Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝરૂપાણીના મંત્રીમંડળમાં થશે ફેરફાર?

રૂપાણીના મંત્રીમંડળમાં થશે ફેરફાર?

AMIT SHAH
Share Now

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિતશાહ(AMIT SHAH)તારીખ 19 થી 21 જૂન સુધી અમિતશાહ ગુજરાતમાં રોકવાના છે. આ સમય દરમિયાન તેઓ પોતાના મતવિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર માં બનેલા જુદા જુદા બ્રીજનું પણ લોકાર્પણ કરશે. અમિતશાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રાજકીય અટકળો તેજ બની છે. ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે અમિતશાહના ગુજરાત પ્રવાસને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે.

શું છે અમિત શાહનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેઓ 19 થી 21 જૂન વચ્ચે પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કર્યો નું લોકાર્પણ કરશે. તેમજ તેમના હસ્તે અમદાવાદ અને ગાંધીનગર માં બનેલા જુદા જુદા બ્રીઝ નું ઉદ્ઘાટન કરવામાં આવશે. અને ચાર વિધાનસભાઓમાં અર્બન ફોર્સ્ટ માટે કરાશે વૃક્ષા રોપણ કરશે. તેમજ ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આમ અમિતશાહ વિકાસના કાર્યોના લોકાર્પણ માટે ગુજરાત આવી રહ્યા છે.પરંતુ તેઓ માત્ર વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવા નથી આવી રહ્યા. તેઓ આવનાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને ગુજરાત આવી રહ્યા છે તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે.

BJP GUJARAT

IMAGE CREDIT- BJP GUJARAT FACEBOOK

પ્રદેશ પ્રભારી બાદ અમિત શાહની ગુજરાત મુલાકાત.

થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપ(BJP)ના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓએ ગુજરાત ભાજપના ટોચના નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. ત્યાર બાદ તમામ બેઠકનો રિપોર્ટ તૈયાર કરી પાર્ટી હાઇકમાન્ડને સોંપ્યો હતો. અને પછી ફરી ગુજરાત ભાજપના ધારાસભ્યદળની બેઠક એમની આગેવાનીમાં થઇ હતી. એક બાજુ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને ખુબ ચર્ચા ચાલી રહી છે. ત્યારે આમિતશાહની ગુજરાત મુલાકાતને માત્ર વિકાસના લોકાર્પણના કાર્ય સાથે ન જોડીને આવનાર વિધાનસભાની ચૂંટણી સાથે જોડવું જોઈએ. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અમિતશાહ(AMIT SHAH) તેમની આ બે દિવસીય મુલાકાતમાં મંત્રીમંડળના ફેરફાર બાબતની ગોઠવણો કરશે તેમજ આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને સમીક્ષા કરશે. આમ આ વખતની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ અને આપ(AAP) એમ ત્રેણય પાર્ટીઓ અત્યારથીજ કામે લાગી ગઈ છે.

આ પણ વાંચો:ઈસુદાન ગઢવી સુરતના પ્રવાસે

શું છે ગુજરાતના રાજકારણની વર્તમાન સ્થિતિ?

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અને તેને લઈને રાજકીય પાર્ટીઓનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ થવાનો છે. ગુજરાતના રાજકારણની પ્રવર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપ છેલ્લા 25 વર્ષથી શાસન કરી રહી છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. હમણાજ થયેલ સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં ભાજપે વિપક્ષના સૂપડા સાફ કરી દીધા હતા. પરંતુ કોરોનની બીજી લહેરમાં સરકારની કામગીરીથી ઘણા લોકો નાખુશ છે. અને તેને લીધે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતમાં ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. અને ઘણા ભાજપના કાર્યકર્તાઓ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એક તરફ કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણીને લઈને હવે સક્રિય થયું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પારતીઓએ પોતાની રાજકીય ગતિવિધિ તીજ કરી દીધી છે. આમ ચૂંટણીના દોઢ વર્ષ પહેલાથીજ રાજકીય રોમાંચ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મંત્રે આ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંનેને ફટકો પડી શકે એમ છે. આમ આદમી પાર્ટીને ઝડપથી જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ત્રીજો પક્ષ આ વખતે સરકારતો નહિ બનાવી શકે પણ ઘણી સીટો જીતી ને વિધાનસભામાં એન્ટ્રી કરી શકે છે. આમ આવનાર વિધાનસભાની ચૂંટણી ઘણી રોમાંચક બની રહેવાની છે. 

No comments

leave a comment