Amitabh Bachchan Enemies in Bollywood: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સ વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડા થતા રહે છે. આ જ વિવાદોને કારણે એકબીજા સાથે કામ ન કરવું એ પણ મોટી વાત નથી. તો ચાલો આજે વાત કરીએ સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચનના કેટલાક દુશ્મનો વિશે, જેમના વિશે તેઓ વાત કરવાનું પણ પસંદ કરતા નથી.
શત્રુઘ્ન સિંહા અને અમિતાભની દુશ્મની હતી વિવાદોમાં
આ યાદીમાં પહેલું નામ હિન્દી ફિલ્મ અભિનેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (2019)ના રાજકારણી શત્રુઘ્ન સિંહાનું છે. 70ના દાયકામાં શત્રુઘ્ન એક મહાન સ્ટાર તરીકે ઉભરી આવ્યા જે અમિતાભ બચ્ચન કરતા પણ મોટા સ્ટાર સાબિત થયા. જેના કારણે તેમની મિત્રતામાં તિરાડ(Amitabh Bachchan Enemies in Bollywood) પડી હતી.
એક ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ને જણાવ્યું હતું કે મને ક્યારેય પણ ફિલ્મ ‘કાલા પથ્થર’ના સેટ પર અમિતાભ સાથે સીટની ઓફર કરવામાં આવી નથી. શૂટિંગ પછી લોકેશનથી હોટેલ જતી વખતે અમિતાભે મને ક્યારેય તેમની કારમાં આવવાની ઓફર કરી ન હતી.
જુઓ વિડીયો:ગદર ફિલ્મ વિષે આ વાત જાણીને ચોંકી જશો
ઐશ્વર્યાના લીધે સલમાને લીધો બચ્ચન ફેમિલી સાથે પંગો
આ લિસ્ટમાં બોલિવૂડનો દબંગ સલમાન ખાન પણ છે. સલમાન ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે દુશ્મનીનો સિલસિલો બચ્ચન ઘરની વહુ ઐશ્વર્યા રાયને કારણે શરૂ થયો હતો. સલમાન અને ઐશ્વર્યા લાંબા સમયથી એકબીજાની સાથે હતા પરંતુ સલમાનના ખરાબ વર્તનને કારણે ઐશ્વર્યાએ તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. સલમાનને છોડીને ઐશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કર્યા હતા. આ પછી બંને પરિવારો વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ ગઈ(Amitabh Bachchan Enemies in Bollywood)
આ પણ વાંચો: એક આઈટમ ગર્લ બની સંજયની પત્ની, પરિવારના વિરોધમાં જઈને સંજયે કર્યા હતા લગ્ન
સ્ટારડમના લીધે થઈ દુશ્મની 
આ સિવાય અમિતાભ બચ્ચનના દુશ્મનોની યાદી(Amitabh Bachchan Enemies in Bollywood)માં રાજેશ ખન્ના પણ સામેલ છે. રાજેશ ખન્ના જેવા કલાકારને માત્ર અમિતાભ બચ્ચન જ હરીફાઈ આપતા હતા અને અમિતાભ બચ્ચનને આ જ વાતનો ગર્વ હતો. આ કેટલીક બાબતોના કારણે તેમનો રાજેશ સાથે વિવાદ ઉભો થયો હતો.
ફિલ્મી અને ટીવી દુનિયાથી અપડેટેડ રહેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4