Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનથી ભારતીયોને એયરલિફ્ટ કરવા પહોંચ્યુ વાયુસેનાનું સ્પેશિયલ પ્લેન

અફઘાનિસ્તાનથી ભારતીયોને એયરલિફ્ટ કરવા પહોંચ્યુ વાયુસેનાનું સ્પેશિયલ પ્લેન

Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાનો (Taliban)એ કબજો જમાવ્યા બાદથી દેશમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ તમામ વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયો નાગરિક માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કાબુલ એરપોર્ટ પરથી હાલમાં કોમર્શિયલ ફ્લાઇટ બંધ છે અને આ વચ્ચે ભારતીય રાજદુતના સ્ટાફ અને દેશના અન્ય લોકોને ભારત લઇ આવવા માટે ભારતીય એયરફોર્સ (Indian Air Force)નું પ્લેન કાબુલ (Kabul) ખાતે પહોંચ્યુ છે.

ભારતીય વાયુસેના (Indian Air Force)નું પ્લેન કાબુલ પહોંચ્યુ

જણાવી દઇએ કે હાલમાં લોકોની એયરપોર્ટ (Airport) પર અફરાતફરીને પગલે અફઘાને પોતાના એયરસ્પેશ બંધ કરી દીધા છે, પરંતુ મિલિટ્રી પ્લેન દ્વારા લોકોને હજુ પણ ત્યાંથી એયરલિફ્ટ કરાઇ રહ્યા છે. તે હેઠળ જ ભારતીય વાયુસેનાનું પ્લેન આજે સોમવારે બપોરે કાબુલ ખાતે પહોંચ્યુ છે. અમેરિકાના સૈનિકો તરફથી પણ કેટલાક દેશના નાગરિકોને અફઘાનિસ્તાનથી નિકાળવામાં મદદ કરવામાં આવી રહી છે.

પ્લેન ઇરાન (Iran)ના એયરસ્પેશ પરથી પસાર થયુ

કાબુલ પહોચેલુ ભારતીય વાયુસેના (Indian Air Force)નું પ્લેન પાકિસ્તાનની એયરસ્પેશથી પસાર થયુ નહતુ, પરંતુ ઇરાન (Iran)ના રસ્તા પરથી કાબુલ પહોંચ્યુ હતુ. જણાવી દઇએ કે એક મહીના પહેલા જ્યારે ભારતીય વાયુસેનાનું પ્લેન કંધાર સ્થિત ભારતીય કૌંસુલેટથી અધિકારીઓને લઇને આવી રહ્યુ હતુ તો પાકિસ્તાને ફ્લાઇટને પોતાના એયરસ્પેશ પર ઉતરવાની મંજૂરી આપી નહતી.

એયરપોર્ટ (Airport) પર લોકોનો જમાવડો

ઉલ્લેખનિય છે કે હાલમાં કાબુલ એયરપોર્ટ (Kabul AirPort) પર ભારેમાત્રામાં ભીડ જમા થઇ છે અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાજર લોકોમાં વિદેશી નાગરિકો સિવાય અફઘાન લોકો પણ મોટી સંખ્યામાં સામેલ છે, જે પોતાના જ વતન છોડીને નિકળવા ઇચ્છે છે. મળતી માહિતી મુજબ આ તમામ વચ્ચે એયરપોર્ટ પર ફાયરિંગ પણ થઇ હતી જેમાં 5 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

ત્રણ લોકો પ્લેન (Plane)માંથી પડ્યા  હોય તેવો વીડિયો વાયરલ

અફઘાનિસ્તાનમાં તાલિબાનો (Taliban)ના ડરથી લોકો દેશ છોડી રહ્યા છે. જેમાં કાબુલ એયરપોર્ટથી ઉડાન ભરી રહેલા પ્લેનમાં જગ્યા નહીં મળતા ત્રણ લોકો ટાયર પકડી અને લટકી ગયા હતા. જેમાં તેનું અફઘાનિસ્તાન છોડવાનું સપનું સપનુ જ રહી ગયુ હતુ. ત્રણ લોકો પ્લેનમાંથી પડ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયા છે. હાલમાં આ અંગેની કોઇ જાહેરાત ન કરી શકીએ કે આ વીડિયો ક્યારનો છે અને શું પ્લેન (Flight)માં આ લોકો લટક્યા હતા કે નહીં.

લોકો ફ્લાઇટ (Flight) દ્વારા દેશ છોડવા મજબુર

કાબુલ એયરપોર્ટ (Kabul Airport) હાલમાં ભારે ભીડ અને અફરાતફરીના પગલે કોમર્શિયલ ફ્લાઇટ (Flight) માટે બંધ કરી દેવામાં આવ્યુ છે. એયરપોર્ટ પર ભારે માત્રામાં લોકો એકઠા થયા છે અને લોકો કોઇ પણ ફ્લાઇટ દ્વારા અફઘાનિસ્તાન છોડવા માગે છે. કેટલાક વીડિયો એવા સામે આવ્યા છે, જેમાં લોકો પ્લેનમાં ચઢવા માટે ધક્કામુક્કી કરી રહ્યા છે. અફઘાનિસ્તાનના તમામ કોમર્શિયલ એયરસ્પેશને હાલ પુરતા બંધ કરી દેવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાન (Afghanistan)ની તમામ બોર્ડર પર તાલિબાનનો કબજો

અફઘાનિસ્તાનની તમામ બોર્ડર પર તાલિબાનોએ કબજો કરી લીધો છે. આ તમામ વચ્ચે એયરપોર્ટ એકમાત્ર નિકળવાનો પોઇન્ટ હતો, જેમાંથી લોકો અફઘાનિસ્તાનથી બહાર નિકળી શકે. વીડિયોમાં જે રીતના દ્રશ્યો નજર આવી રહ્યા છે, તેમાં લોકોને ડર છે કે આ વિકલ્પ પણ જલ્દીથી ખતમ થઇ રહ્યો છે. તેવામાં લોકો કોઇ પણ પ્લેનમાં બેસી અફઘાનિસ્તાન (Afghanistan)થી નિકળવાની કોશીશ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા કેટલાક વીડિયો વાયરલ (Video Viral) થયા છે જેમાં લોકો વિમાનો પર લટકવાની કોશિશ કરતા નજરે ચઢી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાન (Taliban)નો પ્રવેશ

કાબુલ (Kabul)માં દાખલ થયાની સાથે જ તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કરી લીધો છે. આ સાથે જ તાલિબાન (Taliban)ના આતંકી ગઇકાલે રવિવારે રાત્રે અફઘાનિસ્તાન (Afghanistan)ના રાષ્ટ્રપતિના ભવનમાં ઘુસી ગયા હતા. એટલુ જ માત્ર નહીં ત્યાં તલિબાનોએ પોતાનુ નિશાન પણ છોડી દીધુ. જણાવી દઇએ કે ગઇકાલે રવિવારે તાલિબાન કાબુલમાં ધુસી ગયા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિએ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધુ હતુ.

રાષ્ટ્રપતિ (President)એ દેશ છોડ્યો

અશરફ ગનીના હટ્યા અને સત્તા પરિવર્તન બાદ તાલિબાન (Taliban) તરફથી હવે મૌવાના અબ્દુલ ગની બરાદરને રાષ્ટ્રપતિ (President) બનાવી શકે છે. જણાવી દઇએ કે અશરફ ગની દેશ છોડીને જતા રહ્યા છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ (Vice president)અમરૂલ્લા સાલેહે પણ અફઘાનિસ્તાન છોડી દીધુ છે. તાલિબાન હવે અફઘાનિસ્તાનને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન નામ આપી શકે છે.

લોકોને ચેતવણી

તાલિબાને (Taliban) જાહેરાત કરી છે કે હવે અફઘાનિસ્તાનમાં શરિયા કાનુન લાગુ થશે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે કોઇ પણ દેશ છોડવાની કોશિશ ન કરે. તાલિબાને સરકારી કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યુ કે 20 વર્ષ પહેલા તાલિબાન શાસનમાં જેવી રીતે કામ કરતા હતા, હવે તેવી જ રીતે તે ફરી કામ કરે. તાલિબાને વધુમાં જણાવ્યું કે એક નવી શરૂઆત કરે અને ભ્રષ્ટાચાર અને કૌભાંડથી સાવધાન રહે.

રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાન (Taliban) દાખલ

નોંધનીય છે કે તાલિબાનના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં આતંકી રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ થઇ અને બેસ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં ખુરશી, સોફા પર આતંકી બેસતા નજરે ચઢી રહ્યા છે. તાલિબાને ગઇકાલે રવિવારે જાહેરાત કરી કહ્યુ હતુ કે કાબુલમાં રહેલા તમામ હેડક્વાર્ટરને પોતાના કબ્જામાં લઇ લીધા છે. એવા પણ ફોટા (Photo) સામે આવ્યા હતા કે જેમાં આતંકી અફઘાનિસ્તાનનો સરકારી ઝંડો નિકાળી અને પોતાના ઝંડા લગાવી રહ્યા હતા. 

રસ્તા (Road)ઓ પર ટ્રાફીક

જણાવી દઇએ કે તાલિબાનના લડવૈયાઓએ કાબુલ શહેરની બહારના વિસ્તારોમાં ગઇકાલે રવિવારે પ્રવેશ કરી લીધો હતો. જેનાથી સ્થાનિકોમાં ભયના માહોલ ફેલાયો હતો. એયરપોર્ટ (Airport), રસ્તા (Road)ઓ પર લોકોની ભીજ  નજરે આવી રહી હતી. તાલિબાને અત્યાપર સુધીમાં અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર કબજો જમાવી લીધો છે. કંધાર, હેરાત, મજાર-એ-શરીફ અને જલાલાબાદ જેવા શહેરો સહિત 34 માંથી 25 પ્રાંતીય રાજધાની પર કબજો કરી લીધો છે. 

ઉલ્લેખનિય છે કે આ પહેલા ગઇકાલે રવિવારે તાલિબાને (Taliban) એક નિવેદન બહાર પાડતા કહ્યુ કે તે વચન આપે છે કે કોઇ પણ નાગરિક અથવા સેના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે. તાલિબાનના જણાવ્યાં અનુસાર પુરા દેશ પર હવે તેમનો કબ્જો છે.

તાલિબાન સેના અને સરકારી કર્મી (Government Employee)ઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

તાલિબાને કહ્યુ કે, અમારો ઇરાદો કોઇ સાથે બદલો લેવાનો નથી. કાબુલા (Kabul)માં સરકારી નોકરી કરનારા કર્મીઓ અને સેનાને અમે માફ કરી દીધા છે અને તે તમામ સુરક્ષિત છે. કોઇ પણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે. તમામ આપણા જ દેશના છે.

લોકો દેશ ન છોડે

તાલિબાને પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, તમામ લોકો ઘર પર જ રહે અને દેશ છોડવાની કોશિશ ન કરે. અમે ઇચ્છી રહ્યા છે કે તમામ અફઘાની પોતાને ભવિષ્યના ઇસ્લામી વ્યવસ્થામાં એક જવાબદાર સરકાર (Government)ને જોવે.

આ પણ વાંચો: માનવતા મરી: અફઘાનિસ્તાનની મદદે કોઈ દેશ નહી, ત્રણ લોકો વિમાનમાંથી પટકાયા

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

  

 

No comments

leave a comment