Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝજ્યોર્જિયાના રાજદૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે

જ્યોર્જિયાના રાજદૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે

Ambassador
Share Now

જ્યોર્જિયાના એમ્બેસેડરે (Ambassador )ગુજરાત સાથે ખાસ કરીને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ, પોર્ટસ, ફાર્માસ્યુટિકલ સેકટરમાં સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે જ્યોર્જિયા-ભારત-ગુજરાતના પુરાતન ઐતિહાસિક સંબંધોની સ્મૃતિ પણ આ વેળાએ તાજી કરી હતી.

મુખ્યમંત્રીએ એમ્બેસેડર (Ambassador )ને કઇ ખાતરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)જ્યોર્જિયાની આ ઉત્સુકતાને આવકારતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના મંત્ર સાથે આજે દેશ વિકાસ રાહે તેજ ગતિએ આગળ ધપી રહ્યો છે. જ્યોર્જિયાના ઊદ્યોગો-કંપનીઓમાં સહભાગી થવા ગુજરાતમાં પોતાના એકમો શરૂ કરે તો ગુજરાત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી પણ મુખ્યમંત્રીએ આપી હતી.

આ પણ વાંચો: પુલથી સરકારની પોલ ખુલી, જીવના જોખમે અહીં ઓળંગાય છે નદી

મુખ્યમંત્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue Of Unity)વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે તેની ભૂમિકા આપતાં જ્યોર્જિયાના રાજદૂતને પણ આ પ્રવાસ ધામની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. જ્યોર્જિયાના એમ્બેસેડર શ્રીયુત આર્ચિલ ઝૂલીઆશ્વિસે ગુજરાતની તેમની મુલાકાત યાદગાર બની રહી છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. તેમણે ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ હબ, મેન્યૂફેકચરીંગ હબ તરીકે નયા ભારત નિર્માણમાં જે પ્રદાન કર્યુ છે તેની સરાહના કરતાં ગુજરાત-જ્યોર્જિયાના વેપારીક, વાણિજ્યીક, ઔદ્યોગિક સંબંધોને વધુ ઉચ્ચસ્તરે લઇ જવાની નેમ દર્શાવી હતી.

શ્રીયુત આર્ચિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ્યોર્જિયાની મુલાકાતે આવવા પણ નિમંત્રણ પાઠવ્યું હતું. આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઊદ્યોગ કમિશનર તેમજ ઇન્ડેક્ષ-બીના મેનેજિંગ ડિરેકટર પણ જોડાયા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment