Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝઅમીતશાહે સર્કિટ હાઉસ ખાતે યોજી મહત્વની બેઠક

અમીતશાહે સર્કિટ હાઉસ ખાતે યોજી મહત્વની બેઠક

AMIT SHAH
Share Now

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(AMIT SHAH) બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ પોતાના મતવિસ્તારમાં થયેલ વિકાસના કામોનું લોકાર્પણ કરવા આવ્યા છે. અમિતશાહે આજે ત્રણ ઓવરબ્રિજોનું આજે ઉદ્ઘાટન કર્યું છે. તેમજ તેઓએ સિંધુભવન ખાતે આવેલા દીન દયાળ હોલની મુલાકાત પણ લીધી હતી. જ્યાં તેમણે રસીકરણ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓકલોલ ગયા હતા. અને કલોલ APMC માં આવેલા નવા કાર્યાલયનું ઉદ્ધાટન પણ કર્યું હતું. તેમજ તેઓએ રૂપાલમાં વરદાયિની માતાના દર્શન પણ કર્યા હતાં. ત્યારબાદ અમિત શાહે સર્કિટ હાઉસ ખાતે ગયા હતા. અને ત્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી.

કોરોનાને લઈને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ લોધો મહત્વનો નિર્ણય

સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે9AMIT SHAH) પત્રકાર પરિષદ યોજી હતી. અમિત શાહે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું મારા મતવિસ્તારની મુલાકાતે આવ્યો છું. આજે સવારે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.અને ત્યારબાદ વિકાસના કામોના લોકાર્પણ કાર્યો કર્યા હતા. 7માંથી 4 વિધાનસભાના વિકાસના કાર્યો પૂર્ણ કર્યા છે. વડાપ્રધાન દ્વારા 18 વર્ષથી ઉપરના તમામને મફત વેક્સિન આપવાનો નિર્ણય કરાયો છે. કોરોનાને હરાવવા માટે રસીકરણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં નવા 2500 રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આમ કુલ 5 હજાર કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આજે યોગ દિનના શુભ દિવસે આ શુભ શરૂઆત છે.

AMIT SHAH

PC- AMIT SHAH FACEBOOK

કલોલમાં APMCની નવી ઓફિસનું લોકાર્પણ

વધુમાં અમિતશાહે જણાવ્યું કે, આજે કલોલ, ઘાટલોડિયા અને ગાંધીનગરની મુલાકાત લીધી હતી. અમદવાદ ગાંધીનગરને જોડતો 44 કિમીનો SG હાઇવે છે. જ્યાં ટ્રાફિક સમસ્યાઓ ખુબ ઉદભવી હતી. તેને લઈને 864 કરોડના ખર્ચે 6 લેન રોડ બનાવવામાં આવ્યો છે. કલોલમાં પાનસર રેલ્વે ઓવરબ્રિજનું 38 કરોડના ખર્ચે લોકાર્પણ કર્યું છે. તેમજ કલોલ APMC ના મકાનની જર્જરિત હાલત હતી. અને ત્યાં ખેડૂતોને ભોજન વ્યવસ્થામાં પરેશાની થતી હતી. ત્યારે ત્યાં ભોજન વ્યસ્થા સહિત APMCની નવી ઓફિસનું લોકાર્પણ કર્યું છે. એસજી હાઇવે પર બનાવવામાં આવેલ ત્રણ ઓવરબ્રિજોની કિંમત રૂપિયા 85 કરોડ છે.

આ પણ વાંચો:મંત્રીમંડળમાં ફેરફારને લઈને વિજય રૂપાણી

રી-ડેવલપમેન્ટ ની કામગીરી શરુ કરીશું

સાથે સાથે તેઓએ જણાવ્યું કે મારા મતવિસ્તારમાં રિડેવલોપમેન્ટની કામગીરી શરૂકરવા માટે કેટલીક કટયદાકીય ગૂંચવણ ઉભી થઇ છે. તે તમામ ગૂંચવણોને દૂર કરીને 122 હાઉસિંગની કોલોનીઓનું રી-ડેવલપમેન્ટ શરૂ કરવામાં આવશે. અને 35 વર્ષથી હાઉસિંગ બોર્ડના મકાનો છે તેને દૂર કરીને નવા મકાનો બનાવવામાં આવશે. આ122 સોસાયટી 35 વર્ષ જૂની છે. જેમાં કુલ 19 હજાર પરિવારો વસવાટ કરે છે. તે તમામ પરિવારો માટે નવા ઘર બનાવવામાં આવશે.

સર્કિટ હાઉસ ખાતે યોજી બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના મતવિસ્તારના તમામ વિકાસના કામોનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે એક મહત્વની બેઠક યોજી હતી.. જ્યાં રાજ્યની સાંપ્રત સ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સાંપ્રત કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં વિકાસના કામો અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૌશિક પટેલ સહિત ઘાટલોડિયા વોર્ડના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં અમિત શાહે પોતાના વિસ્તારના પેન્ડિંગ રહેલા કામો સહિત મહત્વના પોજેક્ટના કામો વિશે ચર્ચા હાથ ધરી હતી. તેમજ સાંપ્રત પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment