Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝધારાસભ્ય અમરીશ ડેરના સમર્થકોએ રેલ રોકી

ધારાસભ્ય અમરીશ ડેરના સમર્થકોએ રેલ રોકી

AMRISH DER
Share Now

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વચોવચ રેલવેની પડતર જમીન ખાલી પડી છે. આ જમીનને રાજુલા નગરપાલિકાને સોંપી દેવા માટે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે(AMRISH DER) માંગણી કરી છે. માંગણી પુરી ન થતા ધારાસભ્ય અમરીશ ડેર છેલ્લા કેટલાય દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા પોલીસ દ્વારા પોલીસે આ મુદ્દે અમરીશ દેરની અટકાયત પણ કરી હતી. તેમ છતાં અમરીશ ડેર દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. અને આજે તેઓએ ઉપવાસ આંદોલનનો છેલ્લો દિવસ જાહેર કર્યો હતો. ત્યારે અમરીશ ડેરના સમર્થકો દ્વારા ડુંગર અને વડલી કુડીયાળ ગામે રેલ રોકી વિરોધ કરવામાં આવ્યો છે. જેના કારણે ગુડ્ઝ ટ્રેન અને પેસેન્જર ટ્રેનોનું શેડ્યુલ ખોરવાયું છે. જો કે, પોલીસે પણ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી ટ્રેન સાથે આવેલા સમર્થકોને હટાવ્યા હતાં. આમ રાજુલાની રેલવેની પડતર જમીનનો મુદ્દો વધુને વેગ પકડી રહ્યો છે.

શું છે રાજુલા શહેરની રેલવેની જમીનનો વિવાદ?

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વચોવચ રેલવેની પડતર જમીન ખાલી પડી છે. ખાલી પડેલ રેલવેની જમીન છેલ્લા ૨૫ વર્ષોથી પડતર અને બિન ઉપયોગી છે. જેને કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે. જેથી ધારાસભ્ય અમરીશ ડેરે રાજુલા નગરપાલિકાને સોંપી દેવાની માંગણી કરી હતી. જેથી રાજુલામાં રેલવેની બિન ઉપયોગી જમીન પર નગરપાલિકા દ્વારા ચિલ્ડ્રન પાર્ક, સર્કલ,રસ્તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક,વોક વે, સહિતના વિકાસ કામો થઇ શકે. આ માટે નગરપાલિકા અને રેલવે વચ્ચે કરાર પણ કરવામાં આવ્યા હતાં. પરંતુ હવે રેલવે વિભાગ દ્વારા નગરપાલિકાને વિકાસ કાર્યો માટે જમીનનો કબજો સોંપવામાં ન આવતા બેરીકેટ ઉભા કરવા આવ્યા હતા. જે બાદ સમગ્ર વિવાદ ઉભો થયો છે. અને અમરીશ ડેર દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યુ છે.

AMRISH DER

IMAGE CREDIT- AMRISH DER FACEBOOK

રાજુલાની જમીન મુદ્દે કોંગ્રેસ એક્શનમાં

રાજુલાની રેલવેની જમીન મુદ્દે અમરીશ ડેર(AMRISH DER) છેલ્લા ઘણા દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ આ મુદ્દે એક્શનમાં આવી ગયું છે. અને તેને લઈને પરેશ ધાનાણીએ રાજ્યભરના કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને પત્ર લખીને ધારાસભ્ય અમરીશ ડેરના આંદોલનને સમર્થન આપવાનું કહ્યું છે. તેમજ સમગ્ર રાજ્યમાં આ મુદ્દે આવેદન પત્ર આપી રેલ રોકો આંદોલનને આગળ વધારવાનું કહ્યું છે. આ મુદ્દે રાજ્યસભા સંસદ શક્તિસિંહ ગોહિલ પણ અંગત રસ લઈ રહ્યા છે. અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે અમરીશ ડેર સાથે વાત કરી હતી અને જરૂરી કાગળો મંગાવ્યા હતા. શંકરસિંહ વાઘેલા પણ આ મુદ્દે ટ્વિટ કરી ચૂક્યા છે. ત્યારે આ વિવાદ સમવાનો નામ જ નથી લેતો. ત્યારે કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:ગુજરાતમાં ત્રીજો મોરચો કેમ સફળ થયો નથી?

શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરી​​​​​​​

​​​ત્યારબાદ ગઈકાલે સાંજે શક્તિસિંહ ગોહિલ દ્વારા વીડિયોના માધ્યમથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરી હતી. જેમાં શક્તિસિંહે કહ્યું હતું કે, રેલવેની આ જમીન મુદ્દે કરાર થઈ ગયા છે. તો જલ્દીથી તેનો સુખદ અંત લાવવામાં આવે. વધુમાં આ મુદ્દે શક્તિસિંહ ગોહિલ દ્વારા એવુ પણ કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય ભાજપના સાંસદને ખાત મુહૂર્ત કરવા અથવા કોઈ કાર્યક્રમ થકી થાય તો સાથે રહીને કરશે. કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્રમાં રેલ રોકો આંદોલન કરવાથી નુકસાન જશે. જયારે આ મામલે સુખદ અંત આવે તેવો પ્રયાસ કરવા વિંનતી કરાઇ છે. ત્યારબાદ સમગ્ર મામલે રેલવેના ડોક્યુમેન્ટ અને રિપોટ કેન્દ્રીય મંત્રી તપાસ કરી જાણ કરશે.

આ વિવાદનો અંત ક્યારે?

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલ રેલવેની જમીન આંદોલન હજુ પણ સમવાનું નામ નથી ઓલી રહ્યો. તંત્ર દ્વારા આ મુદ્દે હજુ સુધી કોઈ પોંઝોટિવ જવાબ મળ્યો નથી. ત્યારે અમરીશ ડેરના(AMRISH DER) સમર્થકો દ્વારા આજે રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. અને તેને લઈને પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ મુદ્દે અમરીશ ડેરના સમર્થનમાં સમગ્ર કોંગ્રેસ આવી ગયું છે. શક્તિસિંહ ગોહિલ પણ અંગત રસ દાખવી રહ્યા છે. ત્યારે આ વિવાદનો અંત ક્યારે આવે છે? તે જોવું રહ્યું.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment