Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝદરેક અમદાવાદીને ઓક્ટોબર સુધી પ્રથમ ડોઝ આપવા અમિત શાહની સૂચના

દરેક અમદાવાદીને ઓક્ટોબર સુધી પ્રથમ ડોઝ આપવા અમિત શાહની સૂચના

Amit Shah Review Meeting: Home Minister and GandhiNagar MP Directed Officials to Cover 100% With Corona’s 1st Doze
Share Now

અમદાવાદ : આજે ૨૮ ઓગષ્ટના રોજ અમદાવાદ જિલ્લા કલેટર કચેરી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ  અમિતભાઇ શાહના અધ્યક્ષ સ્થાને મળેલી દિશા મોનિટરીંગ સમિતિની બેઠક(Amit Shah Review Meeting)માં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

દિશા સમિતિની આ બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારી  અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસકાર્યોની વિગતે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

Amit Shah Review Meeting

Amit Shah Review Meeting

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી   અમિતભાઇ શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક(Amit Shah Review Meeting)માં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી તાલુકા- જિલ્લા સ્તરે સંકલન અને સમન્વય સાધીને પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાના વિકાસની ગતિ આગળ ધપાવવા સૌ પ્રયત્નશીલ બને તેવા પ્રયાસ કરવા જણાવાયું હતું.

અમિતભાઈ શાહે રસીકરણ કામગીરીની બેઠકમાં સમીક્ષા કર્યા બાદ અમદાવાદ શહેર-જિલ્લામાં રસીકરણની ઝુંબેશ ઘનિષ્ઠ રીતે હાથ ધરી ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ રસીકરણ ડોઝનો લક્ષ્યાંક ૧૦૦% સિદ્ધ કરવા તાકીદ કરી હતી. સાથે સાથે સ્લમ વિસ્તારમાં અને જ્યાં રસીકરણ ઓછું થયું છે તેવા વિસ્તારોમાં ખાસ કેમ્પ કરીને રસીકરણનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું.

આ પણ વાંચો : વડગામ:સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ તૈયાર,800 જંબો સિલિન્ડર રિફિલ કરી શકાશે

આયુષ્યમાન કાર્ડ હેઠળ અમદવાદને આવરી લેવા સૂચન

અમિતભાઈ શાહે માં કાર્ડ સંદર્ભે જણાવ્યું કે, લોકોના આરોગ્યને સ્પર્શતી આ કામગીરી સુપેરે કરાય તે જરૂરી છે. જનતાની આરોગ્ય સંભાળને લગતા વિવિધ સંસાધનોનું વ્યવસ્થાપન પણ સુચારુ રીતે કરવા કેંદ્રીય મંત્રી એ સૂચના આપી હતી. કેંદ્રીય મંત્રી એ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત, ઉજજ્વલા યોજના, એન.એફ.એસ.એ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય યોજના જેવી યોજનાઓનો લાભ છેવાડાના નાગરીક સુધી પહોચાડવા જે તે વિસ્તારમાં કેમ્પ કરવો ખૂબ જ જરૂરી છે.

Amit Shah and PM Narendra Modi

મોડેલ ફાર્મની નેમ

કૃષિલક્ષી બાબતો અંગેની સમીક્ષા કરતા  અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા પાકો માટે અલગ વાતાવરણ હોય છે ત્યારે વિવિધ તાલુકામાં વિવિધ પાકના ‘મોડેલ ફાર્મ’ બનાવી ખેડૂતોને મુલાકાત કરાવવી જોઈએ. જેથી ખેડૂતો ‘ક્રોપ પેટર્ન ચેન્જ’ અપનાવી ઉત્પાદનમાં વૈવિધ્યપણું લાવી શકે એમ તેમણે ઉમેર્યું હતું. તેઓએ ઉમેર્યું કે, સ્વામીત્વ યોજનામાં દસકોઈ તાલુકાના પસંદ કરાયેલા ૧૭ ગામોમાં મોડેલ કામગીરી કરી અમદાવાદ જિલ્લો અગ્રેસર ભૂમિકા ભજવી શકે એમ છે.

આ પણ વાંચો : સુરતની આ દીકરીએ કરી ઉંચાઈ સાથે “મૈત્રી”,દેશની સૌથી નાની પાયલટ: મૈત્રી પટેલ

ઉક્ત બેઠકમાં રાજ્ય સભાના સાંસદ  નરહરિ અમીને જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તથા જન ઔષધિ કેન્દ્રો ગ્રામ વિસ્તારમાં વધુ કાર્યાન્વિત કરાય તે સમયની માંગ છે. આ ઉપરાંત ટી.પી. યોજનાઓ, વૃધ્ધ સહાય વિધવા સહાય તથા મહાનગરપાલિકાને સ્પર્શતી યોજનાઓ ને વધુ પરિણામ લક્ષી બનાવવા અનુરોધ કર્યો હતો. 

આ બેઠક(Amit Shah Review Meeting)માં અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ   હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમ સાંસદ   કિરીટભાઈ સોલંકી,રાજ્યના શિક્ષણમંત્રી   ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસુલ મંત્રી   કૌશિકભાઈ પટેલ ગૃહ મંત્રી   પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ  ભુપેન્દ્રભાઈ પટેલ, અરવિંદભાઈ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ  ,.જિલ્લા કલેકટર   સંદીપ સાંગલે જિલ્લા વિકાસ અધિકારી   અનિલ ધામેલિયા સહિત અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર ના અધિકારી પદાધિકારી ઓ દિશા સમિતિની બેઠકમાં જોડાયા હતા.

આ પણ વાંચો : 5G ફોનની બોલબાલા: ચીનમાં સૌથી વધુ માંગ, વિશ્વમાં ભારત ક્યા ક્રમે ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment