Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝક્યુનેશા બર્ક્સ: મેક ડોનાલ્ડથી ઓલિમ્પિક સુધીની શાનદાર સફર

ક્યુનેશા બર્ક્સ: મેક ડોનાલ્ડથી ઓલિમ્પિક સુધીની શાનદાર સફર

Share Now

તમારા જીવનથી તમે જો નિરાશ થઇ ગયા હોય, તો કોઈ ખેલાડીની જીવનકથા વાંચો. તમને ચોક્કસથી એક સકારત્મક પ્રેરણા મળશે. રમત ગમતમાં આગળ વધેલા અને નામ ચિહ્ન નામોએ ખિતાબો અને મેડલ મેળવવા પાછળ જે તનતોડ મહેનત કરે છે, એ ખરેખર સરાહનીય હોય છે. આજે એક એવી જ ખેલાડીની વાત કરવાના છીએ. જેમના સફર વિશે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. 

બાળપણમાં જ ક્યુનેશાના માતા-પિતા અલગ થઇ ગયા

American Athlete Quanesha Burks

IMAGE CREDITS- GETTY IMAGES

 

અમેરિકન ખેલાડી (American Athlete)  ક્યુનેશા બર્ક્સ. જેણે ટોક્યો ઓલેમ્પિકમાં અમેરિકા તરફથી ભાગ લઈને પદકની દાવેદાર થઇ છે. અમેરિકાની લોંગ જમ્પર ક્યુનેશા બર્ક્સએ મેક ડોનાલ્ડથી ઓલિમ્પિક સુધીની શાનદાર સફર કરી છે. આજથી દસ વર્ષ પહેલા ક્યુનેશા મેક ડોનાલ્ડમાં એક વેઈટર તરીકે કામ કરતી હતી. પણ આજે એ એક પદકની દાવેદાર છે.

ક્યુનેશાના પરિવારની પરિસ્થિતિ એટલી સારી નહોતી, જેથી તેણે ૧૬ વર્ષની ઉમરથી જ કામ કરવાનું શરુ કરી દીધું હતું. અમેરિકાના મેક ડોનાલ્ડમાં તે એક વેઈટર તરીકે કામ કરવાનું શરુ કર્યું. બાળપણમાં જ ક્યુનેશાના માતા-પિતા અલગ થઇ ગયા હતા. અને તેની માતાએ બીજા લગ્ન કરી લીધા હતા. જેના કારણે તેની નાની બહેનોની જિમ્મેદારી ક્યુનેશા પર આવી હતી. પરિવારમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે ક્યુનેશા પોતાની નાની બહેનને શાળાએ મુકવા જાતી અને ઘર પણ સંભાળતી. સાથે જ પોતાના પગારમાંથી ઘરના લાઈટબિલ્સ અને બીજો ખર્ચો ઉપાડતી.પણ આ બધા વચ્ચે પણ ક્યુનેશાને બાસ્કેટ બોલમાં ખુબ રસ હતો.

ક્યુનેશાને (American Athlete) મળી ઓલમ્પિકની ટીકીટ 

આ પણ જુઓ: ઓલિમ્પિકમાં ગોલની હેટ-ટ્રિક લગાવનાર પહેલી ઈન્ડિયન મહિલા પ્લેયર!

American Athlete Quanesha Burks

IMAGE CREDITS- GETTY IMAGES

પ્રાથમિક શિક્ષણ દરમિયાન ક્યુનેશાએ દોડવાનું શરુ કર્યું, જેથી તે પોતાની બાસ્કેટ બોલની રમતને વધારે સારી બનાવી શકે. ત્યારે બાદ તેને બાસ્કેટ બોલના ઘણા કોમ્પીટીશનમાં ભાગ પણ લીધો અને તેમાં વિજેતા પણ બની. પણ તેના કોચે તેને કહ્યું કે તે બાસ્કેટ બોલ માટે ખુબ ફાસ્ટ પ્લેયર છે. માટે તેણે દોડમાં ભાગ લેવો જોઈએ. 

American Athlete Quanesha Burks

IMAGE CREDITS- GETTY IMAGES

પહેલા તો ક્યુનેશાએ આ વાત પર ધ્યાન ના આપ્યું, પણ જેમ જેમ રમત વિશેનું વધુ જ્ઞાન તેને મળવા લાગ્યું તેમ તેને ખ્યાલ આવ્યો કે તેમના કૉચની વાત સાચી છે. અને તેને આ અંગેની રમતો વિશે પણ ઉત્સુકતા જાગી. ખાસ કરીને લાંબી કુદમાં. પણ ક્યુનેશાને તેના વિશે કોઈ જ માહિતી નહોતી. જો કે આગળ જતા આ જ રમત માટે ક્યુનેશાને ઓલમ્પિકની ટીકીટ મળી.

મુશ્કેલીઓથી બની વધુ મજબુત

American Athlete Quanesha Burks

IMAGE CREDITS- GETTY IMAGES

શરૂઆતમાં ક્યુનેશાને આ રમત બહુ અજીબ લાગી હતી. અને સાથે જ કારણ વગર રેતીમાં કુદીને તેને પોતાના કપડા બગડવા પસંદ નહોતા. પણ જેમ જેમ તેણે આ રમત વિશે જીણવટપૂર્વક માહિતી મેળવી, તેમ તેને રસ લાગવા લાગ્યો. ક્યુનેશા એ તેની હાઇસ્કુલના સમયમાં ૧૩ ફૂટ લાંબો જંપ માર્યો હતો. અને એના પછી થોડા સમયમાં જ તે 20ફૂટ લાંબો જંપ મારવા લાગી હતી.

વર્ષ ૨૦૧૯માં યુ.એસ. આઉટડોર ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પીયનશીપમાં ક્યુનેશાએ તેના દાદાને ગુમાવી દીધા હતા. તે તેમના દાદા સાથે ખુબ લગાવ ધરાવતી હતી. જેના કારણે તે બિલકુલ તૂટી ગઈ હતી. તેમ છતાં તેના પરિવારજનોએ તેને આ ચેમ્પિયનશીપ માટે તૈયાર કરી હતી. ક્યુનેશાનું (American Athlete) કહેવું છે કે આ બધી ઘટનાઓએ જ તેને મુશ્કેલીઓ સામે લડવા માટે તૈયાર કરી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment