Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝલોકતંત્રના મંદિર એવી લોકસભામાં હંગામો વધુ, કામ માત્ર ૨૨% જ !!!!

લોકતંત્રના મંદિર એવી લોકસભામાં હંગામો વધુ, કામ માત્ર ૨૨% જ !!!!

OM BIRLS
Share Now

સંસદ ચોમાસુ સત્ર એ હંગામાનું સંસદ બની ગયું કારણકે સતત વિપક્ષ કરી રહ્યું છે હંગામો અને સંસદનું કામ થતું નથી. સંસદના ચોમાસુ સત્રમાં લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. પેગાસસ જાસૂસી મામલો, ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના હોબાળા વચ્ચે સત્રના કામકાજમાં વિઘ્ન પડતું રહ્યું અને માત્ર 22 ટકા કામ થઈ શક્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે, 17મી લોકસભાની છઠ્ઠી બેઠક 19 જુલાઈ 2021થી શરૂ થઈ અને આ દરમિયાન 17 બેઠકોમાં 21 કલાક 14 મિનિટનું કામકાજ થયું. તેમણે કહ્યું કે ગૃહમાં કામકાજ અપેક્ષા પ્રમાણે રહ્યું નથી. ઓમ બિરલાએ કહ્યું કે સંસદના કામકાજમાં સકારાત્મક કામકાજ થયું. અને ભવિષ્યમાં પણ સદનનું કામકાજ વધુ થઇ એવી આશા રાખું છુ. દેશના લોકોની પણ આશા છે કે સદનમાં મહત્વના કામો પર ચર્ચા થાય. સંસદ લોકતંત્રનું મંદિર છે જ્યાં દેશના મહત્વના કામો પર ચર્ચા થાય પરંતુ મોન્સૂન સત્ર જેવી આશા હતી એવું કામ નથી થયું.

આ પણ વાંચો : વેંકૈયા નાયડુ થયા ભાવુક : વિપક્ષ હોબાળો કરી ઉડાવે છે લોકતંત્રની મજાક

માત્ર 22 ટકા કામ થઈ શક્યું

બિરલાએ જણાવ્યુ કે, વિક્ષેપોને કારણે 96 કલાકમાંથી આશરે 74 કલાક કામકાજ થઈ શક્યું નહીં. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, સતત વિઘ્નને કારણે માત્ર 22 ટકા કામ થઈ શક્યું છે. તેમણે કહ્યું કે, આ સત્ર દરમિયાન બંધારણ (127મું સંશોધન) બિલ સહિત કુલ 20 બિલ પાસ કરવામાં આવ્યા છે. બિરલાએ જણાવ્યુ કે ચોમાસુ સત્ર દરમિયાન 66 તારાંકિત પ્રશ્નોના મૌખિક ઉત્તર આપવામાં આવ્યા અને સભ્યોએ નિયમ 377 હેઠળ 331 મામલા ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આ દરમિયાન વિભિન્ન સ્થાયી સમિતિઓએ 60 ટકા રિપોર્ટ પ્રસ્તુત કર્યા, 22 મંત્રીઓએ વ્યક્તવ્ય આપ્યા અને મોટી સંખ્યામાં પત્ર સભા પટલ પર રાખવામાં આવ્યા. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન ઘણા નાણાકીય અને કાયદાકીય કામો હાથ ધરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદમાં જેવી રીતે વિપક્ષ હોબાળો કરી રહ્યું છે અને સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ કરી રહ્યું છે જેને લઇ સંસદની ગરિમા જાળવવાનું કહ્યું હતું અને સંસદમાં મહત્વના કામો પર ચર્ચા નથી થઇ રહી કારણકે હંગામો સતત થતો. તો સંસદમાં આપને જણાવી દઈએ કે કૃષિ કાયદા, પેગાસસ અને મોંઘવારીને લઇ સતત વિપક્ષ વિરોધ કર્યો અને રાહુલ ગાંધીએ તો ટ્રેક્ટર લઇ તો કયારેક સાઇકલ લઇ સંસદ પહોંચ્યા અને સદનમાં પણ રુલ બુક ફેકવી જેવી ઘટનાઓ થઇ રહી હતી જેને ખરેખર સંસદની ગરિમાને નુકસાન પહોંચાડે છે. તો સંસદમાં જે કામ થવું જોઈએ અને કરતા ખુબ જ ઓછું કામ થયું અને હોબાળો જ કર્યો તો પ્રશ્ન એ છે કે શું આવી જ રીતે વિરોધ કરી ને મહત્વના મુદ્દાઓને ભટકાવવામાં આવશે ??

આ પહેલા બિરલાએ ગૃહને ચાર પૂર્વ સભ્યોના નિધનની જાણકારી આપી અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના વ્યક્તવ્ય બાદ વંદે માતરમની ધુન વગાડવામાં આવી અને ગૃહની બેઠકોને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી. આજે ગૃહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment