Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
HomeએનઆરઆઈAmerican Indians એ કાબુલમાં શહિદ થયેલા સૈનિકોને આપી શ્રદ્ધાજંલિ

American Indians એ કાબુલમાં શહિદ થયેલા સૈનિકોને આપી શ્રદ્ધાજંલિ

American Indians
Share Now

કાબુલ બલાસ્ટમાં શહિદ થયેલા સૈનિકોના પરિવારના આંસુ અને વિમાનમાંથી ઉતારવમાં આવી રહેલા શવ જોઈને અમેરિકાના પ્રત્યેક લોકો શોકાકૂલ થઈ ગયા. રવિવારે જ્યારે અમેરિકામાં શહીદોનું શવ પહોંચ્યુ તો દરેક લોકો શોકમાં ડૂબી ગયા. રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) તેવા શહીદો અને તેમના પરિવારજનોને અસલી હીરો કહીને સંબોધ્યા. જ્યારે ભારતીય-અમેરિકાના ( American Indians) નાગરિકોએ પણ જગ્યા- જગ્યાએ કેન્ડલ લગાવી (Candlelight Vigils)ને શહીદોને શ્રદ્ધાજંલિ આપી.

વોંશિગ્ટન ડી સી, ન્યૂયોર્ક સિટી, ન્યૂ જર્સી, સેન ફ્રાંસિસ્કો, લોસ એન્જલ્સ, અટલાંન્ટા, હ્યૂસ્ટન, બોસ્ટન, ડલાસ, શિકાગો, ઓહયો, કોલંબસ અને કનેક્ટિકટ શહેરોમાં મીણબત્તી લગાવીને શ્રદ્ધાજંલિ આપી અને હુમલામાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

American Indians આતંકવાદને હરાવવા માટે સાથે આવવુ જરુરી….

હ્યૂસ્ટનમાં આયોજીત એક કાર્યક્રમમાં બાંગર રેડ્ડૂીએ શહીદોને શ્રધ્ધાજંલિ આપતા વિદેશ નીતિની વાત કરી તો ત્યાં ડો. સુરિંદર કૌલ અને અચલેશ અમરે કહ્યું, આતંકવાદિઓની ઈચ્છા વિશ્વના સારા લોકો જેવા કે, ભારત, અમેરિકા, ઈઝરાયલ સહિત ઘણાં દેશોના લોકોની ઈચ્છાથી મોટી નથી. આથી આપણે આતંકવાદને હરાવવા માટે એકસાથે મળીને ઉભા રહેવું પડશે, એકબીજાનું સમર્થન કરીશુ. વધુમાં તેણે જણાવ્યું, કેવી રીતે તે સમુદાયના 5 લાખ લોકો 31 વર્ષ પહેલા કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત જેહાદી આતંવાદના શિકાર થયા હતા.

અમે શહીદોનું સન્માન કરીએ છીએ

ન્યૂયોર્ક શહેરના પ્રસિદ્ધ ટાઈમ્ સ્કવોયરમાં આયોજીત એક કાર્યક્રમમાં અમેરિકાના ભારતિય મુકેશ મોદી અને કૃષ્ણા રેડ્ડીએ કહ્યું છે કે, અમે એકતાનો સંદેશ આપવા માટે સાથે આવ્યા છીએ. અમે આતંકવાદના વિરુદ્ધ છીએ, આપણે એકસાથે મળીને આતંકવાદને હરાવવુ જોઈએ, અમે શહીદોનું સન્માન કરીએ છીએ.

જુઓ આ ખાસ વિડીઓ જેમાં અમેરિકાના ભારતિયો, કાબુલ બ્લાસ્ટમાં શહીદ થયેલા અમેરિકાના સૈનિકોને આપી રહ્યાં છે ભાવભરી શ્રધ્ધાજંલિ

વિશ્વસ્તરે એકતા ખૂબ જરૂરી છે…

તે ઉપરાંત વોશિંગ્ટન ડીસીમાં આયોજીત એક કાર્યક્રમમાં પ્રમુખ ભારતિય અમેરિકા ( American Indians)ના અદાપા પ્રસાદ, કંવલજીત સોની અને કૃષ્ણા ગુડીપતિએ કહ્યું છે કે, આખી દુનિયા એ અમેરિકાના સૈનિકો પર થયેલા કાયરતાપૂર્વક હુમલાની નિંદા કરે છે. જે શાંતિપૂર્વક લોકોને કાઢવામાં જોડાયા હતા. વિશ્વસ્તરે બધાએ એકસાથે ઊભા રહેવાની જરૂરી છે.

American Indians

CHANTING IN GAYATRI TEMPLE OF FREMONT HINDU TEMPLE

વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું….

ઉલ્લેખનિય છે કે, યૂનિવર્સિટીના અમેરિકાના ભારતિય ( American Indians) વિદ્યાર્થીએ પણ આતંકવાદના વિરુદ્ધ એકજૂટ થઈને અને દ્રઢ નિશ્ચયની સાથે લડવાનો સંકલ્પ લીધો. શહીદ થયેલા સૈનિકોની આત્માની શાંતિ માટે ફ્રેમોન્ટ હિન્દૂ મંદિર અને ન્યૂ જર્સીના ગાયત્રી ચેતના કેન્દ્રમાં વિશેષ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં ઘણા અમેરિકાના ભારતિય સૈનિકોએ શહીદોને શ્રદ્ધાજંલિ આપી. સંયુક્ત રાજ્ય અમેરિકાને લગભગ 25 જગ્યાએ શહીદ થયેલા સૈનિકોની યાદમાં કેન્ડલ લાઈટ કરવામાં આવી. જેમાં સ્થાનિક પરિષદના પ્રતિનિધિ, કોંગ્રેસના પ્રતિનિધિ, અફઘાની નાગરિક અને અન્ય ઘણાં દિગ્ગજ લોકો સામેલ રહ્યાં હતા. ત્યારે ટ્વીટર પર #Indianamericanagainstterror ટ્રેન્ડ થઈ રહ્યું હતુ.

American Indians

PROTEST BY INDIAN-AMERICANS IN WASHINGTON DC

અફઘાનિસ્તાન (Afghanistan)ના કાબુલ (Kabul)એરપોર્ટ (Airport)પાસે ગુરૂવારે એક બાદ એક જોરદાર વિસ્ફોટ (Blast)થયા હતા. અમેરિકી સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ હુમલાઓમાં 13 અમેરિકન સૈનિકો શહીદ થયા છે જ્યારે લગભગ 18 નાગરિકો ઘાયલ થયા છે. આ ઉપરાંત 60 અફઘાનના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કુલ 100 થી વધુ લોકો ઘાયલ થયા છે.

એરપોર્ટ નજીક થયા બે બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ પ્રથમ બ્લાસ્ટ કાબુલના હામીદ કરજઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Airport)ના એબી ગેટ પર થયો હતો. તે સમયે દેશ છોડવાનો પ્રયાસ કરનારા લોકોની ભારે ભીડ એરપોર્ટ પર જમા હતી. થોડા જ સમય બાદ, એરપોર્ટ નજીક બેરોન હોટલ પાસે બીજો બ્લાસ્ટ (Blast) થયો. અમેરિકાના સંરક્ષણ સચિવ જોન કિર્બીએ કાબુલ એરપોર્ટના ગેટ પાસે બ્લાસ્ટની જાહેરાત કરી હતી. અમેરિકી સંરક્ષાલય અનુસાર મૃત્યુ પામેલા અમેરિકનોમાં 13 સૈનિક સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલા (Attack)ઓ કરવામાં ફિદાયીન પણ સામેલ હતા. એક ખાનગી ન્યુઝ મીડિયાએ બે અમેરિકી અધિકારીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે હુમલાખોરોમાંથી એક આત્મઘાતી હતો. હુમલામાં માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ હતા.

American Indians

PROTEST BY INDIAN-AMERICANS IN COLUMBUS, OHIO

ગુરૂવારના રોજ સવારે અમેરિકા (America),બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ કાબુલ એરપોર્ટની આસપાસ એકઠા થયેલા લોકોને દૂર જવાની અપીલ કરી હતી. અમેરિકાએ તેના નાગરિકોને આ સમયે કાબુલ એરપોર્ટ તરફ ન આવવા કહ્યું હતું. તો બ્રિટને લોકોને સલામત સ્થળે જવાનું પણ કહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ એક એડવાઈઝરી બહાર પાડતા સમયે કહ્યું હતુ કે એરપોર્ટ પર મોટા આતંકવાદી હુમલા (Attack)નો ખતરો તોળાઇ રહ્યો છે.

કેટલાક દેશોની ગુપ્તચર એજન્સીઓએ પણ માહિતી આપી હતી કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રાંત (ISKP) એરપોર્ટ પર હુમલાની યોજના બનાવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે એરપોર્ટ પર એકઠી  થયેલી ભીડ અનુસાર આતંકવાદીઓ માટે આ સ્થળને નિશાન બનાવવું સરળ હતું.

આ પણ વાંચો:- કાબુલ એરપોર્ટ બહાર બ્લાસ્ટમાં 13 અમેરિકી સૈનિક સહિત 60 થી વધુના મોત

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment