કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે સોમવારના રોજ બોટાદ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત 8 દિવસીય શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દર વર્ષે 8 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે તે પરંપરા પ્રમાણે આ વર્ષે 2 થી 9 નવેમ્બર 2021 સુધી ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ તેમજ જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે આ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
36 ફૂટ ઊંચી મૂર્તિનું સ્થાપન કરાશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બોટાદ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત 8 દિવસીય શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે ભક્તેશ્વર મહાદેવજીની 36 ફૂટ ઊંચી મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નીલકંઠ વર્ણિરાજની 21 ફૂટ ઉંચી મૂર્તિનું પૂજન કરીને ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો:અમિત શાહે આપી દિવાળીની ભેટ, ગુજરાતનાં સૌથી મોટા શહેરી બ્રિજનું કર્યું લોકાર્પણ
આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે કુંડળધામ ખાતે અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું યોજાયા હતા. તેમજ આ શિબિરમાં દેશ-વિદેશના હજારો ભક્તો ભાગ લઈ રહ્યા છે. ભારતના સુપ્રસિદ્ધ સિંગર દીલેર મહેંદીએ આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે સંગીતના સૂરો રેલાવ્યો હતો. આ આધ્યાત્મિક અને સામાજીક આયોજનોમાં ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
30મી શિબિરનું આયોજન કરવામાં આવ્યું
સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દર વર્ષે 8 દિવસીય શિબિરનું આયોજન કરે છે. ત્યારે આજ પરંપરાને અનુસરીને આ વર્ષે 2 થી 9 નવેમ્બર 2021 સુધી એમ ભવ્ય 8 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ તેમજ જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે આ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આ 30 મી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે સોમવારના રોજ બોટાદ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત 8 દિવસીય શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દર વર્ષે 8 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે તે પરંપરા પ્રમાણે આ વર્ષે 2 થી 9 નવેમ્બર 2021 સુધી ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ તેમજ જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે આ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4