માનવ સંસાધન અને માહિતી પ્રસારણ મંત્રાલયમાં સચિવ તરીકે ફરજ બજાવતા અમિત ખરે (Amit Khare)ને પીએમ નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1985 બેચના IAS અધિકારી અમિત ખરે 30 સપ્ટેમ્બરે ઉચ્ચ શિક્ષણ સચિવના પદ પરથી નિવૃત્ત થયા હતા. તેમની નિમણૂક અંગેની માહિતી સરકારી આદેશમાં આપવામાં આવી છે.
Amit Khare ની PM મોદીના સલાહકાર તરીકે નિમણૂક
સરકારે આપેલી માહિતી અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ પીએમ મોદી (PM Modi)ના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ પીએમઓ (PMO)ના સલાહકાર તરીકે કામ કરશે. તેમનો ક્રમ અને સ્કેલ ભારત સરકારના અન્ય સચિવની સમકક્ષ હશે. તેની નોકરી કોન્ટ્રાક્ટ બેઝ પર હશે. આ સિવાય, પુન:નિમણૂકને લઇને સરકારના તમામ નિયમો તેમને લાગુ પડશે.
આ પણ વાંચો: પીએમ મોદીએ Indian Space Association કર્યું લોન્ચ, કહ્યું ભારત બનશે આત્મનિર્ભર
IAS એ આ પહેલા પણ લીધા છે અનેક મહત્વના નિર્ણય
હાલમાં, તેમની નિમણૂક બે વર્ષ માટે અથવા આગામી આદેશ સુધી કરવામાં આવી છે. તેને પાછળથી લંબાવી પણ શકાય છે. અમિત ખરેને પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નજીકના ગણવામાં આવ્યા છે. આ વર્ષે દેશમાં અમલમાં મુકવામાં આવેલી નવી શિક્ષણ નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં પણ તેમનું મહત્વનું યોગદાન માનવામાં આવ્યું છે. આ સિવાય તેમણે ડિજિટલ મીડિયાને લગતા નિયમો નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયા સંબંધિત નિયમો જારી કર્યા હતા.
આ પહેલા Amit Khare એ ક્યા મંત્રાલય સંભાળ્યા છે
આ જ વર્ષે, પૂર્વ કેબિનેટ સચિવ (Cabinet Secretary)પી કે સિહાં અને પૂર્વ સચિવ અમરજીત સિંહાએ પીએમઓ છોડ્યુ હતુ. ત્યારબાદ અમિત ખરેની હવે PMO માં એન્ટ્રી થઇ છે. પીકે સિહાં અને અમરજીત સિંહા પણ પીએમ નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કામ કરતા હતા. અમિત ખરે સ્પષ્ટ નિર્ણયો લેવા અને પારદર્શિતા સાથે કામ કરવા માટે જાણીતા છે. તેઓ એવા કેટલાક સચિવોમાંના એક છે જેમણે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની બાબતો એક સાથે સંભાળી છે. એ પરથી જ સમજી શકાય છે કે, પીએમ નરેન્દ્ર મોદી તેમના પર કેટલો વિશ્વાસ કરે છે.
PM મોદીનું અમેરિકામાં સંબોધન જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4