Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝઅંબરીશ ડેરનું રાજકારણ કે રાજકારણમાં અંબરીશ ડેર ?

અંબરીશ ડેરનું રાજકારણ કે રાજકારણમાં અંબરીશ ડેર ?

Ambarish Der
Share Now

અમરેલી-રાજુલામાં ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રેલવેની જગ્યા નગરપાલિકાને આપવામાં ન આવતા ભારે વિવાદ સર્જ્યો હતો. જેના આજે દસ-દસ દિવસ થયા છે. ત્યારે તેમણે આજે બપોરે ૧૨ વાગ્યે ટ્રેન રોકવાની ચીમકી આપી હતી. જે મુદ્દે મામલો થાળે પાડવા રેલવે અધિકારીઓ અમરીશ ડેર અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયા સહિતના આગેવાનોની સાથેની મંત્રણા કરી હતી. જો કે, મંત્રણા નિષ્ફળ રહી હતી અને ૧૨ વાગ્યે ધરાસભ્યની ચીમકી મુજબ રેલેવની કામગીરી અટકાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે, હવે પછીની આવનારી ટ્રેન રોકવાની ચીમકી આપતા રેલવે પોલીસે અમરીશ ડેરની ફરી એક વાર અટકાયત કરી લીધી છે.

Amrish Der

અમરેલી-રાજુલા રેલવે અંગે થયેલા વિવાદને વિગતે જોવા જઈએ તો, અમરેલી-રાજુલા રેલવેની જગ્યા નગરપાલિકાને આપવામાં ન આવતા ધારાસભ્ય અંબરીશ ડેરે ભારે વિવાદ સર્જાયો હતો. રેલવેની જગ્યામાં વિવાદ ઉગ્ર બનતા રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રેલવેનુ કામ અટકાવી જે.સી.બી આડે સુઈ ગયા હતા. પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. ત્યારે પોલીસ દ્વારા ધારાસભ્ય અંબરીશ ડેરની અટકાયત કરવામાં આવી હતી.પણ આ વિરોધ આટલાથી જ અટક્યો નહોતો. ધારાસભ્યએ અટકાયત બાદ ઉપવાસ અંદોલન શરુ કર્યું હતું. જે હજુ ચાલુ જ છે. ધારાસભ્ય અંબરીશ ડેરે જ્યાં સુધી પ્રશ્નનોનુ નિરાકણ ન આવે ત્યાં સુધી ઉપવાસ કરશે તેવી ચીમકી ઉચ્ચાર હતી. આ ઉપવાસ આંદોલનના ચોથા દિવસે સાંજે રેલવેના અધિકારીઓ દ્વારા મંત્રણા કરવામાં આવી હતી તેમ છતાં ધારાસભ્ય દ્વારા ઉપવાસ હજુ ચાલુ રાખવામાં આવ્યા હતા. તેમજ પાંચમાં દિવસે તો અંબરીશ ડેરનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. સિવિલના ડૉકટરો દ્વારા ઉપવાસની છાવણીમાં બેસેલા ધારાસભ્ય સહિતની ટિમનું હેલ્થ ચેકઅપ કર્યું હતું. જો કે, ધરાસભ્ય આજે પણ સ્વસ્થ છે.

આ પણ જુઓ : સાણંદના કોવિડ કેર સેન્ટરની સરાહનીય કામગીરી

તાજેતરમાં જ જયારે કેજરીવાલ અમદાવાદ આવ્યા ત્યારે કેજરીવાલે અંબરીશ ડેર સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. આ ટેલિફોનિક વાતચીતમાં કેજરીવાલે અંબરીશ ડેરને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હોવાની ચર્ચાએ રાજ્યભરમાં જોર પકડ્યું હતું. આ સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જો કે, AAPના આમંત્રણ મુદ્દે પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, હું રેલવે સામે આઠ દિવસથી ઉપવાસ આંદોલન પર છું. ગઈકાલે ઉપવાસનો આઠમો દિવસ હતો તેની જાણ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને થતા તેમણે હાલચાલ પૂછવા માટે ટેલિફોન પર સંપર્ક કર્યો હતો. તેમણે ખબર અંતર પૂછ્યા હતા અને રાજુલા રેલવેની જમીન વિશે પણ વાત કરી હતી. અત્યારે મારો આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કોઈ ઈરાદો પણ નથી. હું આગળની રણ નીતિ વિચારીશ તેમ ડેરે જણાવ્યું હતું. ત્યારે કેજરીવાલે અંબરીશ ડેરનો જ સંપર્ક શા માટે કર્યો ? તેવી ચર્ચાએ રાજકારણમાં ગરમાવો પકડી લીધો હતો.

Amrish Der

ગઈકાલે આ ઉપવાસ અદોલનના ૯મા દિવસે પણ તેમની માંગણીનો હલ તો નથી જ થયો. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ચીમનભાઈ પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા અને હાલમાં ભાજપના નેતા મધુભાઈ ભુવાએ પણ એક-બે દિવસમાં આવું છું એવો પણ સંદેશો પાઠવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ધારાસભ્ય અમરીશભાઈ ડેર સાથે ટેલિફોનિક ચર્ચા કરી વિગતો જાણી હતી. ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પણ અમરીશભાઈ ડેરની સાથે જ છે, તેવું પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. એટલું જ નહી, ભાજપના ૭ કોર્પોરેટરોએ પણ ઉપવાસ છાવણીની મુલાકાત લઈ પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ત્યારે ધારાસભ્યને ખુબ મોટો ટેકો તો મળ્યો અને તેમની તાકાત પણ વધી છે. ગઈકાલે ધારાસભ્ય અંબરીશ ડેરે યુદ્ધ એ જ કલ્યાણની ચીમકી ઉચ્ચારી હતી. ઉપવાસનો 9મો દિવસ પૂર્ણ થવાને આરે હતો ત્યારે ધરાસ્ભાયએ જણાવ્યું હતું કે, આવતીકાલે એટલે કે આજે તા. ૧૭ જુનના દિવસે બપોર સુધીમાં રેલેવેની જમીનના મુદ્દે તંત્ર દ્વારા કોઈ હકારાત્મક પગલું લેવામાં નહી આવે તો રેલવે ટ્રેક ઉપર બેસી અને સવિનય કાનૂનભંગ કરી ટ્રેન રોકવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહેશે નહી. સાથે જ તેમણે આક્રમક થઈને એ પણ જણાવ્યું હતું કે, આ હવે અંતિમ નિર્ણય છે. આ વિવાદ અંગે કોઈ પગલા ન્હોઈ લેવાય તો નિર્ણયને અમલમાં મુકવામાં આવશે. ધરાસ્ભાયના આ આક્રમક નિર્ણય બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઉપવાસ છાવણી પર અંબરીશ ડેરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અને તેમની સાથે બેઠક કરી હતી. જેમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. આ તકે, પરેશ ધાનાણીએ અમરેલીના સાંસદ નારણ કાછડીયા સામે આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સાંસદે રેલવેનું કામ અટકાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

Amrish Der

ઉપવાસ આંદોલનના નાવમાં દિવસના અંતે આખરે, અમરીશ ડેરએ બપોરે ૧૨ વાગ્યે ટ્રેન રોકવાની ચીમકી આપી હતી. આજે ૧૨ વાગ્યે ટ્રેન રોકવાની ધારાસભ્યની ચીમકીને ધ્યાને લઇ પોલીસ દ્વારા સવારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો ઉના કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશ ઉપવાસની છવાની પર જઈ રહ્યા હતા જેને પોલીસે અટકાવવામાં આવ્યા હતા. આ સાથે જ સમગ્ર રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો છે. એટલું જ નહી, રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપવાસ છાવણી પર પહોચી ગયા હતા. આ તકે, અમરીશ ડેર, પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા અને પેચીદા પ્રશ્નનો ઉકેલ લાવવા રેલ્વે અધિકારીઓ અને વિરોધ કરી રહેલા નેતાઓ વચ્ચે ચર્ચાઓ થઇ હતી. રેલવે અધિકારીઓ થયેલી મંત્રણા સદંતર નિષ્ફળ ગઈ હતી. બાદમાં અમરીશ ડેર પોતાની છાવણીમાં પરત ફર્યા હતા અને ફરી ટ્રેન રોકવાની ચીમકી આપી હતી. જો કે, ધારાસભ્ય ટ્રેન રોકે તે પહેલા જ રેલવે પોલીસે અમરીશ ડેરની ધરપકડ કરી લીધી છે.

રેલ્વેનો વિવાદ વધુ ઉગ્ર બનતા અંબરીશ ડેરની પોલીસે ધરપકડ કરી છે. પરંતુ અટકાયત બાદ અમરીશ ડેરના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમર્થકો પીપાવાવ પોર્ટ તેમજ સાવરકુંડલાના ઘાડલા ગામે ગુડ ટ્રેન રોકી સુઈ જી અને બેસીને વિરોધ કર્યો હતો.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment