સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જેમાં તમને કંઇ ને કંઇ નવુ જાણવા મળી રહે છે, લોકોને પોતાનું ટેલેન્ટ દર્શાવવા અક પ્લેટફોર્મ મળી રહે છે. બોલિવુડ હોય કે લોકલ પબ્લિક યુઝર્સને જ્યાં ટેલેન્ટ જોવા મળે ત્યાં તેને સુટ કરીને શેર કરવાનું ભુલતા નથી.
જાણીતા બિઝનેસમેન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ પોતાના ટ્વીટર પર આવા ટેલેન્ટને ઘણા સમયથી શેર કરતાં રહે છે, ક્યારેક ફની તો ક્યારેક લોકોના ટેલેન્ટને શેર કરતાં રહે છે. ત્યારે એક આવા જ ટેલેન્ટને ફરી સોશિયલ મીડિયા પર મુક્યો છે. જે જોઇને તમે પણ ખુશ થઇ જશો.
Dosa (ઢોસા) બનાવતા એક ભાઇ જે ખુબ જ સ્પીડમાં ક્રિએટીવ થઇને ઢોસા બનાવી રહ્યાં છે, જેને જોઇને જોતા રહેવાનું જ મન થાય, અને હા ભુખ પણ લાગી જાય.
બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો
This gentleman makes robots look like unproductive slowpokes… I’m tired just watching him…and hungry, of course.. pic.twitter.com/VmdzZDMiOk
— anand mahindra (@anandmahindra) August 17, 2021
આ ભાઇનો ઢોંસા બનાવતો વીડિયો બિઝનેસમેન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે બિઝનેસમેન લખે છે ક, રોબોટ પણ આ સજ્જનની ગતિ સામે અનપ્રોડક્ટિવ અને ધીમો નજરે આવે છે, હું તેને જોઈને થાકી ગયો છું … અને ભૂખ લાગવા લાગી છે..
આનંદ મહિન્દ્રાની પોસ્ટમાં તાલિબાન માટે પણ ટ્વીટ કર્યા છે. થોડા દિવસો પહેલા મહિન્દ્રાએ એક મજૂરનો ઇંટો ઉપાડતો વીડિયો શેર કર્યો હતો. જેના પર લખ્યું હતું કે, આ સાથે તેમણે તે મજૂરની સખત મહેનત કરવા બદલ પ્રશંસા પણ કરી.
No one should have to do such risky manual labour. But you have to admire this man for turning his drudgery into an art form. Does anyone know where this is from? Can his employers provide automation & also recognise his higher order skills? (From Signal) pic.twitter.com/5IZ7NyiIS1
— anand mahindra (@anandmahindra) August 16, 2021
કોઈએ આવા જોખમી કામ ન કરવા જોઈએ. આનંદ મહિન્દ્રાના ફોલોઅર તેના શેર કરેલા વીડિયોનો જવાબ આપી રહ્યા છે.આ વીડિયોને 2.5 લાખ વ્યુઝ મળી ગયા છે, ત્યારે 14.6 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે. આનંદ મહિન્દ્રાના આ સોશિયલ મીડિયા એક્ટિવ રહેવાનું લોકોને ખૂબ પસંદ આવ્યું છે.
આપણી આસપાસ પણ આપણે આવા દ્શ્યો જોતા હોઇએ છીએ, પણ કોઇ વીડિયો કે ફોટો ક્લિક કરીને આવા ટેલેન્ટને બહાર લાવવાનું કામ નથી કરતા, તેમજ જો કોઇ સેલિબ્રિટિ કે બિઝનેસમેન કોઇ ટ્વીટ કરે છે, તો તે વાઇરલ થઇ જાય છે, મહિન્દ્રા જેવા મોટા બિઝનેસમેન જ્યારે આવી નાની નાની વસ્તુઓને કામને આટલું મહત્વ આપી શકતા હોય તો આપણે કેમ ન આપી શકીએ?
લોકોમાંથી કોઇને કોઇ વસ્તુ આપણે શીખતા જ રહેતા હોઇએ છીએ, તે સારી પણ હોય શકે અને ખરાબ પણ…તમારા હાથમાં છે કે તમારે તે વ્યક્તિમાંથી કેવા ગુણ લેવા છે.
આ પણ વાંચો: લાઇક્સ અને શેરની અભિવ્યક્તિ લોકોમાં ગુસ્સો અપાવે છે
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4