Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝઅમિતાભ બચ્ચનને હવે “કમલા પસંદ” નથી

અમિતાભ બચ્ચનને હવે “કમલા પસંદ” નથી

Share Now

(Amitabh Bachchan) અમિતાભ બચ્ચને આજે એટલે કે, 11 ઓક્ટોબરના રોજ 80મો જન્મદિવસ છે.અમિતાભ બચ્ચને એક મહત્વનો નિર્ણય કર્યો. અમિતાભ બચ્ચને થોડા સમય પહેલા કમલા પસંદ માટે એક જાહેરાત કરી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો. પરંતુ હવે અમિતાભ બચ્ચને ખુદ આ બ્રાન્ડ પ્રમોશનથી પોતાની જાતને દૂર કરી લીધી છે.

Amitabh Bachchan Kamla Pasand

(Amitabh Bachchan) અમિતાભ બચ્ચનની ટીમે માહિતી આપી છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘થોડા દિવસ પહેલા કમલા પસંદની જાહેરાત પ્રસારિત થઈ હતી. આ પછી અમિતાભ બચ્ચને બ્રાન્ડનો સંપર્ક કર્યો હતો અને ગયા અઠવાડિયે પોતાને આ બ્રાન્ડ પ્રમોશનથી દૂર રાખ્યા હતા. અમિતાભ બચ્ચનની ટીમને આ પગલાની જાણકારી આપવામાં આવી રહી છે કે બિગ બીને ખબર નહોતી કે તેમની જાહેરાત સરોગેટમાં છે. ટીમે કહ્યું, ‘હવે અમિતાભ બચ્ચને બ્રાન્ડ સાથેનો કરાર સમાપ્ત કરી દીધો છે. તેમને આ અંગે જાણ કરવામાં આવી છે અને પ્રમોશન માટે મળેલા પૈસા પણ પરત કરી દીધા છે.

નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ઇરૅડિકેશન ઓફ ટોબેકોના પ્રમુખ ડૉ. શેખર સાલ્વકરે અમિતાભ બચ્ચનને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે મેડિકલ રિસર્ચથી ખ્યાલ આવ્યો કે તમાકુ તથા પાન મસાલા જેવી વસ્તુઓ વ્યક્તિ અને તેમાંય ખાસ કરીને યુવાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અમિતાભ બચ્ચન પોલિયો કેમ્પેનના સરકારી બ્રાન્ડ-એમ્બેસડર છે અને તેમણે પાન મસાલાની જાહેરાતમાંથી જલદીથી દૂર થવાની જરૂર છે.

અમિતાભ બચ્ચન આજે તેમનો 80 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાહકોની સાથે સાથે તમામ બોલિવૂડ સ્ટાર્સ પણ તેમને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવી રહ્યા છે. અમિતાભ બચ્ચન માટે અભિનંદન સંદેશાઓ સોશિયલ મીડિયા પર છલકાઈ ગયા છે. અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942 ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તેમના પિતા હરિવંશરાય બચ્ચન એક પ્રખ્યાત હિન્દી કવિ હતા જ્યારે તેમની માતા તેજી બચ્ચન સામાજિક કાર્યકર્તા હતા.

આ પણ વાંચોઃ-Big B Birthday નિમિતે જાણો તેમના ફિલ્મી કરિયરની કેટલીક રસપ્રદ વાતો…

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment