Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝખંભાતમાં મુસ્લિમ યુવતીના હિન્દુ સાથે લગ્ન

ખંભાતમાં મુસ્લિમ યુવતીના હિન્દુ સાથે લગ્ન

OPPOSITE LOVE JIHAD INCIDENT
Share Now

જબરદસ્તીથી લઘુમતી કોમના યુવકો દ્વારા હિંદુ યુવતીઓને પટાવી-ફોસલાવી યુવતીઓને ધર્મપરિવર્તન કરાવી તેમની સાથે નિકાહ પઢાવી લેવાના અનેક બનાવ બનતા હોય. જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવ્યું હોવાના તેમજ ધર્મ બદલાવવા માટે દબાણ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પણ આણંદ જિલ્લામાંથી લવ જેહાદથી વિપરીત કિસ્સો સામે આવ્યો છે…રાજ્ય સરકાર દ્વારા બે દિવસ અગાઉ જ લવ-જેહાદનો કડક કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો, જેનો પ્રથમ કેસ વડોદરામાં બન્યો હતો. ત્યારે બીજી તરફ આણંદ જિલ્લાના ખંભાત ખાતે એનાથી વિરોધી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હિંદુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે.

OPPSOITE LOVE JIHAD

OPLINDIA

અરજીમાં મરજીથી લગ્ન કર્યાનો ઉલ્લેખ

આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતા એવા ખંભાત તાલુકાના જૂની મંડાઈસ્થિત સૈયદવાડા ખાતે રહેતી 20 વર્ષીય ફરમીનબાનુ મો. ફારુકાન સૈયદે પોલીસવડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને આપેલી લેખિત અરજીમાં જણાવ્યું હતું કે તેણે ગત 19મી જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. 17મી જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલે કપડે ત્યજી દીધું હતું. હાલમાં તેના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોઈ, તેઓ તેમને છુટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરી રહ્યા છે. તેને તેમજ તેના પતિ ઉત્કર્ષને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. જોકે તેણે હિંદુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હાલમાં દંપતી ભયભીત હોઈ ખંભાત છોડી સલામત સ્થળે આશરો લીધો હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ છે.

આ પણ જુઓ : UP Conversion Racket ના માસ્ટર માઈન્ડનો Video સામે આવ્યો : મહિને 15થી વધુ લોકોના ધર્મ પરિવર્તન કરાવતો

KHAMBHAT POLICEયુવતીએ જાનનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ માગ્યું

બનાવમાં યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી તેણે પોતાની મરજી અને રાજીખુશીથી હિંદુ યુવક સાથે લગ્ન કર્યા હોઈ અને સમગ્ર બનાવમાં તેનાં પરિવારજનોથી તેને તથા તેના પતિને જાનનું જોખમ હોઈ એટલે પોલીસ રક્ષણ મેળવવાની માગ કરી છે.

યુવતીનો વિડિયો પણ વાઇરલ

મુસ્લિમ યુવતી ફરમીનબાનુ સૈયદે પોતે પોતાની મરજીથી યુવક ઉત્કર્ષ પુરાણી સાથે લગ્ન કર્યા છે અને તે હાલમાં ખુશ છે એવો એક વીડિયો બનાવ્યો હતો. એ 30 સેકન્ડનો છે. એમાં તેણે એને સોશિયલ મીડિયા પર પણ વાઇરલ કર્યો છે.

ફરમીનબાનુ સૈયદે આપેલી લેખિત અરજીમાં પિતા મો. ફુરકાન સૈયદથી તેને ભય હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી) તથા તાકીર સૈયદ (રહે. સૈયદવાડો) તથા માથાભારે શખસ ફિરોઝ પઠાણ ઉર્ફે (ફન્ટર), સોહિલ ઉર્ફે કાંટો, સદામ સૈયદ ઉર્ફે મારુફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસીફ સૈયદ, જમશેદ જોરાવરખાન પઠાણનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે અને જો તેને કે તેના પતિને કાંઈ થશે તો તેની જવાબદારી આ લોકોની રહેશે, એમ પણ તેણ જણાવ્યું છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment