સમગ્ર દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અને પેટ્રોલ-ડીઝલમાં વધતા ભાવને કારણે દરેક વસ્તુના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થયો છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે અમૂલ(AMUL) પણ હવે પોતાની દૂધની વિવિધ બ્રાન્ડના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમુલ તાજા અને શક્તિ દૂધમાં લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો કરવામાં છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને આ વધારો લાગુ કર્યો છે. આ ભાવ વધારો 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે.
અમુલે કર્યો દૂધના ભાવમાં વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને કારણે અમુલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને આ વધારો લાગુ કર્યો છે. આ ભાવ વધારા બાદ હવેથી અમૂલ ગોલ્ડના લિટરના પાઉચનો નવો ભાવ રૂ. 58 થયો છે અને અમૂલ તાજાના લિટરના પાઉચનો ભાવ રૂ. 46 થયેલ છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિના લિટરના પાઉચનો ભાવ રૂ. 52 થયો છે. અમુલ દૂધમાં થયેલ ભાવ વધારો આગળ દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ અમલ કરવામાં આવશે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અમુલે ભાવ વધાર્યો
અમુલ(AMUL) દૂધમાં થયેલા ભાવ વધારાને લઈને માધ્યમ વર્ગ પર વધુ એક બોજો આવી ગયો છે. તમને જણાવી દઈએ કે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા દોઢ વર્ષ બાદ દૂધના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લે ડિસેમ્બર 2019માં અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમુલે દૂધના ભાવમાં વધારો કરતા લોકો પર હવે વધુ એક બોજો વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે અમુલને ટ્રાન્સ્પોટેશનમાં ખર્ચ વધારે થતો હતો. તેમજ પશુ આહારના ભાવમાં પણ વધારો થયો છે. જેને લઈને અમુલે દૂધના ભાવમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો:લવ જેહાદનું એપી સેન્ટર બન્યું વડોદરા
તમને જણાવી દઈએ કે અમૂલે દૂધના ભાવમાં વધારોન કર્યો છે તેનાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થવાનો છે. કારણકે અમુલ તેના દૂધની વેચાણ કિંમતમાં જે નફો થાય છેતેનો મોટો હિસ્સો દૂધ ઉત્પાદકોને આપી દે છે. જેને લઈને અમુલ દૂધ ઉત્પાદકોને ફાયદો થવાનો છ્હે. અને દૂધ ઉત્પાદન કરનારાંઓને આનાથી પ્રોત્સાહન પણ મળશે.
પ્રજા પર મોંઘવારીનો માર
દેશમાં કોરોનાકાળ ને લીધે લોક ડાઉન કરવામાં આવ્યું હતું. હજુ પણ મોટા ભાગના રાજ્યોમાં પ્રજા પર કેટલાક નિયંત્રણો લાગુ છે. જેને લઈને ખાસ કોઈ ધંધામાં હજુ કોઈ આવક થઇ નથી. વધુમાં કોરોનાકાળ દરમ્યાન ઘણા લોકો બેરોજગાર બન્યા છે. તો ઘણા લોકોના પગારમા ઘટાડો પણ કરવામાં આવ્યો છે. તો ઘણા લોકોના વેપાર ધંધા થાપ થઇ ચુક્યા છે. ત્યારે એક બાજુ દેશમાં સતત એક પછી એક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે દરેક ચીજ વસ્તુઓના ટ્રાન્સ્પોટેશનના ખર્ચમાં વધારો થાય છે. જેથી દેશમાં જેમ જેમ પેટ્રોલના ભાવમાં વધારો થઇ રહ્યો છે એમ એમ દરેક ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અમુલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આમ એક પછી એક રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓએ ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને સામાન્ય પ્રજા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4