Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઅમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ભવનનું કર્યું લોકાર્પણ

અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ભવનનું કર્યું લોકાર્પણ

Share Now

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(AMIT SHAH) ગુજરાત આવ્યા છે. ત્યારે તેમણે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના ભવનનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે  હું ગુજરાત રાજ્યમાં ગૃહમંત્રી તરીકે હતો ત્યારે ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે રથયાત્રાના પવિત્ર દિવસે આ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું તે મારા માટે ખુશીનો દિવસ છે. 

ભારત બન્યું આત્મનિર્ભર 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(AMIT SHAH) નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના ભવનનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે ભારત હવે આત્મનિર્ભર બન્યું છે . ભારતને હવે આ ક્ષેત્રમાં કોઈની મદદની જરૂર નથી. તેમજ PM મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે PM મોદીદ્વારા જે બીજ વાવવામા આવ્યું હતું તે હવે વટવૃક્ષ બની ગયું છે. આજે ફોરેન્સિક સાયન્સના દ્વારા સજાઑ આપવામાં આવે છે. દેશમાંથી થર્ડ ડિગ્રીનો જમાનો હવે ચાલ્યો ગયો છે. ગુજરાત રાજ્યમાં વિશ્વ કક્ષાની ફોરેન્સિક લેબ તૈયાર કરવામાં આવી છે. વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે, હવે દેશમાં ગુનાખોરી કારનારાઓનો ચેહરો બદલાઈ ગયો છે. પહેલા  યુરોપ અને યુ.એસમાંજ ટેસ્ટિંગ કરાવતા હતા. પરંતુ હવે દેશમાંજ તમામ ગુનાઓનું સાયન્ટિફિક રીતે  અન્વેષણ કરવાનું શક્ય બન્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, દેશના 7 રાજ્યોએ ફોરેન્સિકના સેન્ટર ખોલવા જણાવ્યું છે.  આમ ભારત હવે  આત્મ નિર્ભર બન્યું છે.  હતા. ત્યારે હવે સાયન્ટિફિક રીતે ગુનાઓનું અન્વેષણ કરવું શક્ય બન્યું છે.

amit shah, forensic science university, gandhinagar

PC-FACEBOOK

 

આ પણ વાંચો:UPમાં પકડાયેલ આતંકીઓ મુદે અખિલેશ યાદવ અને માયાવતીને શંકા

નાર્કો ટેરર દેશ માટે ખતરો

અમિત શાહે(AMIT SHAH) પોતાના ભાષણમાં કહ્યું કે હવે દેશમાં ગુનેગારોને સજા આપવામા મોટું પરિવર્તન આવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશમાં 6 વર્ષથી વધારે સજાવાળા ગુનાઓમાં ફોરેન્સિક તપાસ કરવી  જોઈએ. અને તમામ જિલ્લાઓમાં ફરજીયાત ફોરેન્સિક વાન પણ હોવી જોઈએ. તેમણે નાર્કો ટેરરને દેશ માટે સૌથી બતાવ્યો છે.  ત્યારે હવે ફોરેન્સિક લેબની મદદથી ડ્રગ્સનું ઉત્પાદન કેવી રીતે થયું, કયા થયું તેની તપાસ હવે દેશમાં શક્ય બની છે. 

વિકાસના કામોનું કર્યું લોકાર્પણ 

અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. અને આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે અમિત શાહે આજે કલોલમા આવેલ નારદીપુર ગામ ખાતે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહે નારદીપુર ગામના તળાવના નવીનીકરણ કરવાના કાર્યનું ખાત મુહૂર્ત કર્યું હતું. અને કહ્યું હતું કે, નારદીપુર ગામ મારા માટે ખૂબ મહત્વનું ગામ છે. આ સાથેજ અમિત શાહે ગાંધીનગરમાં 25 કરોડથી વધુના વિકાસના કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

ગાંધીનગરમાં વિકાસકામોનું લોકાર્પણ

અમિત શાહ દ્વારા આજે રોજ ગાંધીનગરમાં કરોડોના વિકાસના કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, નારદીપુર ગામ મારા માટે ખૂબ મહત્વનું ગામ છે. ગાંધીનગર જિલ્લાનું સૌથી મોટું ગામ એટલે  નારદીપુર. તેમણે કહ્યું કે હું કોલેજ કરતો તે દરમિયાન ઘણી વખત નારદીપુર ગામમાં આવવાનું થતું હતું. નારદીરપુર ગામમાં વિકાસના કાર્યો કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારે દરેક ગામના વિકાસ અંગેનું આયોજન કરેલું છે. તેમજ તેમણે દરેકને કોરોનાની વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. ત્યારે તેમના હસ્તે અનેક વિકાસના કાર્યોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. તેમના મતવિસ્તારના બાકી રહેલા કર્યો અંગે તેમણે કહ્યું છે કે, દરેક કરીને પૂર્ણ કરવામાં આવશે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment