સોની ટીવીના ‘કોન બનેગા કરોડપતિ’ અત્યારે દર્શકોને ખૂબ મનોરંજન પૂરુ પાડી રહ્યું છે. આ વખતના શોમાં ‘શાનદાર શુક્રવાર’ નુ સેગમેન્ટ રાખ્યું છે. જેમાં દીપિકા પાદુકોણ અને પ્રખ્યાત કોરિયોગ્રાફર ફરાહ ખાન આવવાના છે. શોનું એક પ્રોમો સામે આવ્યું છે, જેમાં અમિતાભ બચ્ચન, ફરાહ ખાનની સામે દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહની લવ સ્ટોરીનો એક કિસ્સો સંભળાવતા કંઈક આવું કહી દે છે, જે સાંભળીને ઓડિયન્સ હસીને ઘેલી થઈ જાય છે. આ વીડિયોમાં અમિતાભે જણાવ્યું છે કે, કેવી રીતે તેઓ રણવીરના ઈશારાથી મૂંજવણમાં મૂકાઈ ગયા હતા.
અમિતાભે સંભળાવ્યો એવોર્ડ સેરેમની સાથે સંકાળાયેલો કિસ્સો
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અમિતાભની સામે હોટ સીટ પર દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન બેસેલા છે. ત્યારે અમિતાભ કહે છે- તમને જણાવું છું કે, અમારી સાથે એક દૂર્ઘટના થઈ ગઈ. આપણી ઈન્ડસ્ટ્રીમાં જેમ એવોર્ડ સેરેમની ફંક્શન થતા રહે છે, ત્યાં હું પણ ગયો હતો અને રણવીર પણ એ ફંક્શનમાં હતો. આ એવોર્ડ સેરેમનીમાં ઉપરથી એક ક્રેનના માધ્યમથી નીચે આવી રહ્યો હતો. ઘણા બધા ગીતો વાગી રહ્યા હતા, તે સરસ તૈયાર થઈને હાથમાં માઈક લઈને નીચે આવી રહ્યો હતો.
રણવીરના ઈશારાને અમિતાભે ખોટુ સમજી લીધુ.
IMAGE CREDIT: SONYTV
અમિતાભ પછી કહે છે કે જ્યારે તે મારા થોડી નજીક આવ્યો તો તેણે આંગળીઓ આંખ તરફ કરતા કંઈક આવો ઈશારો કર્યો, તો હું ઈશારાને ના સમજી શક્યો એટલે તેમના જ અંદાજમાં રિપ્લાઈ કર્યો. આવુ થોડા સમય સુધી ચાલ્યુ. ત્યારે મારી વાઈફ ધીમે રહીને બોલ્યા- એ તમને ઈશારો નથી કરી રહ્યો. તો મેં પૂછ્યું તો પછી! ત્યારબાદ જયાજી બાલ્યા- તમારી બાજુમાં જુઓ, મેં બાજુમાં જોયુ તો ત્યાં દીપિકા બેઠી હતી. રણવીર, દીપિકા (Deepika Padukone)ને જ ઈશારો કરી રહ્યો હતો, અને હું ખોટુ સમજી બેઠો. અમિતાભે વીડિયોના અંતમાં કહ્યું કે, આ બધુ ત્યારે ચાલી રહ્યું હતુ જ્યારે તેમના લગ્ન પણ નહોતા થયા.
IMAGE CREDIT: SONYTV
મનોરંજનભર્યો હશે આજનો એપિશોડ
Iss Ganesh Chaturthi, gyaan ke manch par, Deepika, Farah aur Indian Idol Finalists ke suron ke saath birajmaan honge Ganpati Bappa! Sajega mahotsav ka rang sabke sang. Toh dekhna mat bhoolna #KaunBanegaCrorepati ka yeh Shaandaar Shukravaar episode, aaj raat 9 baje, sirf Sony par. pic.twitter.com/mY4ktUBGES
— sonytv (@SonyTV) September 9, 2021
સોની ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટે આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે,- #કેબીસી13 શાનદાર શુક્રવાર. આજે રાત્રે 9 વાગે… એબી સરે જણાવી એવોર્ડ ફંક્શનમાં થયેલી દીપિકા અને રણવીરની એક વાત, જે સાંભળીને તમે પણ ખુશ થઈ જશો. જુઓ આ રસપ્રદ પળ #કોન બનેગા કરોડપતિ શાનદાર શુક્રવાર માં, આજે રાત્રે 9 વાગ્યે, સોની પર. જોકે, આ વીડિયો સોની ટીવીએ ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધું છે. પણ ડિલીટ થયા પહેલાથી જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ- બોલીવુડ સેલેબ્સે ગણેશ ચતુર્થીની કઈક આ રીતે આપી શુભકામના!
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt