કોરોના મહામારીમાં લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અટકી ગઈ હતી. ગત વર્ષની નવરાત્રિમાં લોકો કોરોનાના લીધે ઘરમાં જ રહ્યાં હતા. પણ આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માતાજીના દર્શન માટે ભક્તો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રાવણ બાદ હવે નવરાત્રિ નિમિતે AMTS એ અમદાવાદીઓ માટે ખાસ નિર્ણય લીધો છે. નવરાત્રિ દરમિયાન ધાર્મિક સ્થાળોના દર્શન માટે આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં આવેલા ધાર્મિક સ્થળો પર AMTS દ્વારા દર્શન કરાવવામાં આવશે. આ નિર્ણયથી ભક્તો ઘણાં ખુશ થયા છે. ખાસ કરીને વૃદ્ધો કારણ કે વૃદ્ધોને દર્શન કરવા જવાની ઈચ્છા હોય પણ તેઓને યોગ્ય સગવડ ન મળતા તેઓની ઈચ્છા અધૂરી જ રહી જાય છે. આવી પરિસ્થિતિમાં એએમટીએસ એ યોગ્ય નિર્ણય લઈને સૌ કોઈને ખુશ કરી દીધા છે. વિગતવાર જાણીએ આ ખાસ નિર્ણય વિશે.
AMTS દ્વારા લેવાયો ખાસ નિર્ણય
AMTS દ્વારા 7 ઓક્ટોબરથી ખાસ સુવિધા શરૂ કરવામાં આવશે. જેના માટે સામાન્ય ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. પુખ્ત વયના લોકો માટે ફ્કત 60 રૂપિયામાં આ પ્રવાસ કરાવવામાં આવશે. બાળકો માટે ફક્ત 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. સવારે 8:15 થી 4:15 સુધીનો સમય રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ- By Polls: ભવાનીપુર સહિત ત્રણ વિધાનસભા બેઠક પર 9 વાગ્યા સુધીમાં 7 ટકાથી વધુ મતદાન
- આટલા મંદિરોમાં કરાવવામાં આવશે દર્શન
- ભદ્રકાળી મંદિર- લાલ દરવાજા
- મહાકાળી મંદિર- દૂધેશ્વર,
- ચામુંડા મંદિર- અસારવા બ્રિજ નીચે
- માત્રભવાની વાવ- અસારવા
- પહ્માવતી મંદિર- નરોડા,
- ખોડિયાર મંદિર- નિકોલ
- હરસિદ્ધી માતાજી મંદિર- રખિયાલ
- બહુચરાજી મંદિર- ભૂલાભાઈ પાર્ક
- મેલડી માતા મંદિર- બહેરામપુર
- વૈષ્ણોદેવી મંદિર- એસજી હાઈવે
- ઉમિયા માતા મંદિર- જાસપુર રોડ
- આઈમાતા મંદિર-સુઘડ
- હિંગળાજ માતા મંદિર- નવરંગપુરા
તે સાથે એક ખાસ નિયમ પણ લાગૂ કરવામાં આવ્યો છે. જોકે, આ સુવિધા ગ્રૂપમાં લેવી પડશે. કેમકે ઓછામ ઓછા 40 પ્રવાસીઓ થશે તો બસ ઉપાડી શકાશે. પ્રવાસ કરવા માટે અગાઉથી જાણ કરવાની ફરજીયાત રહેશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4