Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeએન્ટરટેઈન્મેન્ટAryan Khan Drugs Case: NCBએ અનન્યા પાંડેને સમન્સ પાઠવ્યું, આજે ત્રીજી વખત થશે પૂછપરછ

Aryan Khan Drugs Case: NCBએ અનન્યા પાંડેને સમન્સ પાઠવ્યું, આજે ત્રીજી વખત થશે પૂછપરછ

ananya pandey, aryan khan drug case
Share Now

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક સેલિબ્રિટીનો નોકર કથિત રીતે અનન્યાના કહેવા પર આર્યન ખાનને ડ્રગ્સ પહોંચાડતો હતો. મીડિયા અહેવાલો અનુસાર, NCB એ આ નોકરની પૂછપરછ કરી છે. આ વ્યક્તિ બોલીવુડની જાણીતી હસ્તીના ઘરે કામ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ વ્યક્તિ છે જે કથિત રીતે અનન્યાના કહેવા પર આર્યનને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. NCB એ આ વ્યક્તિની મુંબઈના મલાડ વિસ્તારમાંથી અટકાયત કરી છે. આ વ્યક્તિએ NCBને શું કહ્યું, તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. ત્યારે આ કેસને લઈને NCBએ આજે અનન્યા પાંડેને ફરી એક વખત સમન્સ પાઠવ્યું છે. 

અનન્યા પાંડેની ફરી પૂછપરછ કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે, આર્યન ખાનના કેસમાં અનન્યા પાંડેના નામનો ઉલ્લેખ વોટ્સએપ ચેટમાં કરવામાં આવ્યો હતો, ત્યારબાદ NCB દ્વારા તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને ઓફિસ પર ફોન કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનન્યાએ કહ્યું કે તેણે ક્યારેય કોઈ નશીલા પદાર્થ એટલે કે ડ્રગ્સનું સેવન કર્યું નથી. અનન્યા પાંડે પૂછપરછ દરમિયાન ઘણી વખત રડી હતી.

ananya pandey, aryan khan drug case

આ પણ વાંચો:આર્યન ખાન કેસમાં મુખ્ય સાક્ષીનો મોટો ખુલાસો, NCBએ કરી બળજબરી

વોટ્સએપ ચેટમાં આર્યન ખાનની ડ્રગ ડીલિંગનો પ્રશ્ન

બુધવારે, NCB અધિકારીઓએ અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા અને તે જ દિવસે તેનું નિવેદન નોંધવા માટે તેને બોલાવી હતી. NCB અધિકારીઓએ દરોડા દરમિયાન તેનું લેપટોપ અને ફોન જપ્ત કર્યો હતો. આ પછી, તે જ સાંજે ચાર વાગ્યે અનન્યા પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી હતી. મીડિયા અહેવાલો અનુસાર, એક વોટ્સએપ ચેટમાં આર્યન ખાનની ડ્રગ ડીલિંગનો પ્રશ્ન સામે આવ્યો હતો, જેમાં અનન્યાએ લખ્યું હતું કે તે વ્યવસ્થા કરશે. આવી સ્થિતિમાં જ્યારે અનન્યાને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે માત્ર મજાક કરી રહી છે અને તેને ખબર નથી કે તે ડ્રગ્સ હોય છે.

અનન્યા પાંડે થઈ રહી છે ટ્રોલ 

અનન્યા પાંડેના આવા સમાચાર સામે આવ્યા બાદથી તે સતત ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણા મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે અનન્યા આને કેવી રીતે મજાક કહી રહી છે, તેઓ જાણતા જ હશે કે તે ડ્રગ્સ વિશે વાત કરી રહી હતી.

એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક સેલિબ્રિટીનો નોકર કથિત રીતે અનન્યાના કહેવા પર આર્યન ખાનને ડ્રગ્સ પહોંચાડતો હતો. મીડિયા અહેવાલો અનુસાર, NCB એ આ નોકરની પૂછપરછ કરી છે, જેની ઉંમર 24 વર્ષ હોવાનું કહેવાય છે. આ વ્યક્તિ બોલીવુડની જાણીતી હસ્તીના ઘરે કામ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ વ્યક્તિ છે જે કથિત રીતે અનન્યાના કહેવા પર આર્યનને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. NCB એ આ વ્યક્તિની મુંબઈના મલાડ વિસ્તારમાંથી અટકાયત કરી છે. આ વ્યક્તિએ NCBને શું કહ્યું, તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment