Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeન્યૂઝઅમિત શાહ ગોવાની મુલાકાતે પહોંચ્યા, કહ્યું- દેશની સરહદો પર થતાં હુમલાને સહન નહિ કરાય

અમિત શાહ ગોવાની મુલાકાતે પહોંચ્યા, કહ્યું- દેશની સરહદો પર થતાં હુમલાને સહન નહિ કરાય

amit shah goa visit
Share Now

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજ રોજ ગોવાના પ્રવાસે છે. અમિત શાહ ગોવા પ્રવાસે પહોંચ્યાં છે ત્યારે તેમણે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યું હતું. ત્યારબાદ તેમણે એક જાહેર સભાને સંબોધન કર્યું હતુ. જાહેર સભાનએ સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સીમા પર થઈ રહેલા હમલાઓને સહન કરવામાં વશે નહીં. 

દેશ મનોહર પર્રિકર નએ હંમેશા યાદ રાખશે 

ગોવામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના શિલાન્યાસ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એ પણ કહ્યું હતું કે, આખો દેશ મનોહર પર્રિકરને બે બાબતો માટે હંમેશા યાદ રાખશે. એક તો તેમણે ગોવાને તેની ઓળખ આપી છે અને બીજું તેમણે ત્રણ સૈન્યને વન રેન્ક,વન પેન્શન આપ્યું છે. તેમણે કહ્યું કે તે જણાવતા આનંદ થઈ રહ્યો છે કે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની રચના બાદ ગોવામાં આની પ્રથમ કોલેજ શરૂ થઈ રહી છે.  NFSU ના પાંચ અભ્યાસક્રમો પણ આજથી શરૂ થશે.

amitshah goa visit

આ પણ વાંચો: ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો, ફ્રાન્સથી વધુ 3 રાફેલ લડાકુ વિમાનો જામનગર પહોંચ્યા

અમિત શાહ ચૂંટણીમાં ભાજપની તૈયારીઓનો પણ હિસાબ લેશે

આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અમિત શાહ ગુરુવારે બે સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા તેમજ 2022 ની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનએ જોવા માટે ગોવા પહોંચ્યા હતા.

ગોવાની કોર કમિટી સાથે અમિતશાહ કરશે બેઠક 

ભાજપના ગોવાના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ અમિત શાહની બે દિવસની મુલાકાત પહેલા તૈયારીઓ જોવા માટે ગોવા પહોંચ્યા હતા. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સદાનંદ શેત તનાવડેના જણાવ્યા અનુસાર, અમિત શાહ ભાજપની રાજ્ય કોર કમિટી, ધારાસભ્યો અને કાર્યકરો સાથે પાર્ટીની ઘણી બેઠકો પણ યોજવાના છે.

આગામી વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી 

ગોવામાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કઈ કાચું ણા કપાઈ જાય ટેના માટે ભાજપ અત્યારથી જ સક્રિય થઈ ગયુ છે. ત્યારે અમીટસ શાહ પણ ગોવાની મુલાકાતે પહોંચ્યા છે. તેને જોતાં લાગી રહ્યું છે કે ભપ ગોવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજ રોજ ગોવાના પ્રવાસે છે. અમિત શાહ ગોવા પ્રવસેપહોંચ્યાં છે ત્યારે તેમણે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યું હતું. ત્યારબાદ તેમણે એક જાહેર સભાને સંબોધણ કર્યું હતુ. જાહેર સભાનએ સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સીમા પર થઈ રહેલા હમલાઓને સહન કરવામાં વશે નહીં. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment