ભાદરવા મહિના ના શુક્લ પક્ષની ચતુર્દશીએ અનંત ચતુર્દશીનું (Anant Chaturdashi) વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં. આ દિવસે 14 ગાંઠવાળુ અનંત સૂત્ર (14 knot anant sutra) પણ બાંધવામાં આવે છે. શું તમે જાણો છો આ 14 ગાંઠનું રહસ્ય શું છે? આજે ઓટીટી ઈન્ડિયા પર વાત કરીશું અનંત સૂત્ર પર બાંધવામાં આવતી 14 ગાંઠ વિશે… આ 14 ગાંઠ શેનું પ્રતિક ગણવામાં આવે છે?
Anant Chaturdashi ની 14 ગાંઠનું રહસ્ય
અનંત ચતુર્દશીના (Anant Chaturdashi) દિવસે શુભ મહૂર્તમાં પૂજા કર્યા બાદ અનંત સૂત્રન હાથમાં બાંધવામાં આવે છે. આ અનંત સૂત્રમાં 14 ગાંઠ લગાવવામાં આવે છે. 14 ગાંઠ બાંધવા પાછળનું કારણ છે કે, 14 ગાંઠ 14 લોક સાથે જોડીને રાખે છે. ધાર્મિક માન્યતા છે કે ભૌતિક જગતમાં 14 લોક બનાવવામાં આવ્યા છે જેમાંથી ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક, બ્રહ્મલોક, અતલ, વિતલ, સતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ લોક સામેલ છે. ઉલ્લેખનિય છે કે, અનંત સૂત્રમાં બાંધવામાં આવેલી દરેક ગાંઠ એક લોકનું પ્રતિનિધિત્વ કરે છે. અનંત સૂત્રને હાથમાં બાંધવામાં આવે છે.
આ પણ વાંચોઃ- Ganesh Mahotsav દરમિયાન જય મકવાણા સાત વર્ષથી શ્રીજીનું વિસર્જન કરતા નથી
Anant Chaturdashi ના અનંત સૂત્રનો નિયમ
અનંત સૂત્ર હાથમાં બાંધવાના ઘણા નિયમ પણ હોય છે. નોંધનિય છે કે, અનંત સૂત્ર કાપડ કે રેશમનું હોય છે. માન્યતા છે કે, અનંત સૂત્રને પુરુષના જમણા અને મહિલાઓના ડાબા હાથમાં પહેરવુ જોઈએ. આ દિવસે ઉપવાસ રાખવાનું વિધાન છે. કહેવાય છે કે, ભગવાન વિષ્ણુજીની ઉપાસના કરવી જોઈએ. વ્રત રાખવાથી ભગવાન જલદી પ્રસન્ન થાય છે અને તેમનું આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
અનંત ચતુર્દશી શુભ મહૂર્ત
આ વર્ષે અનંત ચતુર્દશી પૂજાનું શુભ મહૂર્ત 19 સપ્ટેમ્બર 2021 સવારે 6:07 થી શરૂ થઈને, બીજા દિવસે 20 સપ્ટેમ્બર 2021 એ સવારે 5:30 સુધીનો રહેશે. આ દિવસે શુભ મહૂર્તની અવધિ 23 કલાક 22 મિનીટન રહેશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4