Deal Halted By Supreme Court

22 જૂન: NCLTએ શેરધારકોની બેઠક બોલાવવા માટે રિલાયન્સ રીટેલની અરજી પર ઓર્ડર અનામત રાખ્યો

20 જુલાઈ: FRL-રિલાયન્સ રીટેલ ડીલ પર રોક લગાવવાની એમાઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી

29 જુલાઈ: ફ્યુચર રીટેલના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની એમાઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે આદેશ અનામત રાખ્યો

6 ઓગષ્ટ: સુપ્રિમ કોર્ટે સિંગાપોર આર્બિટ્રેટરના આદેશ સાથે સંમતિ દર્શાવી, ડીલ રોકવાનો આદેશ કર્યો

સુપ્રિમ કોર્ટે આદેશમાં ટાંક્યું છે કે જો બિગ બજારને કારોબાર વેચવો જ છે તો અગાઉના સોદા પ્રમાણે પ્રથમ હક્ક એમાઝોનનો જ રહેશે

આ પણ વાંચો : વધુ એક વિદેશી કંપની સરકારની રડારમાં: ફ્લિપકાર્ટ પર 10,600 કરોડના દંડની તૈયારી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment