Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeસ્ટાર્ટ અપAnand Rathi Wealth IPO: સેબી પાસે જમા કરાવ્યા દસ્તાવેજ, નવા શેર ઈશ્યુ નહિ કરે

Anand Rathi Wealth IPO: સેબી પાસે જમા કરાવ્યા દસ્તાવેજ, નવા શેર ઈશ્યુ નહિ કરે

Anand Rathi Wealth IPO On Card: Files Papers With SEBI, No Fresh Shares Only OFS in IPO
Share Now

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં એક બાદ એક કંપનીઓ પૈસા બજારમાંથી એકત્ર કરવા માટે આગળ આવી રહી છે. ઝોમેટો, પેટીએમ, ડેલીવેરી જેવી દિગ્ગજ યુનિકોર્ન કંપનીઓની સાથે મહત્વપૂર્ણ માળખું ધરાવતી SBI કેપિટલ, HDB ફાઈનાન્શિયલ સહિતની કંપનીઓના આઈપીઓ પણ પાઈપલાઈનમાં છે. ગઈકાલની મોબિક્વિકની આઈપીઓની જાહેરાત બાદ શુક્રવારે હવે આનંદ રાઠી વેલ્થ મેનેજમેન્ટ(Anand Rathi Wealth)એ પણ જાહેર ભરણાં થકી પૈસા એકત્ર કરવાની જાહેરાત કરી છે.

બ્રોકરેજ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ આપતી કંપની આનંદ રાઠી વેલ્થે પણ આઇપીઓ(Anand Rathi Wealth IPO) દ્વારા નાણાં એકત્ર કરવાની તૈયારીમાં છે. કંપનીએ 20મી જુલાઈએ માર્કેટ રેગ્યુલેટર સેબીને IPO માટેની અરજી સુપરત કરી છે.

Anand Rathi Wealth IPO: સેબી પાસે જમા કરાવ્યા દસ્તાવેજ, નવા શેર ઈશ્યુ નહિ કરે

શું ખાસ હશે Anand Rathi Wealth IPOમાં ?

કંપની આઈપીઓ થકી પૈસા એકત્ર કરવા તો જઈ રહી છે પરંતુ, મહત્વની વાત એ છે કે કંપની આઈપીઓમાં કોઈ નવા શેર ઈશ્યુ નહિ કરે એટલે કે કંપની આઈપીઓમાં માત્ર ઓફર ફોર સેલ જ કરશે. ઓફર ફોર સેલનો મતલબ થાય છે કે કંપનીના આઈપીઓ થકી માત્ર પ્રમોટર જ શેર વેચશે એટલેકે કંપની પાસે આવનાર ભંડોળ પ્રમોટરને જ મળશે. કંપની પોતાના માટે, નવા કારોબારના વિસ્તૃતિકરણ માટે કોઈ પૈસા નહિ ઉઘરાવે.

Anand Rathi Wealth IPO માટે બુક રનીંગ લીડ મેનેજર તરીકે ઇક્વિરીસ કેપિટલ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને બીએનપી પારિબાસની પસંદગી કરી છે. સેબીને કરેલ કરેલી અરજી મુજબ કંપની જાહેર ભરણામાં નવા શેર ઇશ્યૂ નહિ કરે.

આ પણ વાંચો : વોડાફોન-આઈડિયાને મળશે જીવનદાન : ટેલિકોમ સેક્ટરમાં ટકી રહેવા માટે સરકારે આપી આ મંજૂરી

કંપનીના પ્રમોટરો અને અન્ય શેરહોલ્ડરો આનંદ રાઠી વેલ્થના લગભગ 1.2 કરોડ શેરનું વેચાણ કરશે. આ શેરમાંથી આનંદ રાઠી ફાઇનાન્સિયલ સર્વિસીસ દ્વારા 92.85 લાખ શેર વેચવાના છે. આ ઉપરાંત આનંદ રાઠી, પ્રદીપ ગુપ્તા, અમિત રાઠી, પ્રીતિ ગુપ્તા, સુપ્રિયા રાઠી, ફિરોઝ અઝીઝ અને રાકેશ રાવલના રાવલ ફેમિલી ટ્રસ્ટ દ્વારા પણ 3.75 લાખ શેર પ્રત્યેક રોકાણકાર દ્વારા વેચવામાં આવશે. આ સિવાય કંપનીના અન્ય રોકાણકાર જુગલ મંત્રી આઈપીઓમાં 90,000 શેર વેચશે.

સેબીને સુપરત કરેલી અરજી મુજબ આનંદ રાઠીનો કંપનીમાં 12.85 ટકા હિસ્સો છે, જ્યારે આનંદ રાઠી ફાઇનાન્સિયલ સર્વિસીસનો કંપનીમાં 43.12 ટકા હિસ્સો છે.

Anand Rathi Wealth IPO

કંપનીના પરફોર્મન્સ પર નજર : 

નાણાંકીય વર્ષ 2018-19માં આનંદ રાઠી વેલ્થની એસેટ અન્ડર મેનેજમેન્ટ(AUM) રૂ. 18,393 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2020માં એસેટ અન્ડર મેનેજમેન્ટ વધીને 26,670 કરોડ રૂપિયા થઈ હતી. કંપની છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષોથી નફો કરી રહી છે.

નાણાંકીય વર્ષ 2018-19ના અંતે આનંદ રાઠી વેલ્થની આવક 284 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 58.4 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2019-2020માં કંપનીની આવક વધીને રૂ. 336 કરોડ અને ચોખ્ખો નફો 61.6 કરોડ રૂપિયા થયો છે.

આ પણ વાંચો : કેવી રીતે મળી ભારત દેશના ત્રિરંગાને રાષ્ટ્રીયધ્વજની માન્યતા ?

જોકે નાણાંકીય વર્ષ 2021માં કંપનીના ધંધા પર કોરોનાવાયરસની ભારે અસર થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીની આવક ઘટીને રૂ. 215.6 કરોડ અને ચોખ્ખો નફો રૂ.45.1 કરોડ થયો છે.

આનંદ રાઠી વેલ્થ આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ બાદ લિસ્ટ થનારી બીજી વેલ્થ મેનેજર કંપની હશે. આઈઆઈએફએલની કુલ આવક રૂ. 1659 કરોડ છે જ્યારે આનંદ રાઠી વેલ્થની આવક રૂ. 279 કરોડ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment